પ્રાચીન કાળમાં નૈષધ નામે એક સુંદર નગર હતું . તેનો રાજા નળ અત્યંત સ્વરૂપવાન હતો . તે પ્રજામાં પણ અતિપ્રિય હતો . તેને દમયંતી નામની અત્યંત સુંદર , ગુણવાન અને સંસ્કારી પત્ની હતી . . નદીકિનારે રાજા - રાણીનો સુંદર મહેલ આવેલો હતો . રાજા આખો દિવસ રાજકારભારમાં વ્યસ્ત રહેતો હતો . સાંજે તે આ મહેલમાં પાછો ફરતો . એક દિવસ સવારે રાજા પ્રાત:ક્રિયાઓ પતાવી રાજાશાહી પોષાકમાં સજ્જ થઈ રાજદરબાર ગયો . ત્યારે રાણી એકલી પડી . દમયંતિ ઝરૂખે બેઠી દૂર દૂરના દ્રશ્યો નિહાળી રહી હતી . ત્યાં થોડે દૂર સરોવરના કિનારે કેટલીક સ્ત્રીઓ શણગાર સજી હાથમાં પૂજાનો થાળ લઈ પૂજા કરતી હતી . દમયંતિને કુતૂહલ ઉત્પન્ન થયું કે , આ સ્ત્રીઓ
શું કરતી હશે . તેણે દાસીને બોલાવીને અને પૂછપરછ કરવા મોકલી . થોડીવારે દાસી સરોવર કિનારે પહોંચી અને એક સ્ત્રીને પૂછ્યું , અમારી રાણી પૂછે છે કે તમે આ બધું શું કરો છો ? પેલી સ્ત્રી બોલી , “ આજે દશામાનો દિવસ છે , અમે દશામાનો દોરો લઈએ છીએ . ” દાસી દમયંતિ પાસે પાછી ફરી અને પેલી સ્ત્રી સાથે થયેલી વાતચીત દોહરાવી . દમયંતિએ કહ્યું , “ હું ત્યાં પાછી જા . અને મારા માટે દોરો લઈ આવ . ' ' . દાસી પેલી સ્ત્રી યો પાસે પાછી ગઈ અને કહ્યું , "ગોકુલાષ્ટમીના રોજ સૂતરની નવ સેર ભેગી કરી દોરો કરવો . દસમો તાર કપડાનો લેવો . તેનો દોરો કરી દશામાના નામનું વ્રત લઈ બાવડે બાંધવો . આ દશા ફળના વેરાના પ્રભાવથી મનવાંછિત ફળ મળે છે . પરંતુ દોરાનો અનાદર કરો તો અસંખ્ય મુશ્કેલીઓ અને વિપત્તિઓ તૂટી પડે છે . માટે તેમાંથી બચવા દશામાનું વ્રત લેવું , તમારી રાણી આ બધું કરશે ? ” દાસીએ કહ્યું , “ જરૂર , અમારી રાણી વ્રત કરવા માગે છે . એટલે તો દોરો મંગાવ્યો છે . ” પેલી સ્ત્રીઓએ નવ તારનો દોરો રાણીની દાસીને આપ્યો અને કહ્યું , ‘ રાણીને કહેજે કે આમાં દસમો તાર તેમના કપડાનો નાખે અને પછી દસ ગાંઠો વાળી , ધૂપ આપી દોરો બાંધે . રોજ ધઉંના દસ ઘણા , કોપરાના દસ નાના ટુકડા દસ દિવસ સુધી મૂકે . અગિયારમે દિવસે ઉદ્યપાન કરે . દસેય દાડા ભૂખી રહે . ” દાસી બોલી , “ સારુ . ” દાસી પાછી આવી અને ઘેરો રાણીને આપ્યો . રાણીએ નવ તાર ભેગા કપડાનો દસમો તાર મૂકી દસ ગાંઠો વાળી , અધેલો અને સોપારી મૂક્યા . ધૂપ આપ્યો અને ઘરો બાંધી મા દશામાનું વ્રત લીધું .
આ બાજુ નળરાજા શિકાર ગયેની તે ઘેર આવ્યો અને જોયું તો રાણી દમયંતિ સોળે શણગાર સજી બેઠી હતી . શણગારમાં ઘેરો પણ હતો . રાજાએ પૂછ્યું , ‘ આ દોરો શેનો છે ? ' રાણીએ કહ્યું , “ આ દશા ફળનો દોરો છે . મેં દશામાનું વ્રત લીધું છે . આ ઘેરાથી આપણી ઉપર કોઈ વિપત્તિ નહિ આવે . ” રાજા બોલ્યો , “ આપણી પાસે ધનસંપત્તિ , સુખશાંતિ બધું છે . આ ઘેરાની શી જરૂર ? ” રાજાએ દોરાનું અપમાન કર્યું . જેમ જેમ દોરો બળતો ગયો તેમ તેન રાજાની અવદશા થવા લાગી . મા દશામા ક્રોધિત થયા . રાજાની સમૃદ્ધિ ધરવા લાગી . ભંડારો ખાલી થવા લાગ્યા . રાજ્યમાં દુકાળ પડ્યો . પ્રજા ભૂખ ભાંગવા પરદેશ ભ્રમણ કરવા લાગી . રાજા રાણીને પણ અનાજના સાંસા પડવા લાગ્યા . પડોશી રાજાએ ચડાઈ કરી તેનું રાજ્ય પડાવી લીધું . અને રાજાને બહાર કાઢી મૂક્યો . રાજાએ કહ્યું , ‘ રાણી , ચાલો પરદેશ જઈએ . ભીખ માગીને દડા વીતાવીશું . આપણી અવદશા એટલી તીવ્ર છે કે હવે કોઈ બીજો ઉપાય નથી . ” બંને પરદેશ ચાલી નીકળ્યા . ચાલતા ગયા , ચાલતા ગયા , એક દેશ , બીજો દેશ . એવામાં તેઓ કનકાવતી નામની એક નગરીમાં પહોંચ્યા જેના પાદરે મોતીસર સરોવર આવેલું હતું . રાજા - રાણી સરોવરના કાંઠે આવ્યા . એક માછીમારે સરોવરમાં માછલીઓ પકડવા જાળ નાખી . રાજા - રાણી ભૂખ અને થાકથી આકું વ્યાકુળ થઈ ઉઠ્યા હતા . રાજાએ કહ્યું , “ માછીમાર , અમારા નામે જાળ નાખ . જાળમાં જે આવે તે અમને આપજે . ” માછીમારે કહ્યું , “ સારું . ” જાળમાં પાંચ માછલા આવ્યા . તે નળ રાજાને આપ્યા . રાજાએ
રાણીને કહ્યું , “ લો આ પાંચ માછલા ધોઈને સાફ કરો ત્યાં સુધીમાં હું નગરમાં જઈ રોટલી , ખીચડી જે કંઈ મળે તે લઈને આવું છું . ” રાજા નગરમાં આવ્યો . નગરશેઠે નગરમાં જમવા બેઠા હતા . રાજા શેઠ પાસે ગયા અને કહ્યું , “ અમે ભૂખ્યા છીએ . પરદેશી છીએ . અમને કંઈક જમવા આપો . ” નગરશેઠને દયા આવી . તેણે નોકરને કહ્યું , “ આ વ્યકિતને વાસણ ભરીને અનાજ આપો . ” નોકરે મોટું વાસણ ભરીને અન્ન આપ્યું . તે લઈ રાજા સરોવર કાંઠે આવતો હતો ત્યાં આકાશમાંથી સમડીએ ઝપટ મારી અને વાસણ લઈ ઊડી ગઈ . રાજાએ ઊંચે જોયું . વાસણમાંથી અન્નનો એક ઘણો તેની મૂછમાં પડ્યો . રાજા નિરાશ થઈ રાણી પાસે પાછો ફર્યો અને જે બન્યું હતું તે કહ્યું . પણ રાણીને મૂછમાં ચોંટેલું અન્ન જોઈ તેણે કહ્યું , “ રાણી , પેલા માછલા કાઢો ખાઈએ . ” દમયંતિ બોલી , “ એ તો સજીવન થઈ ઉડી ગયા અને પાછી નદીમાં પડ્યા . ” રાણીએ કહ્યું , “ મારી પાસે અમર વીંટી છે . તેના સ્પર્શથી જ છલા સજીવન થઈ નદીમાં કુદી પડ્યા . ભલે ભુખી રહી પણ નટમાં ગયા હતા તો તમને કંઈક ખાવાનું મળ્યું હશે . ” રાજાએ કહ્યું , “ પાત્ર ભરીને અન્ન મળેલું પણ રસ્તામાં સમડી ઝપટ મારીને લઈ ઊડી . હું તો ભૂખ્યો જ છું . પણ તે તો એકલીએ માછલા ખાઈ લીધા . આ દુનિયામાં હવે મારું કોઈ સગું નથી . તું તારા રસ્તે અને હું મારા રસ્તે . આજથી આપણા બેનો સંબંધ કપાઈ . ગયો છે . ” રાણી રડતી બોલી , “ નાથ , હું ખરેખર નિર્દોશ છું . મેં માછળી ખાધી નથી . હું ભૂખી છું , છતાં તમે મારી ચિંતા કરશો નહીં . ” રાજા બોલ્યો , “ પેટ ભરીને બેઠી છે અને વળી પાછી મને છેતરી રહી છે ! ”
રાત પડી . બંને ઊંઘી ગયા . મધરાતે રાજા જાગ્યો અને રાણીને એકલી મૂકી જતો રહ્યો . ચાલતો ચાલતો જતો હતો ત્યાં તેણે જંગલમાં ભયાનક દાવાનળ ભભૂકતો જોયો . તેમાં એક સાપ પણ બળતો હતો . નલને દયા આવી અને તેને બળતો બચાવી લીધો . સાપને વાચા ઉપજી . તેણે કહ્યું , “ હું તારા ઉપર પ્રસન્ન છું . તું માગે હું તને જરૂર આપીશ . ” રાજાએ કહ્યું , “ તારી કાળી કાયા મને આપ અને મારી ગોરી કાયા તું લઈ લે . ” સાપે તેનું ખોળીયું નળને આપ્યું તો નળ કાળાવાનની કદરૂપ . કાયા ધરાવતો થઈ ગયો . નળ આગળ ચાલ્યો અને જંગલ વટાવી એક નગરના પાદરે પહોંચ્યો . ત્યાં નદી આગળ એક આશ્વાપલક ઘોડાઓને નવડાવતો હતો . નળે તેને કહ્યું , “ મિત્ર , તારો રાજા મને કોઈ નોકરીએ રાખશે ? ” અશ્વપાલકે કહ્યું , “ ચાલ , હું તને તેની પાસે લઈ જાઉં . ” બંને રાજા પાસે ગયા . રાજાએ પૂછ્યું , “ તને શું કામ આવડે છે ? ” નળે કહ્યું , “ ગમે તેવા ઘોડાને હું પાવરધો કરી શકું છું , નિર્બળ , ઘોડાને પાણીદાર બનાવી શકું છું . ” રાજાએ તેને નોકરીએ રાખી લીધો . આ બાજુ દમયંતિ જાગી તે રાજાને ન જોતાં કલ્પાંત કરવા લાગી . હવે હું ક્યાં જાઉં ? તે વિચારી રહી . આખરે તેણે માબાપ પાસે પાછા જવાનો વિચાર કર્યો . પિયર આવ્યું ત્યારે ગામ બહાર કૂવે એક દાસીને પાણી ભરતી જોઈ . દમયંતી તેની પાસે આવી અને પૂછ્યું , “ બહેન , મને રાણી પાસે કોઈ કામ અપાવીશ ? ” જરૂર ” દાસી બોલી અને રાણીને જોઈને કહ્યું , ‘ એક ગરીબીડી
નોકરી માગે છે . રાખીશું ? ” રાખી લે ” , રાણી બોલી દાસીએ દમયંતિને પૂછ્યું , “ શું કામ કરીશ ? ” દમયંતિ બોલી , “ કોઈપણ કામ બતાવો તે કરીશ . ” દાસી દમયંતિને રાજમહેલમાં રાણી પાસે લઈ ગઈ . રાણીએ તેને જોઈ તે પોતાની દમયંતિ યાદ આવી . પરંતુ તેને થયું દમયંતિ તો રાજમહેલમાં છે . રાણીએ પૂછ્યું , “ તારું નામ ? ” દમયંતિએ પૂછ્યું , “ નવલી . ” રાણી બોલી , “ નવલી , આજથી તારે અહીં જ રહેવાનું અને ભોજન બનાવવાનું . ” દમયંતિએ કહ્યું , “ સારું . ” અને દમયંતિ નવલી બની મા - બાપને ત્યાં રહેવા લાગી . એમ કરતાં કરતાં વરસ વીતી ગયું . દશા ફળના દોરાનો દિવસ આવ્યો . નોમના દિવસે લોકો દશાફળનો દોરો લેવા ગયા . રાણીએ નવલીને પૂછયું , “ તું પણ દશા ફળનો દોરો લઈશ . ” નવલીએ કહ્યું , “ તમે અપાવો તો લઉં . ” અને નવલીએ દશા ફળનો દોરો લીધો . દસ દિવસ વીતી ગયા . ત્રીજ આવી . રાણી નહાવા બેઠી અને નવલી પાસે પાણી મંગાવ્યું . નવલીએ પાણી લેવા વટલોઈ ટાંકીમાં નાખી તો વટલોઈ અદૃશ્ય થઈ ગઈ . એક દાસી બોલી , “ નવલીએ ત્રાંબડી ચોરી લીધી . ” રાણી પાણીની બૂમો પાડવા લાગી . બીજી દાસીએ તેને પાણી આપ્યું . રાણી નાહીને શૃંગાર કક્ષમાં ગઈ તો ત્યાં હર ગાયબ હતો . પેલી દાસી બોલી , આ હાર પણ નવલી જ ચોરી ગઈ . રાણી ખીજાઈ અને નવલીને કાઢી મુકી . નવલી રડતી રડતી ઘોડાની ઘોડાસરમાં જઈને સુઈ રહી . તે વિચારવા લાગી કે દશા ફળનો આ પહેલો દોરો રાજાએ તોડ્યાં તો
વન વન ભટકવું પડ્યું મા - બાપને ત્યાં આવી તો ઘરની ચોરી આળ માથે આવ્યું . હવે શું કરવું ? તે મનોમન દશામાના જાપ જપવા લાગી . હે મા ! હવે તો સામે જુઓ . તમારો આ બીજો દોરો લીધો તોય મને ચોર ઠરાવવામાં આળે છે . એમ કરતી કરતી તે ઊંઘી ગઈ . સપનામાં તેને ઈષ્ટદેવે દેખા દીધી . અને કહ્યું , “ હવે દશામા તારી ઉપર પ્રસન્ન થયા છે . હવે તારાં સૌ સારાવાના થશે . તું દશામાનું નામ લઈ દોરો છોડ . અને દશામાના દીવા કર . ” નવલી બોલી , “ પણ દીવા શેના કરું ? મારી પાસે તો કંઈ જ નથી . ” ઇષ્ટદેવે કહ્યું , “ ઘોડાની લાદીના દીવા કર . સોપારીની જગ્યા ચણો મૂકે . હું પાંચ વરસનો બાળક બની વાતો સાંભળવા બેસીશ . ” નવલીએ તો ઇષ્ટદેવે કહ્યું હતું તે પ્રમાણે કર્યું અને ઇષ્ટદેવ પાંચ વર્ષના બાળકરૂપે વાર્તા સાંભળવા બેઠા . મામાએ નવલીને દર્શન દીધા અને આશીર્વાદ આપ્યા એક દિવસ રાજા શિકારેથી પાછા ફર્યા અને પૂછયું , “ નવલી ક્યાં છે ? ” બધા બોલ્યો , “ તે ચોર છે . ” રાજા કહે , “ એને પાછી લાવો . વનમાં મને એક ડોશીમા મળ્યા હતા . તેમણે કહેલું તે નિર્દોષ છે . નવલી ઘોડાસરમાં જ છે . તેણે વ્રત લીધું છે . તેનું ઉજવણું મેં જે કરાવ્યું છે . તેને તારે ત્યાં પાછી બોલાવી લે જે તેમણે કહેલું કે એને દુઃખ પહોંચાડીશ તો તારે પસ્તાવું પડશે . એ ડોશીમા બીજા કોઈ નહીં , દશામા હતા . એને લઈ આવો . સારાં સારાં વસ્ત્રો અને અલંકાર પહેરાવો - ભરપેટ જમાડો . ” સૌ નવલીને પાછી તેડી લાવ્યા . ઘેર આવીને જોયું તો હાર ટોડલે જ હતો અને ત્રાંબડી ટાંકીમાં હતી .
સોએ નાલીને પૂછ્યું , " તું કોની પૂજા કરે છે ? ' નવલીએ કહ્યું , “ દશામાની ઘોડાની લાદમાંથી દીવો કર્યો તો પણ તેમણે મને દર્શન દઈ આશીર્વાદ આપ્યા . " થોડીવાર પછી રાજા તેની પાસે આવ્યા . અને કહ્યું , “ તું કોણ છે તે સાચું કહે . તું તો સાક્ષાત્ લક્ષ્મી મારે ઘેર પધારી છે . ” નવલી રાજાને પગે પડી અને કહ્યું , “ હું તમારી પુત્રી દમયંતિ છું . મેં દશામાનો દોરો લીધો હતો . પણ મારા પતિએ અજ્ઞાનમાં તે તોડી નાખ્યો જેથી મારી આ અવદશા થઈ . એમ કહી પ્રારંભથી અંત સુધી જે જે બન્યું હતું તે રાજાને સવિસ્તાર કહી સંભળાવ્યું . ” રાજા દમયંતિની ખૂબ સારસંભાળ રાખવા લાગ્યો . દિવસે . ઉપ૨ દિવસ વીતતા ગયા . રાજાએ એક દિવસ રાણીને કહ્યું , “ આપણે દમયંતિને ફરી પરણાવીએ તો કેવું ? કદાચ નળ રાજા અત્યાર સુધીમાં મરી પણ ગયો હોય ! ' ' દમયંતિએ કહ્યું , “ પિતાજી , મારે ફરી લગ્ન કરવું નથી . નળ જ મારા પતિ છે . પણ તેમને શોધવા કેવી રીતે ? એમ કરો , સ્વયંવર માંડો . દેશ પરદેશથી રાજાઓ આવશે . નળ પણ આવ્યા વિના નહિ રહે . મારા રાજાના હાથમાંથી અગ્નિ ઝરે છે એટલે તે ગમે તે રૂપમાં હોય હું તેને ઓળખી પાડીશ અને તેને જે વરમાળા પહેરાવીશ . " દમયંતિની વાત માની રાજાએ સ્વયંવરનું આયોજન કર્યું . દેશ વિદેશથી રાજાઓ આવ્યા . નળ જ્યાં ઘોડાઓને તાલીમ આપતો તો તે રાજાને પણ આમંત્રણ મળ્યું . રાજાએ નળને કહ્યું , “ ચાલો , આપણે પણ સ્વયંવરમાં જઈએ . સારામાં સારો પાણીદાર અશ્વ કાઢ અને તું રથ હોંકજે . ” નળે રથ તૈયાર કર્યો . નળ અને તેનો રાજા દમયંતિના પિતાની નગરીમાં આવ્યા , બધા રાજા આવી ગયા . ત્યારે દમયંતિના પિતાએ ઢંઢેરો
પીટાવ્યો કે આખા નગરમાં કોઈએ અગ્નિ ચેતવવો નહીં . કોઈ ધુમાડે ન જોઈએ . નળના રાજાને ભુખ લાગી તો નળે ખીચડી રાંધવા હાથમાંથી અગ્નિ પ્રગટાવ્યો . જોતજોતામાં આખા નગરમાં વાત ફેલાઈ ગઈ કે એક રાજાના નોકરના હાથમાંથી અગ્નિ ઝરે છે . દમયંતિને પણ આ વાતની જાણ થઈ . તેને ખાત્રી થઈ ગઈ કે તે બીજો કોઈ નહિ પણ નળ રાજા જ હશે . તેણે હાથણી શણગારી અને કળશ લઈને બેસીને દમયંતિએ હાથણી હંકારી . રાજાઓ કતારબંધ ઊભાં હતા . પહેલો રાજા ... બીજો રાજા . ત્રીજો રાજા . એમ કરતાં કરતાં હાથણી નળ પાસે આવી તો કળશ તેની ઉપર ઢોળ્યો . બધા રાજાઓ શ્રેષે ભરાયા અને અંદરોઅંદર ગુપચુપ કરવા લાગ્યા કે હાથણીને ફરી શણગારો અને કળશ ફેરવો કે જેથી યોગ્ય વ્યક્તિ ઉપર ઢોળે . ફરી હાથણીને કળશ સાથે ફેરવવામાં આવી . પહેલો રાજા .... બીજો રાજા .... ત્રીજો રાજા ..... એમ કરતાં કરતાં હાથણી નળ પાસે આવી તો કળશ તેની ઉપર ઢોળ્યો . હવે તો રાજાઓ પણ વિચારમાં પડ્યા . તેવામાં દમયંતિ નળના પગે પડી અને નળને વરમાળા પહેરાવીને કહ્યું , “ હે નાથ , મેં તમને ઓળખ્યા છે . હવે તમે તમારી કાયા બદલી અસલ રૂપમાં આવી જાઓ . ”
નળ રાજાએ સપનું સ્મરણ કર્યું અને પોતાની કાયા સર્ષની કાયા સાથે અદલાબદલી કરી . કાળામેશ વર્ણનો નોકર તેજસ્વી , જાજરમાન રાજામાં ફેરવાઈ ગયો . હવે સૌએ નળને ઓળખ્યો . નળ અને દમયંતિ હવે સુખેથી સાથે રહેવા લાગ્યા અને આનંદ કિલ્લોલ કરી રહ્યા . દિવસો ઉપર દિવસ વીતતા ગયા . નળ રાજાના રાજ્યના લોકો તેમને તેડવા આવ્યા અને તેમને અત્યંત ભાવપૂર્વક આજીજી કરી તેમના રાજ્યમાં પાછા ફરવા વિનંતી કરી . નળ અને દમયંતિ પણ માની ગયા . દમયંતિના પિતાએ પણ નળ અને દમયંતિને અઢળક ધન આપી વિદાય કર્યા . રસ્તામાં કનકાવતી નગરી આવી . નગરીના પાદરે મોતીસર સરોવરમાં પાણી કળખળ નિનાદ કરતાં વહી રહ્યા હતા . નળ અને દમયંતિ સરોવરે કાંઠે ઉતર્યા અને જોયું તો માછલાંનો ઘડયો પડ્યો હતો . અચાનક માછલા સોનાનાં બની ગયા . રાણીએ તે લઈ લીધા . તેઓ આગળ વધ્યા . એવામાં નગરશેઠનું નગર આવ્યું . ત્યાં ઉતર્યા તો ધાન , પતરાવળ , પોળી સોનાના થઈને પડેલાં જોયાં . રાજાએ તે લઈને પાલખીમાં મૂક્યા . દશા ફળના દોરાએ તેમની ફરી સારી દશા લાવી દીધી . હજી આગળ વધ્યા તો નળની બહેનનું ગામ આવ્યું . નળ રાજા . તેની બહેનને મળવા ગયો . બહેને નોકરને પૂછ્યું , “ મારાં ભાઈ - ભાભી મને મળવા આવે છે તો તેમના હાલ કેવા છે ? ” નોકરે કહ્યું , “ પૂછશો નહિ , અત્યારે તો તેઓ ધન સમૃદ્ધિના તેજથી ઝગમગે છે . ” તો તેમને આગલા બારણેથી લઈ આવજે . ”
જરૂર . ” નળ અને દમયંતિ આવ્યા . બંને જણ બહેનના ઘેર જમવા બેઠા . નળ એક કોળિયો સોનાની વીંટી ઉપર મુકતો હતો અને બીજો બહેનો પૂછ્યું , “ આ શું કરો છો ? ” નળે કહ્યું , “ બહેન , આ બધું માનપાન ધનને આભારી છે . પહેલાં અમારી નબળી દશા હતી ત્યારે તમેં મને ખીચડી અને ઢોકળાં ખાવા આપેલાં જે મેં ભોંયમાં ભંડારેલાં . આજે દશામાની કૃપાથી અમારી ફરી સારી દશા આવી છે ત્યારે સસરાએ ધન આપ્યું , સરોવર કિનારેથી સોનાના માછલાં મળ્યા છે તેથી પતરાવળ , ધન અને પોળી પણ સોનાના મળ્યાં છે . તેથી આ માનપાન , ધનના લીધે નહિ તો બીજા શેના લીધે ? ” બહેને કહ્યું , “ હું તો આ વિશે કંઈ જાણતી નથી ? ” રાજા બોલ્યો , “ ચાલો , જમીન ખોદીને બતાવું . ” રાજાએ જમીન ખોદીને જોયું કે ખીચડી , ઢોકળાં બધું સોનાનું થઈ ગયું છે . કરમની કહાણી ! રાજા નળ દમયંતિ ઉપર દશા માતાની કૃપા ઉતરી અને તેઓ માલામાલ થઈ ગયા . દશા ફળના દોરાથી રાણી દમયંતિના વ્રત ફળ્યા . વ્રતના પ્રભાવથી મા દશામાં તૃષ્ટિમાન થયાં તે જ રીતે સર્વ દ્વારા દશામાં તૃષ્ટિમાન થાઓ . બાધતી નહિ ને ઘડતે દહાડે , હર પળે , હર વિપળે કૃપા કરો .
🙏 જય દશામા ! 🙏
Comments