Skip to main content

Fabric technique that makes things more durable and cheaper || KALPESH CHAVDA વસતુઓ વધુ ટકાઉ અને વધુ સસ્તી બનાવતી ફેબ્રિક ટેકનીક

વસતુઓ વધુ ટકાઉ અને વધુ સસ્તી બનાવતી ફેબ્રિક ટેકનીક 

ફેબ્રક ટેકનીક પર આધારિત સંશોધનો સસ્તા ' અને ટકાઉ હોવાને કારણે ખૂબ જ ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે . ભારતીય વિજ્ઞાનીઓએ આ ટેકનીકની મદદથી વિમાનમાં બળતણનો વપરાશ ઘટાડવાથી માંડીને હૃદયના કૃત્રિમ વાલ્વ , આંખોનો કોર્નિયા અને સેલ્ફ ક્લિનિંગ કપડા તૈયાર કરવા સુધીની ટેકનીક વિકસાવી લીધી છે . સહુથી પહેલા તો ફેબ્રિક ટેકનીક શું છે એ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે . શું તમે સ્કૂટર કે કારના ટાયરને ફાડયું છે ? જો હા , તો ફોડયા પછી તમે એક રેસા જેવું પડ જોયું હશે . આ રેસા જેવું પડ એ જ ફેબ્રિક ટેકનીક છે . આ પડ જેવા દેખાતા ફેબ્રિકમાં ખૂબ જ તાકાત રહેલી છે . આ ટેકનીકથી પોલાદથી બનેલા એરોપ્લેનનું વજન 60 થી 80 ટકા અને એલ્યુમિનિયમની બોડી તેમજ સ્પેરપાર્ટસવાળા પ્લેનનું વજન 20 થી 30 ટકા જેટલું ઘટાડી શકાય છે . જો પ્લેનનું વજન 30 ટકા ઓછું થાય તો બળતણના વપરાશમાં 15 ટકા જેટલી બચત થઈ શકે છે . ફેબ્રિક ટેકનીકમાં 80 ટકા રબર અને 20 ટકા રેઝિનના મિશ્રણથી ટેકસ્ટાઈલ સ્ટ્રકચર્ડ કમ્પોઝિશન ’ તૈયાર કરવામાં આવે છે . આ ટેકનીકની ખાસિયત એ છે કે એનાથી વસ્તુના ઉત્પાદન માટેનો સમય પણ ઘટી જાય છે . ચંડીગઢથી 10 કિલોમીટર દૂર મોહાલીમાં જે ડબલ્યુ મેરિયટ હોટેલના માલિક હરપાલસિંહે ફકત 48કલાકની અંદર 10 માળની ફેબ્રિકેટેડ બિલ્ડિંગ ઊભી કરી દીધી હતી , જે રેકોર્ડ છે . ભારતમાં અત્યાર સુધી આટલા ઓછા સમયમાં કોઈ બહુમાળી ઈમારત તૈયાર નથી થઈ શકી .  ફેબ્રિક ટેકનીકનો ઉપયોગ વિન્ડ ટરબાઈન ,બુલેટપ્રુફ હેલમેટ , જેકેટ , બૂટ , ૨મખાણોમાં સુરક્ષા માટેનું કવચ વગેરેમાં થઈ રહ્યો છે . ભારતીય લશ્કર આ ટેકનીકનો ઉપયોગ સખત કવચવાળા તંબુ અને પુલ બનાવવામાં પણ કરી રહ્યા છે . આ ટેકનીકથી હૃદયના વાલ્વ અને આંખના કોર્નિયા પણ બનાવવામાં આવશે . એટલું જ નહિ આ ટેકનીકથી સેલ્ફ ક્લિનિંગ એટલે કે એવા કપડા જેને પાણીથી ધોતા જ એના ડાઘ - ધબ્બા સાફ થઈ જાય એ પણ બનાવી શકાશે . આવા કપડા પહેરવાથી ચામડીના કોઈ રોગ પણ નહિ થાય . હાલના સમયમાં એવા જ કપડાં રાતે ચમકી શકે છે જેમાં રેડિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય . પણ હવે આ ટેકનીકથી તૈયાર કરાયેલા કપડાં રાતે ચમકશે , રેડિયમથી બનેલા કપડાં એની ઉપર પ્રકાશ પડે તો જ ચમકે છે , જ્યારે નેનો ટેકનીકથી બનેલા આ કપડા રાતમાં પણ દૂરથી ચમકશે . આ ટેકનીકથી સાધારણ કપડાં પણ ચમકી શકશે . 

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે