કરિયર માં જીવન માં પોતાના ક્ષેત્ર માં સફળ થવા માટે જાણો છ પદ્ધતિઓ
સવારે આપણે પડકારો , કેટલાક નવા વિચારોની સાથે ઊઠીએ છીએ . આ જીવનનો ભાગ છે . કેટલાક લોકો પરિવર્તનથી ભાગે છે તો , કેટલાક લોકો પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરવાથી છટકે છે તો , કેટલાક લોકો નિર્ણય લેવાથી જ ડરે છે . આવો , કેટલીક એવી પદ્ધતિઓ વિશે જાણીએ , જેનાથી તમને કોઇ નિર્ણય લેવામાં કોઇ પરેશાની થશે નહીં ... ઘણી વાર આપણે ખતરો જોઇને ડરી જઇએ છીએ . એના કારણે ખોટા નિર્ણય લઇએ છીએ અથવા જવાબદારીઓથી ભાગીએ છીએ . જો કે , આપણે ખતરાઓની આગળ જોવાનો પ્રયાસ કરવો જોઇએ કારણ કે , ઘણી વાર વાત એટલી ગંભીર હોતી નથી જેટલી આપણે વિચારીએ છીએ .
આપણે ત્રણ પ્રકારના ઝોનમાં રહીએ છીએ . કમ્ફર્ટ ઝોન , લર્નિંગ ઝોન અને પેનિક ઝોન . સતત પ્રેક્ટિસ કરવી અને નવું શીખવાથી પેનિક ઝોનમાંથી બહાર નીકળવાનું સરળ થઇ જાય છે . તેનાથી કમ્ફર્ટઝોનનો દાયરો વધે છે .
જ્યારે પણ તમે હિંમત હારી જાવ અને કામ છોડવાનું વિચારો તો , એક નાનું પગલું જરૂર ભરો . તેનાથી તમને તમારી કાબેલિયત વિશે ખબર પડશે .
કોઇ કામને મોકૂફ ન રાખો અથવા તેની અવગણના ન કરો . એમ કરવાનું એક જ કારણ હોઇ શકે છે કે , તમે પરિણામોથી ડરો છો . સમયની સાથે કામ વધતું જશે અને તમારા માટે કામ કરવાનું મુશ્કેલ થશે . પ્રેશર અને સ્ટ્રેસ પણ વધશે .
તમે ધાર્મિક માણસ છો . ભગવાન અને ધર્મમાં વિશ્વાસ કરો છો તો , તમને જાણતા હશો કે , ભગવાન પોતાના દરેક માનવીને મજબૂત બનવાનું કહે છે . દિવસે થોડીક વા ૨ ભગવાનનું લો . એનાથી શરીરમાં શક્તિનો સંચાર થશે .
જ્યારે પણ આપણે કોઇ મુશ્કેલ પરિસ્થિતિમાં હોઇએ છીએ અથવા કોઇ સમસ્યા હોય છે તો , તમે ઊંઘ સાથે સમાધાન કરીએ છીએ . પૂરતું ઊંઘતા નથી . જ્યારે મુશ્કેલીઓને પહોંચીવળવા માટે ઊંઘ જરૂરી છે . સારી ઊંઘ લેવાથી તમે મુશ્કેલીઓ વધુ સારી રીતે દર કરી શકશો .
કોમ્પિટિશનથી ડરશો નહીં . દરેક વ્યક્તિનો કોઇ ને કોઇ કોમ્પિટીટર હોય છે . કોમ્પિટીટરનો હાવભાવ જોઇને ડરશો નહીં . જીતવાની પ્રથમ નિયત પાર્ટિસિપેટ કરવાની હોય છે .
Comments