લેપટોપ જૂનું થાય ત્યારે આપણને તેની બેટરી બદલવા માટે સલાહ આપવામાં આવતી હોય છે . પરંતુ લેપટોપની બેટરી બદલી નાખવી જોઈએ તે કઈ રીતે જાણી શકાય ? Windows 10 નું સીક્રેટ ટૂલ આ મામલે તમારી મદદ કરશે જેમાં તમે બેટરીનું હેલ્વે સ્ટેટસ જાણી શકો છો . આ ટૂલને એક્સેસ કરવા માટે સૌથી પહેલાં Command Prompt લોન્ચ કરવું પડશે . આ માટે વિંડોઝ સર્ચ કે સ્ટાર્ટ મેન્યુમાં cud કે Command Prompt સર્ચ કરો ત્યારબાદ બ્લેક બેક ગ્રાઉન્ડ સાથે Command Prompt ઓપન થઇ જશે જેમાં તમારે powerefg / batteryreport ટાઇપ કરવાનું છે અને એન્ટર બટન દબાવવાનું છે ત્યારબાદ તમને એક મેસેજ જોવા મળશે . આ સાથે ફાઇલનો પાથ પણ હશે . આ ફઇલમાં તમારે ડિઝાઇન કેપેસિટી અને ફુલચાર્જ કેપેસિટીને જોવાની છે . ડિઝાઇન કેપેસિટી મતલબ જ્યારે તમારું લેપટોપ નવું હતું ત્યારે કેવું હતું અને ફુલચાર્જ કેપેસિટી મતલબ અત્યારે બેટરીની શું કેપેસિટી છે . આજનું ઔષધ
Comments