Skip to main content

બિલ ગેટ્સ સોફ્ટવેર ના સર્જનહાર માઈક્રોસોફ્ટ ના સ્થાપક દુનિયાનો ચોથો સૌથી અમીર માણસ

 



બિલ ગેટ્સે ૨૦ વર્ષની ઉંમરે માઈક્રોસોફ્ટ કંપની સ્થાપી જે આજે દુનિયાની સૌથી મોટી સૉફ્ટવેર કંપની છે , ૩૨ વર્ષની ઉંમરે બિલ ગેટ્સનું નામ ફોર્બ્સ મેગેઝિને અબજપતિઓની યાદીમાં પ્રસિદ્ધ કર્યું , ૫૦ વર્ષની ઉંમરે બિલ ગેટ્સે ૪૦ અબજ ડૉલરનું દાન કર્યું અને પ૩ વર્ષની ઉંમરે રિટાયર્ડ થઈ ગયા . કોઈ વ્યક્તિએ એની જિંદગીમાં કેટલા રૂપિયા કમાવવા જોઈએ ? ઉંમરના કયા પડાવે રિટાયર્ડ થવું જોઈએ ? પોતાનાં સંતાનો માટે કેટલા રૂપિયા મૂકીને જવું જોઈએ ? આ એવા બેઝિક પ્રશ્નો છે કે જેના ઉત્તર બધાને જોઈએ છે પરંતુ જો જવાબ મળે તો તેનું પાલન કરવું નથી . ખાસ કરીને જે લોકો અમીર છે , ખાધેપીધે સુખી છે , જેમને ભવિષ્યની આર્થિક ચિંતા નથી , તે લોકો માટે તો આ ઉપરના ત્રણ પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના છે , કારણ કે ઉંમરના એક પડાવ પછી પણ પૈસા કમાવાનો લોભ છૂટતો નથી . આખી જિંદગી પૈસા કમાવા માટે દોડધામ કર્યા પછી નિરાંતથી જિંદગીની મજા ક્યારે લેવીર તેની ખબર પડતી નથી.રૂપિયા કેવી રીતે અને ક્યાં વાપરવા ?


 દુનિયાના મોટાભાગનાં કમ્યુટર બિલ ગેટ્સની કંપની માઈક્રોસોફ્ટના સૉફ્ટવેરથી ચાલે છે . ચીનમાં દર વર્ષે લગભગ ૩૦ લાખ કયૂટર વેચાય છે , પરંતુ ચીનના લોકો સૉફ્ટવેરના પૈસા આપતા નથી . એટલે કે ચીનનાં કમ્પ્યુટરોમાં મોટાભાગે પાયરસીવાળું સૉફ્ટવેર વપરાતું હોય છે , પરંતુ બિલ ગેટ્સ તેનાથી અકળાતા નથી . તેઓ શાંતિથી કહેતા હોય છે કે આજે


તેઓ કમ્યુટર ખરીદે છે તેનાથી હું ખુશ છું . એક દિવસ તે લોકો સોફ્ટવેરના પૈસા પણ આપશે . જ્યાં સુધી તેઓ સૉફ્ટવેરની ચોરી કરે છે ત્યાં સુધી હું ઈચ્છું છું કે તેઓ અમારું જ સૉફ્ટવેર  ચોરે . કારણ એ છે કે એક દિવસ તે અમારા સોફટ્વેરના એડિક્ટ બની જશે . ત્યાં સુધી  અમે કોઈ એવી તરકીબ શોધીશું કે આવનારા દસકામાં તેમની પાસેથી રૂપિયા કેવી રીતે કઢાવી શકાય . છેને કમાલની ધીરજ અને સ્વસ્થતા ! 


દુનિયાની સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સની કુલ સંપત્તિ ૮૯.૯ બિલિયન ડૉલર હોવાનો અંદાજ છે . ટૂંક સમયમાં તેઓ ટ્રિલિયન ડૉલરના ને આસામી થઈ જશે તેવું કહેવાય છે .


બિલ ગેટ્સે દુનિયામાં નંબરવન સૉફ્ટવેર કંપની માઈક્રોસૉફ્ટની સ્થાપના ૨૦ વર્ષની ઉંમરે ૧૯૭૫ માં કરી હતી ૩૨ વર્ષની ઉંમરે ૧૯૮૭ માં બિલ ગેટ્સનું નામ દુનિયાના અબજપતિઓનું લિસ્ટ બહાર પાડતા ફોર્બ્સ મેગેઝિનની યાદીમાં ચમક્યું હતું . 

કેટલાંય વર્ષો સુધી દુનિયાના નંબરવન રિચેસ્ટ મેન તરીકે ફોર્બ્સની યાદીમાં બિલ ગેટ્સનું નામ ચમક્યા કર્યુ . 2007 માં 52 વર્ષની ઉંમરે બિલ ગેટ્સે ૪૦ અબજ ડૉલર એટલે કે 1760 અબજ રૂપિયાનું દાન કર્યું . તે પહેલાં ૫૧ વર્ષની ઉંમરે 2006 માં બિલ ગેટ્સે જાહેરાત કરી દીધી હતી કે બે વર્ષ પછી હું રિટાયર્ડ થવાનો છું . ખરેખર 2008 માં 53 વર્ષની ઉંમરે બિલ ગેટ્સ કંપનીના સર્વોચ્ચ પદેથી રિટાયર્ડ થઈ ગયા અને અત્યારે માત્ર સલાહકાર તરીકે કંપનીમાં સેવા આપે છે . 


બિલ ગેટ્સ નું 2006 થી ફોકસ દુનિયામાં જરૂરિયાતમંદોને કેવી રીતે મદદ કરી શકાય ? 

તેના પર જ રહ્યું છે . એ માટે 2000 માં સ્થાપેલા ચેરિટી ફાઉન્ડેશન , બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા દુનિયાના વિકાસશીલ દેશોના લોકોને મદદ કરવામાં આવે છે . બિલ ગેટ્સનાં ત્રણ સંતાનો છે . બિલ કહે છે કે મારાં સંતાનો માટે હું મારી સંપત્તિનો તમામ હિસ્સો છોડી જવા નથી માગતો . મારી સંપત્તિનો એક ટકા હિસ્સો પણ મારાં સંતાનો માટે છોડી જાઉં તે તેમના માટે પૂરતું છે , કદાચ વધારે રહેશે . 



દુનિયાની સૌથી અમીર વ્યક્તિની આ

ઉપરછલ્લી વિગતો છે , તેના પરથી ખબર પડે છે કે તે નિવૃત્તિ માટે , તેના કમાયેલા રૂપિયા માટે અને તેનાં સંતાનો માટે શું વિચારે છે ? આખી દુનિયા કોરોનાની વૅક્સિન શોધવા પાછળ છે ત્યારે બિલ ગેટ્સના અબજો રૂપિયા કોરોનાની વૅક્સિન શોધવા પાછળ લાગ્યા છે . બિલ ગેટ્સ મોટા ભાગે દુનિયામાં ખેતીનાં કામોમાં થતા રિસર્ચ માટે , અલ્પસંખ્યક સમુદાયોનાં બાળકોની કૉલેજની સ્કોલરશિપ માટે , દુનિયામાં હજુ જેની રસી શોધાઈ નથી તે એઈડ્મના નિવારણ માટે તથા થર્ડ વર્લ્ડના દેશોમાં ફેલાયેલા રોગની સારવાર માટે દાન વાપરે છે . બિલ ગેટ્સે એવા અબજપતિઓનું ગ્રૂપ બનાવ્યું છે કે જેઓ દાન કરવા ઈચ્છતા હોય , દુનિયાનો સૌથી મોટા શેરબજારના રોકાણકાર વોરેન બફેટ પણ બિલ ગેટ્સનાં આ સત્કાર્યોમાં જોડાયો છે . દર વર્ષે ૧.૫ બિલિયન ડૉલરનું દાન બિલ ગેટ્સના ફાઉન્ડેશને કરવાનું નક્કી કર્યું છે . દુનિયામાં પૈસા કમાવા એ અઘરી વાત નથી . કમાયેલા પૈસા તમે કેવી રીતે વાપરો છો ? તે અગત્યની બાબત છે . બિલ ગેટ્સે દુનિયાના . અમીરોને બતાવ્યું છે કે પૈસા કમાઓ , ખૂબ કમાઓ પરંતુ એક તબક્કો આવે ત્યારે કમાયેલા પૈસા દુનિયામાં સદ્કાર્યો પાછળ વાપરો . 


બિલ ગેસનો વૉશિંગ્ટન નજીક દોઢ એકરમાં ફેલાયેલો બંગલો છે . આ બંગલો ૬૦ લાખ ડૉલરમાં બિલ ગેટ્સે ખરીદ્યો હતો . અગત્યની વાત એ છે કે બિલ ગેટ્સે ૩ કરોડ ડૉલરમાં લિઓનાર્ડો દ વિન્ચીના પત્રો અને લેખો ખરીધા છે. આના પરથી આપણને ખબર પડશે કે બિ ગેટ્સની પ્રાયોરિટી શું છે ? લિઓનાર્ડો દ વિન્ચી એવો મહાન ગણિતજ્ઞ થઈ ગયો કે તેણે બનાવેલા કોડ , તેનાં સમીકરણો હજુ આજે પણ રહસ્યમય ગણાય છે . તેણે પોતાના બંગલા કરતાં એક ગણિતજ્ઞની મહેનત , તેની શોધ , તેના સંશોધનને વધારે મહત્ત્વ આપ્યું છે અને 


દુનિયાને બતાવ્યું છે કે નૉલેજ પાવર છે . અમીર બનવા માટે ટિપ્સ આપતાં બિલ કહે છે કે જો તમારે આગળ વધવું હોય તો સાયન્સ , એન્જિનિયરીંગ અને ઈકોનોમિક્સની બેઝિક જાણકારી તમારી પાસે હોવી જોઈએ . આ ત્રણ વસ્તુઓ એવી છે કે જે તમને કરોડપતિ બનાવી રોકે છે . તમે કમ્યુટરના પૂરેપૂરા જાણકાર હોવ તે જરૂરી નથી પરંતુ આજના સમયમાં તેની બેઝિક જાણકારી હોવી જરૂરી છે . તમારે એ જાણવું જોઈએ કે મેથ્સ  અને સાયન્સ કામ કેવી રીતે કરે છે ? અમારામાંથી કેટલાક લોકો માટે ફરી પાછી ચાંપડીઆ ઉઠાવીને તેને વાંચવા માટે હવે બહુ મોડું થઈ ગયું છે




પરંતુ નવી જનરેશનને તો એ સલાહ આપી જ શકીએ કે તમારા સાચા મિત્રો પુસ્તકો છે . બિલ ગેટ્સ - જ્યાં હોય ત્યાં આજુબાજુ પુસ્તકો કાયમ હોય છે . દુનિયાના નંબરવન રિચેસ્ટ મેન રોજ રાત્રે શું કરતા હશે ? બિલ ગેટ્સ સહેજ પણ શરમ રાખ્યા વગર કહે છે કે રોજ રાત્રે હું મારી પત્ની સાથે ડિનર કર્યા બાદ પ્લેટ સાફ કરું છું . આ ૧૫-૨૦ મિનિટ એવી છે કે જે દરમિયાન હું પત્ની સાથે મજાક મસ્તીભરી વાતો કરી લઉં છું . મારા માટે દિવસની આ ૨૦ મિનિટ સૌથી અમૂલ્ય હોય છે . બિલ ગેટ્સનું આમ જીવન પણ બહુ ઝાકમઝોળવાળું નથી . તાજેતરમાં સિએટલમાં બિલને લોકોએ ફાસ્ટફૂડ શોપની બહાર બર્ગર ખરીદવા લાઈનમાં ઊભેલા જોયા હતા . જે વ્યક્તિએ 5.41 લાખ કરોડ ડૉલરની સંપત્તિનું અત્યાર સુધીમાં દાન કર્યું છે તે વ્યક્તિ સામાન્ય માણસની જેમ બર્ગર ખરીદવા એક સામાન્ય રેસ્ટોરાંની બહાર લાઈનમાં હોય એ ભારતીય નાગરિકોને તો માન્યામાં પણ ન આવે ! બિલ ગેટ્સનો બર્ગર ખરીદવા લાઈનમાં ઊભેલો ફોટો કોઈકે પાડીને સોશિયલ મીડિયા પર મૂક્યો તો બે દિવસમાં 19 હજાર લોકોએ તેને લાઈક કર્યો અને 15 હજારથી વધુ લોકોએ તેને શૈર કર્યો . કૉમેન્ટ્સમાં લોકોએ લખ્યું કે , હું આ જોઈને ખૂબ ખુશ થયો કે દુનિયાની સૌથી અમીર વ્યક્તિ સામાન્ય માણસની જેમ બર્ગર ખરીદવા લાઈનમાં ઊભી છે . બિલ ગેટ્સ આજના સમયમાં ખૂબ વંચાય છે , તેમણે પુસ્તકો લખ્યાં છે , તેમના જીવન પરથી ફિલ્મ બની છે . બિલ ગેટ્સની ફિલોસોફી પણ ખૂબ ચર્ચિત છે . બિલ ગેટ્સ કહે છે , ગૂગલ હોય કે ઍપલ અમારા શાનદાર હરીફો જ અમને સતર્ક રાખતા હોય છે . ગ્રાહકો માટે બિલ ગેટ્સની વ્યાખ્યા ખૂબ જ આગવી છે . તેમનું માનવું છે કે , તમને તમારા અસંતોષી ગ્રાહકો જ નવું શીખવા પ્રેરનાર સૌથી મોટા સ્ત્રોત છે . જીવન કાયમ ન્યાયયુક્ત હોતું નથી . તે વાતની આદત .પડતાં શીખો.


જો તમે સારા ન બની શકો તો ઓછામાં ઓછું એવું કરો જ કે તમે સારા દેખાવ . દિવસના કલાકો ટેલિવિઝન પાછળ ગાળતા લોકો માટે તે કહે છે કે ટેલિવિઝન એ અસલી જિંદગી નથી , અસલી જિંદગીમાં તો લોકોએ કોફીનો કપ છોડીને નોકરી પર જવું પડે છે . ટીકાને બિલ ખૂબ જ પોઝિટિવ રીતે જુએ છે . તેમનું કહેવું છે કે આપણે સૌને એવા લોકોની જરૂરત છે કે જે આપણને ફીડબેક આપે , તેનાથી આપણે ઈમ્પ્રુવ થઈએ છીએ . શિક્ષકો પ્રત્યે બિલને ખૂબ જ આદર છે . તેમનું કહેવું છે કે જો તમને લાગે કે તમારા ટીચર ખૂબ જ કઠોર છે તો ત્યાં સુધી રાહ જુઓ જ્યાં સુધી તમને બૉસ ન મળી જાય


બિલ ગેટસનો આખો દૃષ્ટિકોણ જ આપણાથી અલગ છે . સમાજમાં આળસુ માણસોની ટીકા થાય છે ત્યારે બિલ ગેટ્સનું કહેવું છે કે અઘરું કામ કરવા માટે હું આળસુ વ્યક્તિને શોધું છું . કારણ કે એક આળસુ વ્યક્તિ જ અઘરા કામને સરળતાથી કેવી રીતે કરાય તેનો રસ્તો શોધી આપશે .


Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે