તમારો ફોન વેચવા જઈ રહ્યાં છો , તો આટલી બાબતો ધ્યાનમાં રાખો
આપણામાંથી મોટાભાગના લોકો નવો ફોન ખરીદ્યા પછી જૂનો ફોન વેચી દેતા હોય છે . જૂનો ફોન વેચી દેવો એ ફાયદાનો સોદો છે પણ જો વેચતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો શક્ય છે ભવિષ્યમાં તમને કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે . તમારા ફોન થકી જરૂરી ડેટા અન્ય સુધી પહોંચી શકે છે અથવા તો તે લીક થવાની શક્યતા વધી જાય છે . જો તમે પણ જૂનો ફોન વેચવા જઈ રહ્યાં છો તો અહીં આપેલી બાબતોનું ખાસ ધ્યાન રાખો .
વોટ્સએપનું બેકઅપ રાખવું જો તમારા વોટ્સઍપ ઍકાઉન્ટમાં જરૂરી ચૅટ કે ફાઈલ્સ છે , તો તમારે ફોન વેચતા પહેલાં તેનું બેકઅપ ચોક્કસ લઈ લેવું જોઈએ . જો એવું નહીં કરો તો તમારો ઉપયોગી ડેટા કાયમ માટે અન્યના હાથમાં જતો રહેશે .
Data Reset રિસેટ કરતાં પહેલા ધ્યાન રાખો
ફોન વેચતા પહેલાં જો તમે ફેક્ટરી ડેટાને રિસેટ કરવા જઈ રહ્યાં છો તો તમારા ફોનના તમામ એકાઉન્ટમાંથી લોગ આઉટ કરી લેવું . ફોનને રિસેટ કર્યા પછી પણ તમારા જરૂરી ડેટાને કોઈ ડિસ્કની રિકવરી
ટૂલની મદદથી રિકવર કરી શકાય છે . એવામાં તમારે ફેક્ટરી ડેટા રિસેટ કર્યા પછી ફોનમાં પબ્લિક ડોમેઈનની ચીજોને સ્ટોર કરીને તેને ફરી રિસેટ કરવી જોઈએ . આમ કરવાથી તમારા ફોનમાં સ્ટોર થયેલી બધી Cache ફાઈલો કાયમ માટે ડિલીટ થઈ જશે .
ઘણી વાર એવું થતું હોય છે કે ફોન વેચતી વખતે આપણને તેની અંદર રહેલું માઈક્રો એસડી કાર્ડ યાદ જ નથી આવતું . એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે એસડી કાર્ડ કાઢી લઈએ . ઘણી વાર ફોન વેચાઈ ગયા પછી તેની અંદર એસડી કાર્ડ રહી ગયાનું યાદ આવતું હોય છે , પણ ત્યાં સુધીમાં ફોન ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો હોય છે . તેનાથી તમારી અનેક મહત્ત્વની માહિતી સાવ અજાણ્યા શખ્સો પાસે પહોંચી જઈ શકે છે અને તેનો દુરુપયોગ પણ થઈ શકે છે .
તમારો ફોન એનક્રિપ્ટેડ છે કે નહીં?
ફોન વેચતી વખતે તેને રિસેટ કરતા પહેલાં એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા ફોનની મેમરી એનક્રિપ્ટેડ છે કે નહીં ? જો નથી , તો તમે જાતે તેને એન્ક્રિપ્ટ કરી શકો છો . એમ કર્યા પછી તમારા ફોનમાંથી જૂનો ડેટા મેળવવો મુશ્કેલ થઈ જશે .
Comments