Skip to main content

નૈષ્ઠિક ગુહ્સ્થ બીજા કોઈ પણ તપસ્વી કરતાં કમ નથી હોતો .|| સર્વોપરીતા || પાંડવોની સર્વોપરિતા સ્વીકારવાની ના પાડી દીધી. સુધન્વતા એ અર્જુન ને હરાવ્યો


મહાભારત હિંદુ ધર્મનો મહાન ગ્રંથ છે. જગત મા એની સર્વોપરીતા છે. એના વિષે એમ કહેવાય છે કે, જે મહાભારત મા છે  તે  જગતમાં છે . જે જગત માં નથી તે મહાભારત મા નથી 

સંસારમાં ઉદ્દભવાતા પ્રશ્ર્નો અને એનું નિરાકરણ મહાભારત મા છે .અનેક પ્રત્રો માનવ સ્વભાવની વિવિધતઓ,અનેક નિરાકરણોથી આ ગ્રંથ સભર છે. પાંડવોએ રાજસુય યજ્ઞ કર્યો.બધા રાજાએને એમની આણ નીચે લાવવાના હતા આ કામ અર્જુનને સોંપવામાં આવ્યું. જેઓ રાજીખુશીથી આણ ના સ્વીકારે  તેમની સાથે યુદ્ધ કરવાનું હતું .

અર્જુન વિશાળ સેના લઈ ચાલી નીકળ્યો .

 


એ સમયમાં એના સરખો વીર સુધન્વતા હતો .એણે પાંડવોની સર્વોપરિતા સ્વીકારવાની ના પાડી દીધી. આથી અર્જુને એની સાથે યુદ્ધ કર્યુ. શ્રીકૃષ્ણ અર્જુનના પડખે હોવા છતાં  તે સુધન્વતા ને જીતી શક્યો નહીં આમ ને આમ ધણા દિરસો પસાર થઈ ગયા  પરંતુ હારજીત ફેંસલો થઈ  શકતો નોતો છેવટે ૠષિ- મુનિઓ એ, યુધિષ્ઠિરે અને શ્રી કૃષ્ણે મળી એવો નિર્ણય કર્યો કે છેલ્લા તણ બાણથી ફેંસલો કરવો , કાં તો એટલાથી કોઈનો વધ થાઈ અથવા યુદ્ધ બંધ કરિને પરાજય સ્વીકારી લે.

અર્જુન અને સુધન્વતાએ  ભાથામાં ત્રણ ત્રણ તીર રાખીને બાકીના ફેંકી દીધાં. 


પ્રહાર અર્જુન ને કરવા નો હતો બચાવ સુધન્વતા ને કરવા નો હતો. અર્જુને મંત્ર ભણી યાગ્નેયાસ્ત્ર બાણ તૈયાર કરી ચઢાવ્યું  જીવન અને મરણ પ્રશ્ન હતો 

કુષ્ણે અર્જુન ને મદદ કરી. એમણે હાથમાં જળ લઈ સંકલ્પ કર્યો કે, ગોવર્ધન પર્વત ઉથાવી મેં વ્રજનું રક્ષણ કર્યું હતું આ ધર્મ કાર્યનું જે પુણ્યું મને મળ્યું તે હું અર્જુન ના બાણ સાથે જોડું છું. 

શ્રી કૃષ્ણનું  પુણ્ય મળવાથી યાગ્નેયાસ્ત્ર પ્રચંડ બની ગયું 


બીજી બાજુ સુધન્વતાને ખબર પડતાં એણે પણ સંકલ્પ કર્યો કે , મે સદાયે એક પત્ની વ્રતનું  પાલન કર્યું છે. પ્રપત થયેલું એનું પુણ્યબળ મારા બાણ સાથે જોડાય જાઓ . આમ કરવાથી સુધન્વતાનું બાણ એક એક સમર્થ બની ગયું. 


પ્રથમ અર્જુન ને બાણ છોડીયું સુધન્વતા એ યાગ્નેયાસ્ત્રને નિશાન બનાવી બાણ છોડ્યું. બન્નને અસ્ત્ર આકાશ માર્ગે આગળ વધીયા બન્નને એકબીજા બાણ સામે સામે ટકરાયા આમ સુધન્વતા ના બાણે અર્જુનના બાણ ને કાપી નાખ્યું  નિષ્ક્રિય  આ જોય ને શ્રી કૃષ્ણ ને અર્જુન એકબીજાની સામસામે જોવા લાગ્યા શ્રી કૃષ્ણ 

અને અર્જુન અચંબામાં પડી ગયા . શ્રીકૃષ્ણ એ અર્જુન ને બીજું બાણ ચડાવવા ઈશારો કર્યો. અર્જુને માથામાંથી બીજું બાણ કાઢી પછણ પર ચડાવ્યું મંત્ર ભણીને એને વિભૂષિત કર્યુ 

આ વખતે કુષ્ણે એમ બોલ્યા મેં મગરના મુખમાંથી હાથીને બચાવવાનું કર્યુ છે.  તેમજ ભરી સભામાં દ્રૌપદીની લાજ રાખી છે. આ બે કાર્યો પુણ્ય હું અર્જુન ના બાણસ સાથે જોડું છું. 

બીજી તરફ સુધન્વતા ખબર પડતાં એણે પણ તેમ કર્યું  - અને ક્હું કે મે નિતિપૂર્વક કમાણી કરી  છે અને ચરિત્રમાં સહેજ પણ ખામી આવાવા દીધી નથી . એને પુણ્ય હું મારા બાણ સાથે જોડું છું આથી સુધન્વતાનું બાણ પ્રબળ બની ગયું. અર્જુને કાન સુધી પણછ ખેંચી બાણ છોડીયું.  બાણ ભયંકર અવાજ કરતું આકાશમાં આગળ વધ્યું .

સુધન્વતા એ અર્જુન ના બાણ ને નિશાન બનાવી બીજું બાણ પુરી તાકાત અજમાવી ને છોડ્યું બન્નને બાણો આકાશમાં અથડાયાં  સૌના આશ્ચર્ય વચ્ચે સુધન્વતાના બાણે અર્જુનના બાણને નિષ્ક્રિય  , કાપી નાખ્યું આ જોય ને શ્રી કૃષ્ણ અને અર્જુન ભારે ગમગીન બની ગયા. હવે છેલ્લું બાણ હતું. એના આધારે જ  હારજીતનો અંતિમ નિર્ણય થવાનો હતો . શ્રીકૃષ્ણ કુષ્ણે  ઈશારો કરતાં અર્જુને છેલ્લું બાણ લઈ પછણ પર ચડાવ્યું મંત્ર ભણી એને રક્ષીત કર્યુ  શ્રીકૃષ્ણ આ સમય એવું ક્હું મેં અતાસુધી અનેકવાર અવતાર ધારણ કર્યો છે ને પૂથ્વી પરનો ભાર હળવો કર્યો છે. મારું એ પુણ્ય અર્જુનના બાણ સાથે જોડાય જાઓ. 

સુધન્વતા એ જોઈ તેમ જ કર્યું, જો મેં  મારા જીવન દરમિયાન એક ક્ષણવાર પણ સ્વાર્થનું ચિંતાન કર્યું નથી હંમેશા પરમાર્થનું જ ચિંતાન કર્યું છે. આ રીતે મેં નિરંતર મનને ઉનનત કર્યું છે. તો મારું એ પુણ્ય મારા બાણ સાથે જોડાય જાઓ. 

ત્રીજું અને છેલ્લું બાણ અર્જુને કાન સુધી પણછ ખેંચીને બાણ છોડીયું   બાણ સનનન  ભયંકર આવજ કરતાં આગળ વધ્યું. આ જોઈ સુધન્વતા એ અર્જુના બાણ ને નિશાન બનાવી બાણ છોડીયું. બન્નને બાણો આકાશમાં અથડાયાં એવામાં સૌના આશ્ચર્યની વચ્ચે સુધન્વતા ના બાણે અર્જુનના બાણ ને નિષ્ક્રિય કાપી નાખ્યું. એના કકડા ધરતી પર પડીયા આ જોઈ શ્રીકૃષ્ણ અને   અર્જુનનાં મોં વિષાદ થી મ્લાન બની ગયાં. 


આકાશમાં માંથી દેવોએ આવી સુધન્વતા પર પુષ્પવૂષ્પિ કરી. યુદ્ધ બંધ કરવામાં આવ્યું ભગવાન શ્રીકૃષ્ણે સુધન્વતા ની પીઠ થાબડી સાબાસી આપી ધાન્યવાદની  વર્ષા કરી ને કહ્યું  

હે નર શ્રેષ્ઠ, તમે સાબિત કરી દીધું કે,  નૈષ્ઠિક ગુહ્સ્થ બીજા કોઈ પણ તપસ્વી કરતાં કમ નથી હોતો .

                          ▪︎▪︎▪︎▪︎


Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે