Skip to main content

દુનિયાની સૌથી મોટી ગુફા 'સોન ડોગ' વિયેતનામ આવેલી છે જાણવા જેવું



વિશ્વની સૌથી મોટી ગુફા 'સોન ડોગ' છે અને તે વિયેતનામ સ્થિત છે ? આ ગુફા એટલી મોટી છે , જેમાં ઘણી ઈમારતો બનાવી શકાય છે , તે પણ 40 માળની . ખરેખર , આ ગુફા નું નામ ' સોન ડોંગ ' છે , જે મધ્ય વિયેતનામનાં જંગલોમાં સ્થિત છે . સોન ડોંગ ગુફા ની કુલ લંબાઈ ૯ કિલોમીટર છે અને તેમાં લગભગ ૧૫૦ વિવિધ ગુફાઓ છે . ગુફા માં ઝાડથી લઈને વન , વાદળો અને નદીઓ સુધીની દરેક વસ્તુ છે . લાખો વર્ષ જૂની આ ગુફા વર્ષ ૨૦૧૩ માં પ્રથમ વખત પ્રવાસીઓ માટે ખોલવામાં આવી હતી . તમને જાણીને આશ્ચર્ય થશે કે દર વર્ષે અહીં માત્ર 250 થી 300 લોકોને જ જવાની મંજૂરી છે . ૧૯૯૧ માં ખાનહ ' નામની સ્થાનિક વ્યક્તિ દ્વારા આ ગુફા ની શોધ કરવામાં આવી હતી , પરંતુ તે સમયે પાણીની ભયાનક ગર્જના અને ગુફા  આવેલા અંધકારને કારણે કોઈ પણ અંદર જવાની હિંમત કરી શક્યું ન હતું . 


આ ગુફા ને વર્ષ ૨૦૦૯ માં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી હતી , જયારે બ્રિટિશ રિસર્ચ એસોસિયેશન દ્વારા વિશ્વને પ્રથમ આ ગુફા ની ઝલક બતાવવામાં આવી હતી . પાછળથી ૨૦૧૦ માં વેજ્ઞાનિકોએ ગુફા  ની અંદર જવાનો રસ્તો શોધવા માટે ૨૦૦ મીટર ઊંચી દીવાલ શોધી કાઢી . જેને વિયેતનામ વૉલ ' પણ કહેવામાં આવે છે . દર વર્ષે પ્રવાસીઓ ઓગસ્ટ પહેલાં આ ગુફની  અંદર જઈને પાછા ફરે છે , કારણ કે તે પછી ગુફા ની અંદર નદીના પાણીનું સ્તર વધે છે . ગુફા ની અંદર જવા માટે પ્રતિ વ્યક્તિ ટિકિટ આશરે બે લાખ રૂપિયા છે . ગુફામાં આવતા પ્રવાસીઓને પ્રથમ છ મહિનાની તાલીમ આપવામાં આવે છે . તેમને ઓછામાં ઓછા ૧૦ કિમી . ચાલતા અને છ વખત ચઢતા શીખવવામાં આવે છે . તે પછી જ તેઓને ગુફામાં લઈ જવામાં આવે છે 

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે