Skip to main content

*"કડવું સત્ય" ઉડી ગયેલા બલ્બ*👌

 *"કડવું સત્ય" ઉડી ગયેલા બલ્બ*👌


 * તાજેતરમાં નિવૃત્ત થયેલા એક IAS અધિકારી વિજય નગરમાં રહેવા આવ્યા, જે "ઇન્દોર" શહેર માં સ્થાયી થયા. આ મોટા નિવૃત્ત IAS અધિકારી પાર્ક મા ફરતાં  લોકો ને તિરસ્કાર થી જોતાં, પણ તે કોઈની સાથે વાત કરતા ન હતા. 


એક દિવસ, તેઓ સાંજે  એક વૃદ્ધ વ્યક્તિ સાથે ગપસપ કરવા બેઠાં અને પછી સતત તેમની બાજુ માં બેસવા લાગ્યા, પરંતુ તેમની વાતચીતનો વિષય એક જ હતો -  કે હું ભોપાલમાં એટલો મોટો IAS ઓફિસર હતો કે, પૂછશો જ નહીં, અહીં તો હું મજબૂરી થી આવ્યો છું. મારે  તો દિલ્હીમાં સ્થાયી થવું જોઈતું હતું . ત્યાં મજા આવત.


અને તે વડીલ દરરોજ શાંતિથી તેમની વાત સાંભળતા હતા. પણ એક દિવસ પરેશાન થઈ ગયેલા વૃદ્ધે તેને સમજાવ્યું - શું તમે ક્યારેય *ઉડી ગયેલ બલ્બ* જોયો છે?  

બલ્બ ઉડી ગયા પછી, શું કોઈ જોવે છે કે બલ્બ કઈ કંપનીનો બનેલો હતો અથવા કેટલા વોટનો હતો અથવા તેમાં કેટલો પ્રકાશ કે ઝગમગાટ  હતો?  બલ્બ ના ઉડી ગયા પછી ઊપર ની કોઈ વિગત નુ જરાય મહત્વ નથી, લોકો આવા બલ્બને કચરા ટોપલી માં નાંખે છે કે નહીં! 

પેલા નિવૃત્ત IAS અધિકારીએ સંમતિમાં માથું ધુણાવ્યું, ત્યારે વડીલે વધુમાં  કહ્યું - નિવૃત્તિ પછી આપણા બધાની હાલત પણ ઉડી ગયેલા બલ્બ જેવી થઈ જાય છે. 

આપણે ક્યાં કામ કરતા હતા, કેટલા મોટા/નાના હોદ્દા પર હતા, આપણી સ્થિતિ/વટ શું હતો? આ બધાથી કોઈ ફરક પડતો નથી. 

હું ઘણા વર્ષોથી આ સોસાયટીમાં રહું છું અને આજ સુધી મેં કોઈને કહ્યું નથી કે, હું બે વખત સંસદ સભ્ય બનેલો છું. શર્માજીની સામે જે બેઠેલા છે તે રેલ્વે મા  જનરલ મેનેજર હતા.  સામેથી આવતા જોશી સાહેબ લશ્કરમાં બ્રિગેડિયર હતા. પેલા પાઠકજી.... ઈસરોના ચીફ હતા. તેમણે આ વાત કોઈને કહી નથી, મને પણ નહીં, પણ હું જાણું છું કે બધા ઉડી ગયેલા બલ્બ લગભગ એકસરખા જ હોય ​​છે, પછી ભલે તે ઝીરો વોટના હોય કે 50 કે 100 વોટના. પ્રકાશ નહી, તો  ઉપયોગિતા પણ નહી.   *દરેક વ્યક્તિ ઉગતા સૂર્યને જળ અર્પણ કરીને પૂજા કરે છે. પરંતુ અસ્ત થતા સૂર્યને કોઈ પૂજતું નથી.*  કેટલાક લોકો પોતાના પદને લઈને એટલા બધા વહેમ માં હોય છે કે, નિવૃત્ત થયા પછી પણ તેઓ તેમના *સારા દિવસો* ભૂલતા નથી. અને તેઓ તેમના ઘરે  પ્લેટો (તકતી) લગાવે છે - નિવૃત્ત IAS / નિવૃત્ત IPS / નિવૃત્ત PCS / નિવૃત્ત ન્યાયાધીશ વગેરે - વગેરે.....  

હવે આ નિવૃત્ત IAS/IPS/PCS/તહેસીલદાર/પટવારી/બાબુ/પ્રોફેસર/પ્રિન્સિપાલ/શિક્ષક.. એવી વળી  કયાં... કોઈ પોસ્ટ છે? ભાઈ. માન્યુ કે તમે ખૂબ મોટા ઓફિસર હતા, હોશિયાર પણ હતા. ઓફીસ મા તમારો  વટ હતો. પણ તેનુ હવે શું?

વાસ્તવમાં આનાથી કોઈ ફરક નથી પડતો, પણ મહત્વનું  એ છે કે તમે જયારે ઓફિસમાં પદ ઊપર હતા, ત્યારે કેવા માણસ હતા...? 

તમે જીવનને કેટલું 

સ્પર્શ્યું/કેવું જીવ્યા ... 

તમે સામાન્ય લોકો પર કેટલું ધ્યાન આપ્યું... તમારા મિત્રો ના કેટલા કામમાં આવ્યા. તમારી પવિત્ર ડ્યુટી કેવી રીતે બજાવી ???

લોકો ને કેટલા મદદરૂપ થયા.

અથવા તો માત્ર અભિમાનમાં જ રહયા? કોને કેટલા ઘકકા ખવડાવ્યા ??? 


ઓફિસમાં રહીને જો તમે  અહંકાર જ કરતા હોય તો યાદ રાખજો...

  *કે એક દિવસ દરેકને ઉડી ગયેલા  બલ્બ જ થવાનું છે.*


 આ પોસ્ટ એવા લોકો માટે અરીસો છે કે, જેઓ પદ અને સત્તા ધરાવતા હોય પણ પોતાની કલમથી ક્યારેય સમાજનું હિત કરી શકયા નથી.  

અને 

*નિવૃત્તિ પછી સમાજ માટે મોટી ચિંતા કરવા લાગે છે.*


હજી પણ સમય છે, ચિંતન કરો, અને સમાજ ના હિત મા જે કઈ થઈ શકે તે કરીએ...  અને  પોતાના પદ રુપી બલ્બ થી સમાજ ને  રોશન કરીએ..!!


🙏😊🙏

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે