મારી પાસે એક સપનાનો સંબંધ છે,
મિત્રતા હજી એટલેજ અકબંધ છે,
પકડી એનો હાથ ચાલ્યો હતો થોડે સુધી,
હજી હાથમાં એની સુગંધ છે,
ખેરવી કાઢ સુકાઈ ગયેલા બધાયે પાન,
પાનખર પછી જ તો વસંત છે,
સાથે હસતા, સાથે રમતા, સાથે જમતા,
મિત્રતા જેવું બીજું ક્યાં કઈ સગપણ છે?
નથી મળ્યા વરસોથી એથી શું થયું?
સંબંધ હજી એટલોજ અકબંધ છે,
ચાલ બધી જૂની યાદો તાજા કરીએ,
હૈયામાં જે હજી અકબંધ છે.
Comments