Skip to main content

How to Find Your Computer IP Address || by kalpesh Chavda કમ્પ્યુટર નું આઈપી એડ્રેસ કેવી રીતે જાણી શકાય

કમ્પ્યુટર નું આઈપી એડ્રેસ કેવી રીતે જાણી શકાય 

 દરેક કપ્યુટરની પોતાની એક આગવી ઓળખ હોય છે . આ ઓળખને આધારે જ તેનું ઈન્ટરનેટ સાથેનું કામ પાર પડતું હોય છે . જેવી રીતે કોઈ કાર મોટરસાઇકલમાં તેનો એન્જિન નંબર અને ચેસીસ નંબર હોય છે તેવી જ રીતે કેપ્યુટરનું આઈપી એડ્રેસ હોય છે . કેપ્યુટરના આઈપી એડ્રેસની જરૂર નેટવર્કિંગ અને ઈન્ટરનેટના જોડાણ વખતે ખાસ પડતી હોય છે . નેટવર્કિંગની કોઈ પણ સમસ્યા ઉકેલવા માટે એન્જિનિયરને આઈપી એડ્રેસ અનિવાર્ય બની રહે છે . આઈપી એડ્રેસનું આખું નામ ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ છે . આઈપીના આધારે જ પોલીસ સાઈબર ક્રાઈમના ગુનાઓ ઉકેલતી હોય છે . હેકર્સ પણ કમપ્યુટર


આઈપીના આધારે જ કામ કરતાં હોય છે . હવે ધારો કે તમારે કપ્યુટર સાથે ઈન્ટરનેટનું જોડાણ કરવું છે પણ તમને તમારા આઈપી એડ્રેસની જાણ નથી , તો શું કરશો ? આઈપી જાણવાનો રસ્તો સાવ સહેલો છે . તમામ કપ્યુટરમાં સ્ટાર્ટ બટન પર ક્લિક કરો . ત્યારબાદ તમને Run નામનો એક ઓપ્શન દેખાશે . આ Run ને ક્લિક કરો . હવે રનના ઓપ્શનમાં CMD ટાઈપ કરો . એક કાળા રંગની વિન્ડો ખૂલેલી દેખાશે . આ વિન્ડોમાં IPCONFIG \ ALL ટાઈપ કરો . આમ ટાઈપ કરતાં જ તમને અનેક માહિતી દેખાશે . જ્યાં IPAddress લખેલું હશે ત્યાં સામે તમને નંબર દેખાશે . આ નંબર એ તમારું આઈપી એડ્રેસ છે . 

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે