ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારા સાવધાન ! FBI એ જાહેર કરી ચેતવણીઓ
અમેરિકી ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન ( FBI ) એ સ્થાનિક સ્તરે વધી રહેલા ક્રિપ્ટો કરન્સીના કૌભાંડને લઈને કેટલીક ચેતવણીઓ જાહેર કરી છે . એજન્સીએ લોકોને સતર્ક કરતાં જણાવ્યું હતું કે કૌભાંડીઓ લેવડદેવડ પૂર્ણ કરવા માટે નિર્દોષ લોકો દ્વારા ફિઝિકલ ક્રિપ્ટો કરન્સી એટીએમ અને ડિજિટલ ક્યૂઆર કોડનો ઉપયોગ કરાવી રહ્યાં છે . અમેરિકા ક્રિપ્ટો સ્પેસને નિયંત્રિત કરવા પર કામ કરી રહ્યું છે , તેમ છતાં બિટકોઈન એટીએમ અમેરિકા ઉપરાંત અન્ય દેશોના પબ્લિક પ્લેસમાં પણ વધી રહ્યાં છે . એફબીઆઈ લોકોને અજાણ્યાં કૉલર્સની ક્રિપ્ટો પેમેન્ટ રિકવેસ્ટ પર ધ્યાન ન આપવાની સલાહ આપે છે . સાથે જ તેણે લોકોને આવા કૉલર્સ સાથે પોતાની પર્સનલ માહિતી શૅર ન કરવા પણ કહ્યું છે .
વધુમાં એફબીઆઈએ પોતાની ચેતવણીમાં જણાવ્યું છે કે કૌભાંડીઓ મોટાભાગે લોકોને પેમેન્ટ કરવા માટે વિનંતી કરે છે અને ભોગ બનનારના ફાયનાન્શિયલ ઍકાઉન્ટ જેવાં કે રોકાણ કે રિટાયરમેન્ટ ઍકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા કહે છે . લેણદેણ દરમિયાન કૌભાંડી પોતાના ક્રિપ્ટોકરન્સી વૉલેટ સાથે જોડાયેલો એક ક્યૂઆર કોડ આપે છે . જેને સ્કેન કરતા જ ભોગ બનનાર પાયમાલ થઈ જાય છે .
Comments