એ ક સમયે ભારત દેશને સોનાની ચિડિયા કહેવામાં આવતો હતો . આજે પણ ભારતમાં સોના વગર લગ્ન થતાં નથી . એવી એક પણ વ્યક્તિ નહીં હોય જેણે સોનું જોયું ન હોય . ધરતીનું ૮૦ ટકા સોનું આજે પણ જમીનની નીચે દટાયેલું છું . દરિયામાં એટલું સોનું છે કે જો બધું સોનું કાઢી નાંખવામાં આવે તો દરેક વ્યક્તિના ભાગમાં ૪ કિલો સોનું આવી શકે . સોનું અને કોપર એવી ધાતુ છે જેની શોધ સૌથી પહેલાં થઇ હતી . સોનાની શુદ્ધતાને કેરેટમાં માપવામાં આવે છે . સોનું ૧૦ , ૧૨ , ૧૩ , ૧૮ , ૨૨ અને ૨૪ કરેટનું હોઇ શકે છે . કહેવાય છે કે ભૂકંપ આવે ત્યારે પાણી સોનામાં બદલાઇ જાય છે . શુદ્ધ સોનું એટલું મુલાયમ હોય છે કે આપણે તેને હાથથી વાળી શકીએ છીએ . એક તોલા સોનામાંથી એક વાળ જેટલી જાડાઇ ધરાવતો ૫૪૦૦ ફીટ લાંબો તાર બનાવી શકાય છે . સોનું ફક્ત કોઇ ચોક્કસ દેશમાંથી નીકળે છે ,
એ ખોટી માન્યતા છે . તેને ધરતીના દરેક મહાદ્વીપમાંથી કાઢી શકાય છે . દુનિયાભરના વૈજ્ઞાનિકોનું માનવું છે કે સોનું ફક્ત ધરતી ઉપર જ નહીં પરંતુ બુધ , મંગળ અને શુક્ર ગ્રહ ઉપર પણ મળી શકે છે . આમ જોવા જઇએ તો સોનું બધાને ગમે છે , પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં અમુક લોકો એવા પણ જેને ગોલ્ડથી ડર લાગે છે . આ ડરને અવન
ઓરોફોબિયા કહેવામાં આવે છે . વિશ્વભરમાંથી સૌથી મોટું બિસ્કિટ ૨૫૦ કિલોનું છે . સોનાનો સૌથી મોટો ટુકડો ઓસ્ટ્રેલિયામાંથી મળ્યો હતો . જે લગભગ ૬૯ કિલોનું શુદ્ધ સોનું હતું . જે જમીનમાંથી ફક્ત બે ઇંચ નીચેથી જ મળ્યો હતો . ૧૯૧૨ પહેલાં ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ શુદ્ધ સોનાનું આપવામાં આવતું હતું . આજે ગોલ્ડ મેડલમાં મિક્સ સિલ્વર કરવામાં આવે છે . સોનું પહેરવું આપણી ત્વચા માટે ફાયદાકારક છે . સોનાના દાગીના પહેરવાથી
ત્વચાની ડેડ સેલ્સ નાશ પામે છે . અંતરિક્ષ યાત્રીઓના હેલ્મેટ બનાવવામાં ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે . ગોલ્ડ સૂર્યમાંથી આવનારી ખતરનાક કિરણોને રિફ્લેક્ટ કરી દે છે અને હેલ્મેટની અંદર ઠંડક જાળવી રાખવામાં મદદ કરે છે . ભારતીય મહિલાઓ પાસે દુનિયાનું આશરે ૧૧ ટકા સોનું હોવાનું મનાય છે . આ સાનું અમેરિકા અને જર્મની જેવા દેશોના કુલ સોના કરતાં વધારે છે . આખી દુનિયામાં સૌથી વધારે સોનાની ખપત ભારતમાં છે . પરંતુ દુનિયાના કુલ સોનાનું ઉત્પાદન ફક્ત ૨ ટકા ભારતમાં થાય છે . ભારતમાં વધારે સોનું મૈસૂરના કોલારની ખાણોમાંથી , સિક્કિમ રાજ્યમાંથી અને બિહારની માનસૂન અને સિંહભૂમમાંથી નીકળે છે . ધરતીથી સૂર્ય જેટલી લાંબી તાર બનાવવા માટે ૬૦ ટન સોનાની જરૂર પડે છે . કહેવાય છે કે આપણા શરીરમાં આશરે ૦.૨ મિલીગ્રામ સોનું હોય છે . એમાંથી વધારે સોનું આપણાં લોહીમાં હોય છે .
Comments