દુનિયાનું સૌથી અમીર ગામ , દરેક પરિવાર પાસે છે કરોડો રૂપિયા
દરેક દેશની પોતાની એક અલગ ખૂબી હોય છે . ચીનની વાત કરવામાં આવે તો આ દેશ દરેક ક્ષેત્રમાં આગળ છે . ત્યાંની ટેક્નોલોજી પણ ઘણી આગળ છે . પણ આ દેશના ગામની વાત કરવામાં આવે તો તેની પણ એક અલગ જ ખૂબી છે . ચીનનું એક ગામ છે જ્યાં દરેક પરિવાર કરોડપતિ છે . આ ગામનું નામ સુપર વિલેજ છે , જ્યાં દરેક વ્યક્તિના ખાતામાં ૧.૫ કરોડ કરતાં પણ વધારે રૂપિયા છે . આ ઉપરાંત આ ગામની દરેક વ્યક્તિ પાસે આલીશાન ઘર અને ચળકતી ગાડી છે . ચીનની જિયાંગસૂ પ્રોવિન્સના વાક્શી ગામને સૌથી અમીર ગામ માનવામાં આવે છે . આ ગામ સુપર વિલેજના નામથી વિશ્વભરમાં જાણીતું છે . જાણવામાં આવ્યું છે કે આ ગામમાં હેલિકોપ્ટર , થીમ પાર્ક અને ટેક્સી પણ છે . આ સાથે લાઈટોથી ચમકતા રસ્તા અને આકાશમાં ઊડતાં હેલિકોપ્ટર પણ છે . એવું નથી કે આ ગામ પહેલેથી જ અમીર હતું . આ પહેલાં અહીયાંના લોકો ખૂબ જ ગરીબ હતા . ગામને ઉજજવળ બનાવવાનો શ્રેય કમ્યુનિસ્ટ પાર્ટીના લોકલ સેક્રેટરી – ફેનોબોને જાય છે . રેનોબોએ જ ગામના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે . તેમણે સામૂહિક ખેતીને પ્રોત્સાહન આપી આગળ વધારી છે . હાલમાં આ ગામને કરોડો ડૉલરની કંપનીઓનો ગઢ માનવામાં આવે છે .
આ ગામમાં સ્ટીલ અને શિપિંગની કંપનીઓ વધારે છે . વાશી ગામના મોટાભાગનાં ઘર એક જેવાં જ છે અને દરેક ઘરોમાં ઘણા રૂમ છે . પહેલી નજરે જોતા આ ઘર કોઈ ફાઈવ સ્ટાર હોટલ જેવું લાગે . ૨૦૧૧ માં ગામની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે ગામલોકોએ ૩૨૮ મીટર ઊંચી ગગનચુંબી ઈમારત બનાવીને જન્મદિન ઊજવ્યો હતો .
Comments