Stonefish દુનિયાની સૌથી જીવલેણ ઝેરીલી માછલી સ્ટોનફિશ
ર્કવૃત્ત વિસ્તારના દરિયામાં તરવાનો કે સમુદ્રની જીવસૃષ્ટિને જાણવા - માણવાનો શોખ હોય તો એક માછલીથી હંમેશાં સાવધાન રહેવું . તેનું નામ સ્ટોનફિશ છે . સ્ટોનફિશ દેખાવે તદ્દન પથ્થર જેવી જ હોય છે . દરિયાના તળિયે વિખરાયેલા ખડકના ટુકડાઓ વચ્ચે એ
સ્થિર રહી તરતી હોય તો ખડક જ લાગે . આપણને તે માછલી સ્વરૂપે તો દેખાય જ નહીં . તેથી જ આ માછલી ખૂબ જોખમી છે . ભૂલથીય તો તમારો પગ કે હાથ આ માછલીને હડી જાય તો અડતાંની સાથે જ ગણતરીની સેકન્ડોમાં તમારું મૃત્યુ થઈ જાય . આ કારણસર ઘણા દરિયાકિનારે ચેતવણી લખી હોય છે કે પાણીમાં જાવ તો કોઈપણ ખડકથી દુર રહેજો . જો તમને કોઈ ખડક હિલચાલ કરતો દેખાય તો તરત જ તેનાથી દૂર ભાગી આવવું . પાણીની બહાર નીકળી આવવું . સામાન્ય રીતે આ સ્ટોનફિશ મકરવૃત્ત રેખાની આજુબાજુના દરિયામાં જોવા મળે છે .
જો સ્ટોનફિશ પર તમારો પગ પડી જાય તો જેટલા વજન સાથે તમારો પગ તેની ઉપર પડ્યો હોય તેટલા જ વજન સાથે તે ન્યૂરોટોક્સિન ઝેર છોડે છે . જો તેનું ઝેર તમારા શરીરના કોઈ ભાગ ઉપર પડી જાય તો જીવ બચાવવા માટે તમારે બે સેકન્ડમાં શરીરનો એ ભાંગ કાપી નાખવો પડે . નહીં તો પાંચ દસ સેકન્ડમાં તમારું મૃત્યુ થઈ શકે છે . આ માછલીની ઝેર છોડવાની વીજળિક હોય છે . તેને અડતાં જ અડધી સેકન્ડમાં ઝેર છોડે છે . એનું ઝેર એટલું તીવ્ર હોય છે કે તેનું એક જ ટીપું શહેરના વોટર સપ્લાયમાં નાંખી દો તો શહેરના બધા માણસો પાણી પીતાં જ મરી જાય !
Comments