એન્ડ્રોઈડ ફોન ધીમો પડી જાય છે . તો સ્ટોરેજ સ્પેસને ફ્રી કરો ટિપ્સ
સ્ટોરેજ સ્પેસને ફી કરો : સમય વિતતા એન્ડ્રોઈડ ફોનમાં જાતજાતની ફાઈલ જગ્યા પચાવી પાડે છે . ક્રેશ ફાઈલ્સની સાથે સાથે એપ્સ પણ જગ્યા રોકે છે . કેટલીયે વખત તમે એપ્સને અનઇન્સ્ટોલ કરો છો તો પણ એની સાથે જોડાયેલી કેટલીક ફાઈલ્સ ડિવાઈસમાં રહી જાય છે . જો તમે એપ્સ દ્વારા રોકવામાં આવેલી જગ્યા સ્પેસને ખાલી કરવો ચાહો છો તો સહુથી સહેલો રસ્તો છે કે તમે એપ્સ ને માઈક્રોએસડી કાર્ડમાં મૂવ કરી દો .
તમે ચાહો તો Apps manager એપની મદદ લઈ શકો છો . આ ઈન્ટરનલ સ્ટોરેજથી એસડી કાર્ડ સુધી એપની બેચ મૂવિંગને આસાન બનાવે છે . એની મદદથી તમે એસડી કાર્ડથી ઈન્ટરનલ સ્ટોરેજમાં પણ એપ મૂવ કરી શકો છો . કેમેરાથી લેવાયેલી તસવીર પણ ઘણી જગ્યા રોકે છે . એટલે ડિવાઈસની ઈન્ટરનલ મેમરીમાં રહેલો ફોટાને મેમોરી કાર્ડમાં શિફટ કરી દો . કેમેરા સેટિંગ્સમાં જઈને તમે ફોટાને મેમોરી કાર્ડમાં સેવ કરવાના ઓપ્શનને સ્ટાર્ટ કરી દો . આવી રીતે તમે ઈન્ટરનલ સ્ટોરેજની સ્પેસ બચાવી શકો છો .
Comments