Set goals before investing by uma shashikant ઇન્વેસ્ટ (રોકાણ) કરતાં પહેલાં લક્ષ્ય નકકી કરો
ઊમા શશિકાંત એમડી, સેન્ટર ફોર ઇન્વેસ્ટમેન્ટ એજ્યુકેશન એન્ડ લર્નિંગ,મુંબઈ |
જ્યારે ઇન્વેસ્ટર્સને કોઈ વાત કરું છું તો તે એક પ્રશ્ન જરૂર પૂછે છે કે તમારા પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા માંગોછે ? આ એક સાધારણ પ્રશ્ન છે . તેઓ ઇચ્છે છે કે હું તેમનાં પ્રશ્નોનો પ્રેક્ટિકલ જવાબ આપું . જોકે , તેમનાં આ પ્રશ્ન કેટલીકવાર મને પરેશાન કરી નાંખે છે . તેનાથી મને ખબર પડી કે ઇન્વેસ્ટરને પૈસા ઇન્વેસ્ટ કરવા જોખમકારક લાગે છે . કેટલીકવાર ઇન્વેસ્ટર્સ પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા છે તે વિષે હું વિચારવાને બદલે ગમે ત્યાં પૈસા ઇન્વેસ્ટ કરી દે છે.તે ભવિષ્ય અંગે અથવા તો આગળ શું થનાર છે તેના વિષે પણ વિચારતો નથી .
એ નુકસાનદાયક છે . જો , મોટાભાગના ઇન્વેસ્ટર આમ જ કરે છે . તમારામાંથી કેટલા લોકોએ આઇપીઓમાં ઇન્વેસ્ટ કર્યું છે . કેમ કે , તમારા મિત્રએ આમ કર્યું છે . તમે તમારા બ્રોકરના કહેવાથી કેટલીવાર શેર ખરીદયા છે . શું તમે કોઇ મ્યુચ્યુઅલ ફંડ એટલા માટે ખરીદયા છે કે તમારા ડિસ્ટ્રિબ્યુટરે કહ્યું હોય કે તેનાથી ફાયદો થશે . તમે ટેક્સ બચાવવા માટે કયારેય કોઇ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદી છે . મોટાભાગના લોકો એ વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે તેમ ક ૨ વાથી એ પોલિસીથી ભવિષ્યમાં વધુ પૈસા કમાવવાની તક મળશે .
શું તમે માર્ગ પર લાગેલા દરેક સાઇનબોર્ડ પર લખેલી માહિતી અથવા તો બીજાની વાતો સાંભળીને ગાડી ચલાવવા લાગશો તો શું સંભવ છે કે તમે યોગ્ય જગ્યાએ પહોંચી શકશો ? ઇન્વેસ્ટ કરવા માટે તમારા માટે અને પરિવાર માટે ભાવિ વિચાર અને લક્ષ્ય બનાવવું જરૂરી છે.તમે જે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે તેનો તમને જીવનમાં પૂરો ફાયદો મળવો જોઇએ . જો તમારે કયાં જવું છે તે જાણતો ન હો , તો શું માર્ગ ૫૨ કોઇને દિશા પૂછવાથી કોઇ ફાયદો અથવા મતલબ છે . તમને ખબર જ નથી કે તમારે ક્યાં જવું તો પછી ક્યારેય ગાડી નહિ ચલાવી શકો . , એવી જ રીતે તમને ખબર જ નથી કે લક્ષ્ય શું છે તો તમે યોગ્ય પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ નહિ કરી શકો . આપણેઇન્વેસ્ટમેન્ટને લક્ષ્યની સાથે કેવી રીતે જોડી શકીશું ? તમને ઇન્વેસ્ટમેન્ટથી ‘ ગ્રોથ અને ઇન્કમ ’
એ બે બાબતની જરૂર પડે છે . જીવનમાં આગળ વધવાથી ખબર પડશે કે તે બન્નેમાંથી કોની કેટલી જરૂરિયાત છે.આ ફેરફારને પોતાના ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં સામેલ કરવા માટે કેટલુંય એડજસ્ટમેન્ટ કરવું પડે છે . ઉદાહરણ તરીકે , તમારી પાસે નોકરી છે જેમાં તમને સારો પગાર મળી રહ્યો છે . તે પૈસાથી તમે તમારી જવાબદારી પૂરી કરો છે . તમને આજે તમા ૨ા ઇન્વેસ્ટમેન્ટમાં કોઇપણ પ્રકારની ઇન્કમની આશા નથી પણ , તમને નિવૃતિ બાદ આવકની જરૂર પડશે . તમારું ઇન્વેસ્ટમેન્ટ એટલું સારું હોવુ જોઇએ જેથી નિવૃત્તિ પછી સારા પૈસા મળી શકે જે તમારા પગારની આવકને સરળતાથી રિપ્લેસ કરી શકે .
લક્ષ્યને પૂરો કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ કેવું હોવું જોઇએ ? જ્યારે તમે નોકરી કરો છો , તે સમયે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી પૈસા સમયની સાથે વધતાં જશે તો તેમાં ત્રણ ઓપ્શન છે . ઇક્વિટી , પ્રોપર્ટી અને ગોલ્ડ . જેટલાં વર્ષો તમે કામ કરશો . આ પૈસા વધતા જશે . નિવૃત્તિ પછી ઇક્વિટી ફંડ અને ગોલ્ડના કેટલાક ભાગને વેચીને તમે તે પૈસાને ફિકસ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટ કરી શકશો . તેનાથી નિવૃતિ પછી તમને ઇન્કમ કમાવવાની તક મળશે . તેના માટે વધુ પૈસા લગાવવા જોઇએ . પ્રોપર્ટીથી રેન્ટ ઇન્કમ મળી શકે છે . આજેતમારે કોઇ એવું સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો મસલભ નથી જેની વેલ્યૂ જ ન વધે . પણ , ડિવિડન્ડ અથવા ઇન્ટ્રેસ્ટ મળશે જેનો તમને કોઇ ફાયદો નથી . તેને આવી રીતે સમજીએ , શું તમે કોઇ પેસેન્જર ટ્રેનમાં યાત્રા કરવાનું પસંદ કરશો જ્યારે તમે કોઇપણ સ્ટોપ પર ટ્રેનથી ઉતરવા જ ન માગતા હોય .
Comments