*બે શબ્દો ની સમઝવા જેવી વાત*
°°°°°°°°°°°°°°°°°°°°
*મુખ અને સુખ*
*અરીસામાં ""મુખ"" અને સંસારમાં ""સુખ"" હોતુ નથી બસ દેખાય છે.
*ગાંઠ અને રસ*
*શેરડી માં જ્યાં ""ગાંઠ"" હોય છે, ત્યાં ""રસ"" નથી હોતો અને જ્યાં ""રસ"" હોય છે ત્યાં ""ગાંઠ"" નથી હોતી, જીવનમાં પણ કંઈક આવું જ છે.
*પહેલા અને પછી*
*બોલતા ""પહેલાં"" અક્ષર આપણો ગુલામ અને બોલ્યાં ""પછી"" આપણે અક્ષર ના ગુલામ.
*જ્ઞાન અને અભિમાન*
*આ સંસારમાં દરેક વ્યક્તિ ને પોતાના ""જ્ઞાન નુ અભિમાન"" છે, પરંતુ કોઈ ને પોતાના ""અભિમાન નું જ્ઞાન"" નથી.
*ઈર્ષ્યા અને સંસ્કાર*
*હુ બીજા થી સારૂ કરૂ એ ""ઈર્ષ્યા"" અને હું બીજા નુ સારૂ કરૂ એ ""સંસ્કાર.""
*બાંધવા અને સાચવવા*
*સંબંધો ને ""બાંધવા"" ખૂબ જ સહેલા છે, પણ આ સંબંધો ને ""સાચવવા"" જ અધરા પડે છે.
*પારખવુ અને સમજવુ*
*""પારખવા"" ની કોશિશ ધણી બધી કરી બધાએ, અફસોસ ""સમજવા"" ની કોશિશ કોઈ એ ના કરી.
*અડવુ અને નડવુ*
*કોઈ ને ""અડવુ'" નહીં એ આપણે શીખી ગયા, પણ કોઈ ને ""નડવુ"" નહી એ ના શીખ્યા.
*સંગત અને અંગત*
*સુખ વહેંચવા ""સંગત"" જોઈએ, દુઃખ વહેંચવા ""અંગત"" જોઈએ.
*હસાવે અને રડાવે*
*જીંદગી ""હસાવે"" ત્યારે સમજવુ કે સારા કર્મ નુ ફળ મળ્યું છે, જીંદગી ""રડાવે"" ત્યારે સમજવુ કે સારા કર્મ કરવાનો સમય આવ્યો છે.
🙏🏻🕉️🙏🏻
Comments