જહાજ પાણીમાં કેવી રીતે આગળ વધે છે ?
કાર જેવા વાહનોના પૈડા જમીન પર ફરીને આગળ વધે પરંતુ પાણીમાં તરતું જહાજ પાણીમાં કઈ રીતે આગળ વધે તે જાણો છો ? પાણી નક્કર વસ્તુ નથી એટલે તેમાં પૈડા ન ચાલે . જહાજને આગળ ધક્કો મારવા માટે પ્રોપેલર નામનો પંખો હોય છે . આ પંખો પેટ્રોલ કે અન્ય ઇંધણથી ચાલતા એન્જિન વડે પ્રોપેલર છે . જહાજની પાછળ પાણીમાં ડુબેલું રહે છે . તેના પાંખીયા ત્રાંસા હોય છે . તમે સ્ક્રૂ જોયા હશે . તેના વળ ચડેલા ત્રાંસા આંટાને કારણે તેને ફેરવવાથી લાકડામાં ઊંડે ઉતરે છે . જહાજનું પ્રોપેલર પણ આવું જ કામ કરે છે . તે પાણીને કાપીને આગળ ધકેલાય છે . જો કે તેના બળથી ૭૦ ટકા પાણી પાછળ ધકેલાય છે . અને બાકીનું બળ પ્રોપેલરની સાથે જહાજને આગળ ધપાવે છે .
જહાજનું વજન , પડખાનું જહાજના ઘર્ષણ વગેરે પણ જહાજની ગતિમાં કરે અવરોધ એટલે પ્રોપેલર
ખૂબ જ મોટાં રાખવા પડે . સામાન્ય રીતે પ્રોપેલર મિનિટના ૮૦ થી ૧૨૦ આંટા . મોટાં જહાજોમાં ૧૫ ફૂટ લાંબા પાંખિયા વાળા પ્રોપેલર હોય છે.પ્રોપેલર ઝડપથી એટલે જહાજ ઝડપથી ચાલે એવું નથી . ક્યારેક પ્રોપેલરની પાછળ પાણીમાં હવાના પરપોટા તેના ધક્કાનું બળ ઓછું કરે છે . સરવાળે જહાજને પ્રોપેલરની શક્તિનો માંડ ૩૦ ટકા ભાગ જ આગળ ધપાવવામાં કામ લાગે છે . આમ જહાજને જમીન પર ચાલતાં વાહનો કરતા વધુ બળતણની જરૂર પડે છે .
Comments