Skip to main content

આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ કૃત્રિમ બુદ્ધિ માનવજાત માટે - આશીર્વાદ કે અભિશાપ

 આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ કૃત્રિમ બુદ્ધિ માનવજાત માટે - આશીર્વાદ કે અભિશાપ




બુદ્ધિ , મન અને આત્મા એ વિષય પર શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વિસ્તૃત ચર્ચા થઈ છે . બુદ્ધિના કારણે જ માનવી અન્ય પ્રાણીઓથી જુદો પડે છે . બુદ્ધિ એ ઈશ્વરની માનવજાતને શ્રેષ્ઠ ભેટ છે પરંતુ માનવીએ તેનો વિકાસ અને


વિનાશ એમ બેય બાબતો માટે ઉપયોગ કર્યો છે . પરંતુ માનવીએ હવે એક કદમ આગળ જઈને માનવ બુદ્ધિની સ્પર્ધા કરે તેવી કૃત્રિમ બુદ્ધિનો આવિષ્કાર કર્યો છે જેને અંગ્રેજીમાં ‘ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ ' કહે છે . ‘ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ ' વિષય પર સુપરહિટ ફિલ્મો પણ બની છે . આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ પણ વિજ્ઞાનની બીજા શોધોની જેમ માનવજાત માટે આશીર્વાદ અને વિનાશનું કારણ પણ બની શકે છે . ઘણાં વર્ષો પહેલાં એક કાલ્પનિક કથા આધારિત ફિલ્મમાં એક વિજ્ઞાનીએ ‘ ફૅકેન્સ્ટાઈન ’ નામના કૃત્રિમ માનવીનું સર્જન કર્યું હતું , જેનું કામ હતું બીજા


લોકોની હત્યા કરવી . એ ફેંકેન્સ્ટાઈન સહુથી પહેલાં તેના સર્જક વિજ્ઞાનીની જ હત્યા કરી નાંખે છે . ૨૦૧૨ માં ગૂગલે ડ્રાઈવર વગરની મોટરકાર રજૂ કરી હતી . જ્યારે આ પ્રકારની કારનો લોકો ઉપયોગ કરતા થશે ત્યારે જ તેની સફળતાને યશ મળશે . આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બીજી અનેક બાબતોમાં વરદાન સાબિત થઈ શકે તેમ છે . કોઈ કારણસર અપંગ બની ગયેલી વ્યક્તિ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સાઈબોર્ડે ટેક્નોલોજીની કૃત્રિમ અંગ ધારણ કરી શકશે . આ કૃત્રિમ અંગ પ્રાકૃતિક અંગની જેમ મગજમાંથી નીકળતાં સિગ્નલ ઝીલી કામ કરશે . આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ મોસમ અને તેમાં આવી રહેલા પરિવર્તનને જાણવા થઈ રહ્યો છે . એ જ રીતે વોશિંગ્ટન સ્ટેટ મદદથી યુનિવર્સિટીના કમ્પ્યૂટર નિષ્ણાત મેથ્યુ ટેલરના મત અનુસાર હવે ટૂંક સમયમાં ‘ હોમ્સ ’ નામનો રોબોટ વૃદ્ધો માટે ખૂબ મદદરૂપ સાબિત થશે . ૨૦૧૫ માં જાપાનમાં ‘ પેપર ’ નામનો રોબોટ પહેલી વાર વેચવામાં આવ્યો . તેના ૧૦૦ યુનિટ ફટાફટ વેચાઈ ગયા . આ રોબોટ તમને જોતા જ તમારો મૂડ પારખી જાય છે અને તમારી ઉદાસીનતાને ખુશીમાં બદલવા કોશિશ પણ કરે છે . ઈન્ટેલિજન્સની શરૂઆત આમ તો ૫૦ ના દાયકાથી શરૂ થઈ હતી . જ્યારે પહેલી જ વાર કમ્પ્યૂટર સિસ્ટમ એટલે કે રોબોટિક સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી . આર્ટિફિશિયલ


આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સવાળી સિસ્ટમ દ્વારા ૧૯૯૭ માં શતરંજના મહાન ખેલાડી ગેરી કાસ્પારોવને હરાવવામાં આવ્યો હતો . એ વખતથી જ આ વિષય પર વિશ્વભરમાં ચર્ચા શરૂ થઈ . તે પછીનાં ૨૦ વર્ષ બાદ આજની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વધુ સ્માર્ટ અને વધુ સમજદાર થઈ ચૂકી છે . વિમાનમાં ઓટો પાઇલટ સિસ્ટમ છે તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ છે . વિમાનના ઉતરાણ વખતે પણ ઘણુબધું કમ્પ્યુટર પર નિર્ભર છે . આમ છતાં આર્ટિંફિશિયલ ઈન્ટેલિજન્સ હજુ સંપૂર્ણ નથી . કટોકટીના સમયમાં તે નિષ્ફળ પણ નીવડે છે . આમ છતાં ૧૦૦ વર્ષ બાદની દુનિયા એકદમ અલગ હશે . તમારી ચારે તરફ રોબોટ જ રોબોટ હશે . આજે પણ તમારા સ્માર્ટ ફોન પર ગૂગલને તમે કાંઈ પૂછો તો તેનો જવાબ તે બોલીને આપે છે . આવનારા સમયમાં દરેક વ્યક્તિના ઘરમાં રોબોટ હશે . તે તમારા ઘરની સાફસૂફી નહીં પરંતુ તમને સલાહ આપવાનું કામ પણ કરશે . ખોટાં પગલાં લેતાં રોકશે . આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અનેક આશાઓ પણ જન્માવી છે અને અનેક આશંકાઓ પણ . કોઈ વાર તમારા ઘરમાં કોઈ વિરોધી ખોટો રોબોટ પ્લાન્ટ કરે કે જેને તમે તમારો મિત્ર માનતા હોય તે તમારી જાસૂસી પણ કરી શકે છે . તમારા હલનચલનની અને અંગત માહિતી તમારા દુશ્મનન પહોંચાડી શકે છે . એક વાર ફેસબુકે તેની કહેવાત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટ બંધ કરવી પડી હતી , કારણ કે વાત તેન


હાથમાં રહી નહોતી . આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઉપકરણે પોતાની જ એક ભાષા વિકસાવી લીધી હતી . જેમાં કોઈ માનવીય સહયોગ જ નહોતો . ટેસ્લાના સીઈઓ એલન મસ્ક , બિલ ગેટ્સ તથા એપલના કો - ફાઉન્ડર સ્ટીવ વૉજિનયાકે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે . સહુથી મોટી ચિંતા બેરોજગારી અંગેની હશે . માનવીનું સ્થાન રોબોટ્સ લેશે તો અબજો લોકો નોકરી ગુમાવશે . દા.ત. ડ્રાઈવર વગરની ટેક્સીઓ બજારમાં આવી જાય તો વિશ્વમાં કેટલા ટેક્સી ડ્રાઈવરો રોજી ગુમાવે ? મોટરકારોના ઉત્પાદન પ્લાન્ટ્સમાં પણ હવે માણસો ઓછા અને રોબોટિક હેન્ડ્સ વધુ કામ કરે છે . એક સમય એવો આવશે કે વિશ્વનાં સચિવાલયોમાંથી ૯૦ ટકા લોકો રોબોટ્સના કારણે નોકરી ગુમાવશે . અલબત્ત , ફાયદો એ હશે કે રોબોટ્સ લાંચ નહીં લે સિવાય કે કોઈ લાંચ પણ લે તેવો રોબોટ બનાવે .  ભવિષ્યમાં રોબોટનો ઉપયોગ વધશે તો સામાજિક વ્યવસ્થા છિન્નભિન્ન થઈ જશે . હા , કેટલાક સમયથી મોટરકારોના ઉત્પાદનનાં કારખાનાં તથા સ્ટીલનાં કારખાનામાં રોબોટનો ઉપયોગ વધ્યો. સરહદો પર તથા બીલા દુર્ગમ પહાડો પર દુશ્મન પર નજર રાખવા રોબોટ્સનો ઉપયોગ શરૂ થયો છે . હવે તો રોબોટ આર્મી પણ બનાવવામાં આવ્યું છે . આવનારા દિવસોમાં આતંકવાદી વિરુદ્ધ પણ કેટલાંક ઓપરેશન્સ અને સર્જિકલ સ્ટ્રાઈક્સ માટે પણ રોબોટ્સનો ઉપયોગ થશે .  આ કલ્પનાની પૂર્તિ એ વાત પરથી થાય છે કે કેટલાક સમય પહેલાં અમેરિકાના વોશિંગ્ટન શહેરમાં ડ્યૂટી પર હાજર એક રોબોકોમ ( યાંત્રિક પોલીસ ) એ પાણીમાં ભૂસકો મારી આત્મહત્યા કરી લીધી હતી , કારણ કે તેની બધી જ સિસ્ટમ ખરાબ થઈ ચૂકી હતી . પરાકાષ્ઠા તો એ વાતની હતી કે આ યંત્રમાનવ - રોબોકોપના મોતથી દુઃખી પોલીસ સ્ટાફે તેમની ઓફિસમાં એક શ્રદ્ધાંજલિ સભા રાખી હતી .

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે