એક રચના ..ક્યાંથી ફાવે...?
બીતાં બીતાં જીવવું સાલું ક્યાંથી ફાવે..?
સુક્ષ્મોને કરગરવું સાલું ક્યાંથી ફાવે..?
મેલા ઘેલા હાથોને ઘસી લઈએ તોય ચાલે
ચોખ્ખાચટ્ટને ઘસવું સાલું ક્યાંથી ફાવે..?
ના ભેટા ભેટી, ના ધબ્બા ધબ્બી, અને ના ઉષ્મા કે હૂંફ વીના, બસ આઘા ઉભા ઉભા હસવું સાલું ક્યાંથી ફાવે..?
લોભામણાં રૂપ ને કાળા પડદા પાછળ છુપાવી
અંદરથી સમસમવું સાલુ ક્યાંથી ફાવે..?
હાલની મારી પરિસ્થિતિને સમજી
*પ્રભુ તને પણ પૃથ્વી પર અવતરવું*
*સાલુ ક્યાંથી ફાવે..?*
Comments