ડેનમાર્કની એક સ્કૂલના વિધાર્થીઓએ એક વાઈફાઈ વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે . એમણે પોતાના સાધારણ વૈજ્ઞાનિક પ્રયોગને આધારે એ વાત સાબિત કરી છે . કે વાઈફાઈ ડિવાઈસ માણસની તંન્દુરસ્તી પર ખરાબ અસર પાડે છે . એનાથી નીકળતા રેડિયો તરંગોથી ઊંઘ પણ ઊડી જય છે . ડેનમાર્કની હેલર્પ સ્કૂલના વિધાર્થીઓનું એવું કહેવું છે કે ઊંઘતી વખતે મોબાઈલ ફોન પાસે રાખવાથી એમને આખો દિવસ કલાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં પરેશાની ઊભી થઈ હતી . કેટલાક વિધાર્થીઓની તો ઊંઘમાં પણ ખલેલ પહોંચી હતી . વિદ્યાર્થીઓએ આ પ્રયોગ છોડ ઉપર પણ કર્યો હતો . એમણે વાયરલેસ રૂટરનો ઉપયોગ કર્યો , જેમાંથી મોબાઈલ જેવા જ રેડિયો તરંગો નીકળે છે . વિધાર્થીઓએ વાઈફાઈ રૂટરને નજીક .
રાખીને છોડ ઉગાડવાની કોશિશ કરી તો એના મોટાભાગના બીજ મરી ગયા . આ માટે એમણે એક કમરામાં છોડની છ ટ્રે મૂકી જ્યાં વાઈફાઈ રૂટર અને મોબાઈલ નહોતા .જ્યારે બીજા કમરામાં એમણે બીજા છ છોડવાળી ટ્રે મૂકી . આ પછી જોયું તો 12 દિવસમાં વાઈફાઈ , ડિવાઈસવાળા કમરામાં રાખેલા બધા છોડ મરી ગયા હતા
જ્યારે બીજા કમરામાં મૂકેલા છોડ વિકાસ પામ્યા હતા . આ પહેલા એક રિસર્ચમાં એવું કહેવાયું હતું કે વાયરલેસ રેડિયો સિગ્નલથી નજીક રહેલા છોડ અને ઝાડના પાંદડાં સૂકાઈ જાય છે આ વાત આ પ્રયોગથી સાચી પડી છે , ‘ જોકે , ઘણા સંશોધકો વાઈફાઈની અસરો વિશે અલગ મત ધરાવે છે . વાઈફાઈ એ આજના જમાનાની માંગ એટલે એનાથી દૂર જઈ શકાય નહિ . વળી એનાથી એટલું બધું નુકસાન નથી થતું કે જે જીવલેણ નીવડે . કેટલાક સંશોધનો પણ વાઈફાઈની અસરોની આ વાતને સાબિત કરે છે . આ સંશોધનોના તારણ કહે છે કે એક વર્ષ સુધી વાઈફાઈ રૂટરની નજીક રહેતી વ્યક્તિ એટલી જ રેડિયો તરંગોને ઝીલે છે , જેટલી તરંગો 20 મિનિટના ફોનકોલથી નીકળે છે . આ સિવાય વાઈફાઈ રૂટથી ઘરમાં ઉપયોગમાં લેવાતા માઈક્રોવેવની સરખામણીમાં એક લાખ ગણી ઓછી હાનિકારક તરંગો નીકળે છે . વાયરલેસ રેડિયો તરંગો થોડા અંતરે જઈને ખતમ થઈ જાય છે . વાઈફાઈ તરંગોના પ્રભાવથી બચવા માટે લેપટોપને ખોળાને બદલે ટેબલ પર મૂકીને કામ કરવું બહેતર રહેશે . આ ઉપરાંત વાઈફાઈ રૂટરથી ત્રણ ફૂટનું અંતર રાખવું પણ બહેતર ગણાશે .
Comments