ગૂગલ દ્વારા ગૂગલ ફોટોઝ માટે લોકડ ફોલ્ડર ફીચર સુવિધા શરૂ કરવામાં આવી છે જેનાથી યૂઝર્સ પાસકોડ કે ફિંગરપ્રિન્ટથી સુરક્ષિત ફોલ્ડરમાં અંગત ફોટો કે વિડિયો હાઇડ કરી શકશે . લોક કરવામાં આવેલા ફોલ્ડરમાં વીડિયો ફોટો રિડ , સર્ચ , આલ્બમ વગેરે કોઈ જગ્યાએ જોવા મળશે નહીં . એટલું જ નહીંતે થર્ડ પાર્ટી એપ્સમાં પણ જોવા મળશે નહીં . જો કે હાઈડ ફોલ્ડરનું ક્લાઉડમાં બેકઅપ લેવાશે નહીં . અને જો પહેલાં કોઈ ફોટો કે વીડિયોનું બેકઅપ લેવામાં આવ્યું હશે તો ગૂગલ તેને ક્લાઉડમાંથી હટાવી દેશે . આ ફીચરનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે લાઇબેરી યુટિલિટીઝ - લોકડ ફોલ્ડરમાં જઈને આ નવા લોક્ક ફોલ્ડરનો ઉપયોગ શરૂ કરી શકે છે . એક વખત જ્યારે યૂઝર્સ તેને સેટ કરી લે છે પછી તે તેમના ફોટો કે વીડિયોને લાઇ બેરીમાંથી જોડવાનું શરૂ કરી શકે છે . આ સુવિધા ક્ત Google Pixel સ્માર્ટફોન્સ માટે જારી કરવામાં આવી છે જેમાં Google Pixel ૩ સિરીઝ , Pixel૪ અને Pixel પ સામેલ છે . કંપનીનું કહેવું છે કેતે અન્ય એન્ડ્રોઇડ ડિવાઇસ માટે પણ લોડ ફોલ્ડર રોલ આઉટ કરશે અને તેનો ચાલુ વર્ષે બધા તેનો ઉપયોગ કરી શકશે .
Comments