ઇન્સ્ટાગ્રામના આ ફીચરની મદદથી તમે એક સાથે ઘણા લોકોને બ્લોક કરી શકશો અને ઘણા લોકોની કોમેન્ટ ડિલીટ કરી શકશો . આ ફીચરનો ઉપયોગ કરવા માટે પોસ્ટ પર જઈને નીચે આપવામાં આવેલા કોમેન્ટ્સને એક સાથે સિલેક્ટ કરો ત્યારબાદ ત્રણ ડોટ્સ પર ક્લિક કરતાં મેનેજ કોમેન્ટનો ઓપ્શન આવશે . આ કોમેન્ટ્સમાં ડિલીટનો ઓપ્શન આવી જાય પછી તેને ડિલીટ કરી શકો છો . આનાથી હવે વધુમાં વધુ લોકોને બ્લોક કરી શકાય છે . જો તમે કોઈ યૂઝરને બ્લોક કરો છો તો તેનું નોટિફિકેશન તેને જશે નહીં પરંતુ તેના દ્વારા કરવામાં આવેલી કોમેન્ટ ડિલીટ થશે નહીં તે તમારે જાતે કરવાની રહેશે . ઈન્સ્ટાગ્રામમાં યૂઝર્સને બ્લોક કરવાનો વિકલ્પ સેટિંગ ઓશનમાં જવાથી મળશે . સેટિંગમાં જઇને પ્રાઇવસી પર જઇને લિસ્ટને સિલેક્ટ કરવું પડશે ત્યારબાદ બ્લોક કોમેન્ટ ફ્રોમ પર ક્લિક કરીને તમે કોઇને પણ બ્લોક કરી શકો છો . આ સાથે ઇન્સ્ટાગ્રામેનેટિજન્સને કોમેન્ટને ટોપ પર પોસ્ટ કરવા માટેનો વિલ્પ પણ આપ્યો છે . ટોપ પર તમે ત્રણ કોમેન્ટ્સ રાખી શકો છો જેનાથી તમારી પોસ્ટ પર પોઝિટિવિટી જોવા મળતી રહે .
Comments