હરીફાઈ નો જમાનો છે તમારા હરીફો ને હફાવાં નવી નવી રણનીતિ બનાવો
ત મે જ્યારે પણ કંઈક નવું કરવા માગો છો ત્યારે શું તમે ઈલોન મસ્ક કે બિલ ગેટ્સ અંગે વિચારો છો ? કે પછી સિલિકોન વેલી , ઇન્ફોસિસ , સ્ટીવ જોબ્સ ? બીજું કંઈ નહીં તો કોઈ ટેક્નોસેવી મિત્ર અંગે જ વિચારો છો ? મોટાભાગના લોકો કંઈક આવું જ વિચારતા હોય છે .
એ વાત પણ સાચી છે કે મોરબી માં તળાવના કિનારે એક ખુરશીની દુકાન લગાવનાર નાઈ અને સુરત માં પાણીપૂરી વેચનારાની પાસ પણ અસંખ્ય આઈડિયા હોય છે . એવા આઈડિયા જે ગ્રાહકોની અપેક્ષાની નજીક હોય છે . ઉદાહરણ જુઓ . ગુજરાત ના મોરબીમાં તળાવના કિનારે એક નાઈની દુકાન છે . માત્ર એક ખુરશીની દુકાન , નામ છે ‘ એક સલૂન ' . આ દુકાન ચલાવનાર ક્યારેય ખાલી બેસતો નથી . જુના બસ સ્ટેશન નજીક મયૂર બ્યૂટી સલૂન ચલાવનાર નાઈ શહેરના મોટાં મોટાં પાર્લરોમાં જતો રહે છે ,
જેથી નવી ટેક્નિકથી અપડેટ થતો રહે . આવી જ રીતે સુરત મા . પાણી પુરી વાળા ની મોળે સુધી લારી ખુલ્લી રહે છે ત્યાં સુધી અહીં ભીડ ઓછી થતી નથી . તેની પાણીપૂરી ખૂબ જ પ્રખ્યાત છે . એક પ્લેટમાં સાત પૂરી અને દરેકમાં એક સરખો જ મસાલો , પરંતુ પાણી અલગ - અલગ . આ જ રીતે જ્યારે તમે મોરબી - સુરત હાઈવે પર ડ્રાઈવ કરતા હો ત્યારે તમને એક પછી એક અસંખ્ય હોટલો જોવા મળશે . આ દરેક હોટલ બહાર એકાદ - બે કાર ઊભેલી જોવા મળશે , એક નામાંકિત હોટલ છે તમે ગમે ત્યારે અહીં જાવ , કાર પાર્ક કરવા માટે તમને સરળતાથી જગ્યા નહીં મળે . અહીં ગાડીઓની ભીડ હંમેશાં રહેછે . એક પણ ટેબલ ખાલી નહીં દેખાય .
કદાચ હોટલ ગ્રાહકોની જરૂરિયાતને સારી રીતે સમજે છે . તેને સારી રીતે અમલમાં મૂકી શકે છે . આ જ કારણ છે કે દરેક સિઝનમાં આ હોટલ હાઉસફુલ જ રહે છે , જ્યારે અન્ય હોટલ સરેરાશ 35 ટકા સુધી જ ભરાય છે . મેં અનેક ગ્રાહકોને કારણ પૂછ્યું તો દરેકનો એક જ જવાબ હતો , ‘ ખાવાનું સારું છે . ’ આ હોટલ ની ભોજનની ક્વોલિટી અને સ્વાદ દરેકને ગમે છે અને પછી વર્ષો સુધી લોકો આ હોટલ સાથે જોડાયેલા રહે છે .
અહીં દરેક રાત દિવાળી જેવી હોય છે . અહીં આવેલી હોટલના માલિકોના નવા આઈડિયા અને પ્રયાસોને કારણે અહીં દુનિયાની તમામ જાણીતી બ્રાન્ડના ખાણી - પીણીના કાઉન્ટર ખૂલેલા છે . ફંડા એ છે કે જો તમે એક વ્યવસાયી છો અને નાનો કારોબાર કરી રહ્યા છો તો તમારે સ્પર્ધામાં ટકી રહેવા માટે એક રણનીતિ બનાવવી પડશે . હરીફોની ભીડમાં તમે અલગ કેવી રીતે દેખાશો એ બાબતનું ધ્યાન રાખવું પડશે . યાદ રાખો કે નવા નવા પ્રયોગો કરતાં રહેવું માત્ર બુદ્ધિશાળી લોકોનું જ કામ નથી , તેને કોઈ પણ કરી શકે છે .
Comments