વોટ્સએપ પર આ રીતે એક જ વાર જોઈ શકાય તેવા વીડિયો અને તસવીર શેર કરો
વોટ્સએપ યૂઝર્સ માટે સ્નેપચેટ નામે એક નવું ફીચર તાજેતરમાં દાખલ કરવામાં આવ્યું છે . તે ફીચરને યૂઝર્સ પોતાના કન્ટેન્ટને એવા વીડિયો કે ફોટોના સ્વરૂપમાં મોકલી શકે છે કે જેને સામેના યૂઝર્સ માત્ર એકવાર જોઇ શકે . વોટ્સએપે આ ફીચરનું નામ વ્યૂ વન્સ રાખ્યું છે . તે ફીચરની મદદથી યૂઝર આપોઆપ ડિસએપિયર થતા મેસેજ સેન્ડ કરી શકશે . આ ફીચરની મદદથી મોકલવામાં આવતા વીડિયો કે તસવીર રીસીવર એકવાર જોઇ લે પછી આપોઆપ ડિલીટ થઇ જતા હોય છે . આ પ્રકારને નીચે મુજબ મેસેજ કરી શકાય . આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારી પાસે વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન હોવું જોઇએ .
વોટ્સએપ પર ડિસએપિયરિંગ તસવીર કે વીડિયો મોકલવા માટે તમારે સૌ પ્રથમ એપ ઓપન કરવું પડશે . તે પછી વોટ્સએપ ચેટમાં જવું પડશે . અહીં તમારે ચેટબોક્સમાં પેપરક્લિપ ઓપ્શન પર ક્લિક કરવું પડશે . તે પછી ફોટો કે વીડિયોને સિલેક્ટ કરવાનો રહેશે . પ્રિવ્યૂ સ્ક્રીન પર તમને ટેક્સ્ટ બાર માં ૧ નો આઇકોન જોવા મળશે . કન્ટેન્ટ મોકલતાં પહેલાં તે ૧ પર ક્લિક કરો . આમ કરવાથી રિસીવર તે કન્ટેન્ટને એક જ વાર ખોલી શકશે .
Comments