કેવળ ભૌતિક દ્રષ્ટિએ નહીં , પણ સંતોષજન્ય અર્થમાં સફળ થવા માટેનાં પથદર્શક 5 સૂત્રો .
૧. ઉન્નતિ તેની થાય છે , જે સન્નિષ્ઠ અને શુદ્ધ પ્રયત્નોથી ધ્યેય સિદ્ધ કરવા મથતો રહે છે . માત્ર ઊંચે ચઢવું એ ઉન્નતિ નથી .
૨. વીતેલી વાતોનું વારંવાર સ્મરણ , આવતીકાલનું અતિ સ્મરણ અને આજની ઉપેક્ષા અનર્થો સર્જી શકે છે , એટલું યાદ રાખો .
૩. ક્રોધની આગથી શત્રુતાનો પુલ તૈયાર કરવાનો કદીયે વિચાર ન કરશો .
૪. પાપની કમાણીથી તિજોરી ભરશો નહીં , બીજાના કાળજે ઘા કરે એવું બોલશો નહીં , રોગ નોંતરે એવું ખાવાની દાંત અને જીભને સ્વતંત્રતા આપશો નહીં .
૫ . ગૃહસ્થાશ્રમી બની બહેકશો નહીં , ધરમાં અને વ્યવહારમાં સંયમના ચોકીઆતને 24 કલાકની ડયૂટી આપજો
Comments