Philodendron_આ નાનકડો છોડ ચાર લાખ રૂપિયામાં વેચાયો ફિલોડેડ્રોન
ન્યૂજર્સીની એક ટ્રેડ મી નામની વેબસાઇટે એક છોડને વેચવા માટે હરાજી યોજી . ત્યારે બોલી લગાવી તો તેને ખરીદવા માટે ભીડ લાગી ગઈ હતી . આખરે ન્યૂઝીલેન્ડના એક નાગરિકે સૌથી ઊંચી કિંમતે ( ૮.૧૫૦ ન્યૂઝીલેન્ડ ડૉલરમાં ) આ છોડ ખરીદ્યો હતો . તેને રૂપિયામાં ગણીએ તો લગભગ ૪ લાખ રૂપિયા થાય . આ છોડની ખાસિયત એ છે કે તેના પર ક્યારેક ક્યારેક પીળ ગુલાબી , ક્યારેક સફેદ તો ક્યારેક જાંબલી રંગનાં પાંદડાં આવે છે . આ દુર્લભ છોડનું નામ ફિલોડેડ્રોન મિનિમાં છે . તેને વેચનાર વેબસાઈટ ટ્રેડ મીમાં છોડ વિશે જાણકારી આપી છે કે છોડ પર ચાર પાંદડાં હોય છે . હાલ તેનો રંગ પીળામાંથી લીલો થઈ રહ્યો છે . લીલા રંગનાં પાંદડાં છોડને પ્રકાશ સંશ્લેષણ પૂરું પાડે છે અને પીળા રંગનાં પાન છોડના વિકાસ માટે ખાંડનું ઉત્પાદન કરે છે . તેની માંગ સૌથી વધુ અમેરિકા , કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં છે .
Comments