ટર્મિનેટર આર્નોલ્ડે ફિલ્મીસ્ટાઇલમાં કાર ચલાવી બે કારને કચડી નાખી
ટર્મિનેટર આર્નોલ્ડ શ્વાર્ઝનેગરથી કોણ પરિચિત નથી ? બોડી બિલ્ડરથી લઇને હોલિવૂડનો હીરો અને પછી રાજકારણમાં આવીને કેલિફોર્નિયા સ્ટેટના ગવર્નર તરીકે ગાજતો આર્નોલ્ડ ૭૪ નો થયો તો પણ રિટાયર નથી થયો . અમેરિકન સમય પ્રમાણે શુક્રવારે સાંજે લોસ એન્જલસમાં તેની કારે અકસ્માત સર્જ્યો હતો . પુત્ર પેટ્રિક અને પુત્રી ક્રિસ્ટિના સાથે સાન્તા મોનિકામાં લંચ લઇને પરત આવતો હતો ત્યારે જ તેની મોનસ્ટર જીએમસી યુકોન પ્રિયુશ પર ચડી ગયા બાદ પોર્શ કેયેન પર સવાર થઇ ગઇ હતી .
અકસ્માતમાં એક મહિલા ડ્રાઇવરને ઇજા થઇ હતી જ્યોર આર્નોલ્ડે અને તેના બાળકોનો આબાદ બચાવ થયો હતો . પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે . જો કે હજું સુધી કેસ ફાઇલ થયો નથી પણ પોલીસના પ્રારંભિક તારણ અનુસાર ઘટના માટે જવાબદાર આર્નોલ્ડ જ હતો . અહેવાલો અનુસાર આર્નોલ્ડ જ કાર ચલાવતો હતો અને બ્રેન્ટવૂડમાં આવેલા તેના ઘર તરફ જવા માટે સનસેટ બોલવાર્ડના વ્યસ્ત રસ્તા પરથી વળાંક લેતો હતો ત્યારે જ આ દુર્ઘટના સર્જાઇ હતી . જો કે અકસ્માત બાદ એકત્ર થયેલાં લોકોએ પોતાના પ્રિય હીરોના સાનિધ્યની મોજ માણી હતી .
Comments