Skip to main content

દરિયાઈ પક્ષી ઘોમડાથી સાવધાન પક્ષીઓમાં ઘોમડા ચો૨ીઓ માટે કુખ્યાત



 દરિયાઈ પક્ષી ઘોમડાથી સાવધાન પક્ષીઓમાં ઘોમડા              ( અંગ્રેજીમાં સીગલ ) આવી ચો ૨ીઓ માટે કુખ્યાત છે . દરિયાઈ પક્ષી ઘોમડા દરિયાકાંઠે આંટા - ફેરા કરતાં હોય છે . કોઈ નાનુ પક્ષી માછીમારી કરી સપાટી પર દેખાય એ સાથે જ આકાશમાં ઘૂમતુ થોમડુ તેના પર હુમલો કરી ચાંચમાંથી માછલી ચોરી રવાના થાય . માછીમારી અને માછલીઓનો વેપાર કરતા લોકોને પણ ઘોમડા છોડતા નથી . ખુલ્લા સુંડલામાં જો માછલી નજરે પડી જાય તો દુકાનદારનું ધ્યાન ચુકવી થોમડુ ગમે ત્યારે તેને ઉઠાવી જાય . ઈંગ્લેન્ડના દરિયાકાંઠે આવેલા ન્યુક્વી શહેરના કાંઠે તો થોમડાઓએ રીતસરનો આતંક મચાવ્યો છે . દરિયાકાંઠે ફરવા આવતા પ્રવાસીઓના આઈસક્રીમ કોન ઉઠાવી જવાની અહીંના કેટલાક ઘોમડાઓને ટેવ પડી ગઈ છે . પ્રવાસીઓની આજુ - બાજુમાં ફરકતા ઘોમડાને જો ખાવાનું આપવામાં ન આવે તો જેમના હાથમાં આઈસ્ક્રીમ કોન હોય એ મુસાફર પર ગણતરીની મિનિટોમાં હુમલો થાય જ . માટે અહીં ઘોમડાથી સાવધાન રહેવાના બોર્ડ મુકવા પડ્યા છે .

Comments