નાણાકીય વર્ષ શરૂ થવામાં છે . આ નવુ વખતે ઇન્ક્રીમેન્ટ પ્રોસેસમાં તમે બોસને ઇન્ક્રીમેન્ટ વધારવા વાત કરવા ઇચ્છો છો . પરંતુ એ નથીજાણતા કે સેલરી વધારવા પોતાને ઉચિત કઇ રીતે સાબિત કરવા ? તમે નીચે દર્શાવેલી પદ્ધતિ અપનાવીને પોતાની સ્થિતી મજબૂત કરી શકો છો . તેના કારણે સેલરી વધારવા વાત કરવી તમારા માટે મુશ્કેલ નહીં રહે . પ્રથમ તો પોતાના અનુભવ અને કુશળતા સાબિત કરવા કોઇ એવું કામ કરો કે જેથી તમે તમારા મેઇન રોલને સમર્તન આપી શકો . તેના કારણે તમે જે કરશો તેમાં શ્રેષ્ઠ પરફોર્મ કરશો . સબજેક્ટ સ્પેષયિલ બનો.પોતાની જાતને એવી તૈયાર કરો કે તમારી સાથે
સંકળાયેલા વિષયની જાણકારી મેળવવા લોકો તમારો સંપર્ક કરે . કોઇપણ કંપની પોતાના સ્પેશ્યાલિસ્ટને જવા નથી દેતી અને સેલરી વધારવા આગળ આવે છે . બીજુ તમે જેટલા પ્રોજેક્ટ અને એસાઇનમેન્ટ પુરા કર્યા હોય તેનો ટ્રેક તૈયાર કરો . પોતાના પ્રદાન વિશે એક નોંધ લખો . એ પણ જુઓ કે તમારા કયા પ્રોજેક્ટને કારણે કંપનીને કેટલો નફો થયો છે . કયા કામના કારણે કંપની સાથે નવા ગ્રાહકો જોડાયા છે . સ્પેસિફિક વેલ્યુએડ વિષે કહેવાતાં બોસને તમારું વેતન વધાર વામાં કોઇ મુશ્કેલી નહીં પડે . ત્રીજુ , લોકોની સ્મૃતિ ઓછી હોય છે . તેમને એટલું જ યાદ રહે છે કે જે હાલમાં બન્યું છે . મહતુવના પ્રોજેક્ટસ રીવ્યુ સમય પહેલાં જ કરો . એમ કરતાં પરફોર્મન્સ રીવ્યુમાં પ્રોજેક્ટ વિષે ચર્ચા થશે . બોસને પણ તમારી કામગીરી વિષે બધું યાદ રહેશે
પ્રોજેક્ટ સાથે સંકળાયેલી ઉપલબ્ધિઓ વિષ યાદી તૈયાર કરવાથી લાભ થશે . ચોથુ , કોઇ એવું કામ કરો , કોઇ ટેકનોલોજી શીખો જે ઓફિસના બાકીના લોકો શીખવા નથી માગતા.તમે તમારી ટ્રેલિફનલ જોબમાંથી બહાર આવીને કોઇ કામ કરી શકો છો . જે કર્મચારી આવું કામ કરે છે કે પછી પોતાના કામમાં ફ્લેક્સિબિલિટી બતાવે છે , બોસ તેમના કામને વધુ પસંદ કરે છે . બોસને ખબર રહે છે કે તે આ કર્મચારીની ક્ષમતાને બીજા કામે પણ લગાડી શકે છે . બોસ સાથે સેલરી વિષે ચર્ચા કરો . પરંતુ એટલું જ કહો જે યોગ્ય હોય . તે વિષયે વાત કરતાં પહેલા પોતાની યોગ્યતા તપાસો.તેમાંથી કોઇ વાતને પોતાના કેરિયર મેનેજમેન્ટમાં સામેલ કરવાથી ડિસ્કશનને સફળ બનાવવામાં સરળતા રહેશે . તેમ કરતાં તમારો કેસ મજબૂત થશે અને તમને ફાયદો થશે .
Comments