વાસીઓ માટે અંતરિક્ષ યાત્રાનો માર્ગ આ વર્ષે ખૂલી ગયો છે . જુલાઈ 2021 માં રિચર્ડ બ્રેન્સનની કંપની વર્જિન ગેલેક્ટિક અને જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિને અંતરિક્ષની સફળ મુલાકાત કરાવી . 11 જુલાઈએ બ્રેન્સન યુનિટી સ્પેસશિપમાં અંતરિક્ષમાં ગયા હતા , જેમાં કુલ છ લોકો હતા . જેફ બેઝોસ 20 જુલાઈએ ન્યૂ શેફર્ડ સ્પેસશિપમાં બીજા ત્રણ પ્રવાસી સાથે અંતરિક્ષમાં ગયા હતા .
ત્યાર પછી ઈલોન મસ્કની કંપની સ્પેસ એક્સે સપ્ટેમ્બરમાં પહેલીવાર કોઈ જ પ્રોફેશનલ એસ્ટ્રોનોટની મદદ વિના ચાર સામાન્ય લોકોને અંતરિક્ષની મુલાકાત કરાવી . રશિયા અંતરિક્ષમાં ફિલ્મનું શૂટિંગ કરનારો પહેલો દેશ બન્યો . રશિયાએ ઓક્ટોબરમાં ‘ ધ ચેલેન્જ ’ ફિલ્મનું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર શૂટિંગ કર્યું , જેમાંથી કેટલુંક શૂટિંગ 12 દિવસ સુધી સ્પેસ સ્ટેશનમાં ચાલ્યું .
જેફ બેઝોસે વેસ્ટ ટેક્સાસમાં પોતાના રોકેટથી 20 જુલાઈએ અંતરિક્ષમાં જવાની જાહેરાત કરી હતી . જોકે , બ્રિટનના વર્જિન જૂથના સ્થાપક રિચર્ડ બ્રેન્સને ( 71 ) તેમની પહેલા 11 જુલાઈએ જ અંતરિક્ષની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો . બ્રેન્સન પોતાની સાથે પાંચ સભ્યને પણ
અંતરિક્ષમાં લઈ ગયા હતા . તેમાં ભારતવંશી સિરિષા બાંદલા પણ સામેલ હતા . આ સમગ્ર પ્રવાસ આશરે 56 મિનિટનો રહ્યો , જેમાં તેમણે ચાર મિનિટ અંતરિક્ષમાં વીતા જ્યારે બેઝોસનો પ્રવાસ 1 જ મિનિટમાં પૂરો થઈ ગયો હતો .
Comments