Why is meditation necessary ધ્યાન શા માટે જરૂરી છે ?
બુદ્વિનો વિકાસ કરવા શરીર અને શરીરના અવયવોને આરામ આપવા ધ્યાન જરૂરી છે . ધ્યાન દ્વારા જ આપણને ચિંતાઓમાંથી મુક્તિ મળે છે અને મન શાંત રહે છે . આપણી પ્રાણશક્તિનો વ્યયઃ ( 1) શારીરિક કર્મ ( 2 ) લાગણીતંત્ર અને ( 3 ) વિચારોમાં થાય છે . ધ્યાન વખતે આપણા શારીરિક , માનસિક કે લાગણીતંત્રનો ઉપયોગ થતો ન હોવાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં અને તંદુરસ્તીમાં વધારો થાય છે . કોઈપણ ક્રીયા કરતી વખતે આપણા હૃદયના મસલ્સને એક મિનિટમાં ૧૦૦૦ સી.સી. લોહીના પુરવઠાની જરૂર પડે છે .
જ્યારે ધ્યાન વખતે ફક્ત ૩૦૦ સી.સી. લોહીની હૃદયને જરૂર પડે છે . આ ઉપરાંત આપણા પાચનતંત્રના અવયવો , ઉત્સર્ગતંત્રના અવયવો જેવા કે નાનું મોટું આંતરડું , ફેફસાં , કીડની વગેરે તેની સહજ અને સરલ અવસ્થામાં આવીને કામ કરે છે . આપણું મન એક જોકી છે અને શરીર ઘોડા જેવું છે . જેમ જોડીના
જેમ જોકીના એક ઈશારાથી ઘોડો દોડવા માંડે છે , તેમ મન કાર્યશીલ થતાં શરીરનાં તમામ અંગોને તેની સામાન્ય શક્તિ કરતાં ત્રણથી ચાર ઘણું કાર્ય કરવું પડે છે . માટે ફક્ત ધ્યાન વખતે શરીર અને મનને તેની મૂળ સ્થિતિમાં આવવાનો અવકાશ રહે છે . બાળકોને ધ્યાનનો અભ્યાસ કરાવતાં તેમની શક્તિની ઊર્ધ્વગતિ શક્ય બને છે અને કુટેવોથી રહે છે . ધ્યાનથી ઘણા રોગોમાં મુક્તિ મળે છે . તેમજ બ્લડપ્રેશર , અલ્સર , એસિડિટી , માઈગ્રેન , હૃદયરોગ વગેરે રોગોમાં ફાયદો થાય છે . આ ઉપરાંત ધ્યાન કરવાથી ઓક્સિજનની જરૂર ઓછી થાય છે અને લોહીમાં લેક્ટિક એસિડનું પ્રમાણ ઘટે છે , હૃદયના ધબકારાની સંખ્યા ઘટે છે . ધ્યાન દરમિયાન આલ્ફા તરંગોની સંખ્યા મગજમાં વધવાથી લોહીમાં ૨૮ જાતના પોઝિટિવ સીક્રીએશન થાય છે . ધ્યાનથી જ તનાવ ઉદ્વેગથી થતા રોગો , બ્લડપ્રેશર , ડાયાબિટીસ , અલ્સર , સ્મૃતિનાશ વગેરેમાં ફાયદો થાય છે . ધ્યાનથી ઑક્સિજનનું પ્રમાણ ૨૦ % વધે છે . ટૂંકમાં ધ્યાન માનસિક અને શારીરિક બંને રીતે ઘણુ ફાયદાકારક છે . તે મનને શાંત રાખીને મસ્તીકને જાગ્રત કરે છે અને તેજ રીતે શરીરમાં થતી તકલીફોમાંથી પણ રાહત આપે છે . ધ્યાનથી એકાગ્રતામાં વધારો પણ થાય છ.
Comments