તમારા કોન્ટેક્સ લિસ્ટમાં ઘણાં એવા મિત્રો હશે , જે નિયમિત રીતે તમને ફાલતુ મેસેજ કરીને હેરાન કરતા હશે . અહીં તકલીફ એ હોય છે કે તમે તેમને મેસેજ નહીં મોકલવા કહી પણ શકતા નહીં હો . મોટાભાગે આવા લોકો ગૂડ મોર્નિંગ કે મૉટિવેશનલ મેસેજ કરીને હેરાન કરતા હોય છે . જો તમે પણ મિત્રો કે અન્ય કોઈ વ્યક્તિના આવા નકામા મેસેજીસથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા ઈચ્છો છો , તો અહીં તમને એક એવી તરકીબ બતાવી રહ્યાં છીએ , જેની મદદથી તમે તે મિત્રને બ્લૉક કર્યા વિના તેના મેસેજથી છુટકારો મેળવી શકો છો . હાલમાં જ વોટ્સઍપે આ ફીચરનું રિપૅક્ડ વર્ઝન રજૂ કર્યું છે ત્યારે અહીં એ ટ્રીક વિશે તબક્કાવાર જાણકારી મેળવીએ . આ ટ્રીકનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં તમારે તમારું વોટ્સઍપ ઍકાઉન્ટ ખોલવાનું છે .
» હવે તે કોન્ટેક્ટને સર્ચ કરો જે તમને વારંવાર ફાલતુ મેસેજ કરીને હેરાન કરે છે . » ત્યારબાદ તમે એ કોન્ટેક્ટ નંબર પર થોડા સમય સુધી આંગળી પ્રેસ કરીને રાખો . આમ કરવાથી કેટલાક વિકલ્પો તમારી સ્ક્રીન પર જોવા મળશે . તમારે તેમાંથી
‘ Archive Chat ’ નો વિકલ્પ પસંદ કરવાનો છે . જેવું તમે તે ક્લિક કરશો , એ પછી વારંવાર મેસેજ કરનાર વ્યક્તિનો કોન્ટેક્ટ નંબર આર્કાઈવ બોક્સમાં ચાલ્યો જશે . એ પછી એ નંબર પરથી વારંવાર આવતા નોટિફિકેશન કે મેસેજ તમારા વોટ્સઍપ પર દેખાતા બંધ થઈ જશે . તમે ઈચ્છો તો તેમના દ્વારા મોકલવામાં આવતા મેસેજને આર્કાઈવ સેક્શનમાં જઈને જોઈ શકશો . જો તમે એ કોન્ટેક્ટ નંબરને આર્કાઈવમાંથી દૂર કરવા માંગતા હો , તો તેના માટે ફરી ‘ Archive Chat ' માં જઈને તેને ‘ Unarchive Chat ’ કરી દો , ફરી મેસેજ અને નોટિફિકેશન આવતા શરૂ થઈ જશે .
Comments