મહાભારતના યુદ્ધ પછી ક્યા કારણે સળગી ગયો હતો અર્જુનનો રથ ?
જણો : મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી અર્જુને હનુમાનજીનું આહવાહન કરી તેમને રથ પર પતાકા સાથે બીરાજમાન કર્યા હતા. અર્જુનનો રથ ભગવાન શ્રી કૃષ્ણ ચલાવી રહ્યા હતા. અને શેષનાગે પૃથ્વીની નીચેથી અર્જુનના રથના પૈડાઓ પકડ્યા હતા. જેનાથી રથ પાછો ન પડે. આટલું ભગવાને ફક્ત અર્જુનના રથની રક્ષા માટે કર્યુ હતુ.
મહાભારત યુદ્ધ સમાપ્તિ પછી અર્જુન ભગવાનને કહેતા હતા કે પહેલા તમે રથમાંથી ઉતરો હું પછી નીચે ઉતરૂ છુ. ભગવાને કહ્યુ અર્જુન પહેલા તુ ઉતરી જા. ભગવાનનો આદેશ થતાંજ અર્જુન રથ પરથી નીચે ઉતરી ગયા. થોડા સમય પછી ભગવાન પણ ઉતરી ગયા, શેષનાગ પાતાળ લોક જતા રહ્યા. હનુમાનજી પણ અંતર્ધ્યાન થઈ ગયા.
રથથી ઉતરીને કૃષ્ણ ભગવાન થોડો સમય દુર લઈ ગયા, એટલામાં અર્જુનનો રથ ભડ ભડ સળગવા લાગ્યો. અર્જુન આ જોઈને હેરાન થઈ ગયા. અને ભગવાનને પુછવા લાગ્યા કે આવું તો શું થયુ?
ભગવાન કૃષ્ણે કહ્યુ કે હે અર્જુન આ રથતો ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણના દિવ્યાસ્ત્રોના વારથી પહેલાજ સળગી ચુક્યો હતો, પણ તારા રથ પર હનુમાનજીની પતાકા હતી રથ મારા સંકલ્પ પર ચાલી રહ્યો હતો. હવે જ્યારે તારૂ કામ પુર્ણ થયુ છે ત્યારે મે તેને છોડી દીધો એટલે ભસ્મીભૂત થઈ ગયો.
Comments