માનવજાત સિત્તેરક હજાર વર્ષથી લાઈટ એટલે કે પ્રકાશનો વપરાશ કરતી આવે છે . પરંતુ શ આજે વપરાય છે એ વિદ્યુતપ્રેરિત પ્રકાશ સવાસો વર્ષ જુનો જ છે . એ પહેલા ચકમક પથ્થર , વિવિધ તેલ , ગેસ .. વગેરેનો ઉપયોગ પ્રકાશ માટે થતો હતો . એડિસનની એ શોધ જગતના ઈતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ શોધ પૈકીની એક હતી . વીજળી ન હોત તો આજનું ઔદ્યોગિકરણ ન હોત .. અને ઔદ્યોગિકરણ ન હોત તો પૃથ્વી કેવી હોત એ કલ્પનાનો વિષય છે . ૧૮૪૭ માં અમેરિકાના ઓહાયોમાં જન્મેલા થોમસનો પરિવાર ૧૮૫૪ માં મિશિગન શિફ્ટ થયો હતો .
નાનકડા થોમસ નવરાશના સમયે વાંચન કરવાનું અને અથવા તો કેમેસ્ટ્રીના વિવિધ પ્રયોગો કરવાનું કામ કરતાં હતાં . સ્કુલમાં ખાસ કંઈ ન ઉકાળી શકેલા થોમસે ૧૮૫૯ માં જ નોકરી શરૂ કરી દીધી હતી . તેમની પહેલી નોકરી રેલ - રોડનુ ન્યુઝ સ્ટેન્ડ સંભાળવાનું હતુ . દરમિયાન તેઓ અમેરિકા અને કેનેડાના કેટલાક ભાગમાં ફર્યા અને રેલવે સાથે ફીટ થયેલા ટેલિગ્રાફનો અભ્યાસ કર્યો . તેમાંથી જ તેમને વીજળી શોધવાની ઈચ્છા થઈ આવી . માટે બધા કામ પડતાં મુકી તેમણે બધો જ સમય સંશોધનમાં લગાડી દીધો . વીજળી જ શોધવી એવી ચોક્કસ ગણતરી ન હતી , માટે તેમણે એક પછી એક
શોધ શરૂ કરી . પહેલી શોધ ૧૮૬૯ માં આવી એ ઈલેક્ટ્રીક વોટિંગ મશિનની હતી . એ પછી તેમણે શેર - બજારમાં વપરાતા ટીકર ટેપ શેરના ટેલિગ્રાફથી ટ્રાન્સફર કરતું મશીનની શોધ કરી . નાની - મોટી ૨૦૦ શોધો તેમના નામે બોલે છે , પણ તેમની મુખ્ય ઓળખાણ વીજળી છે . ભાવ કાગળના ટુકડા , વાયર , શુન્યાવકાશ , વગેરે એકઠા કરી તેના દ્વારા ૧૮૭૮ માં એડિસને પહેલા લેમ્પનું તાપણુ કર્યુ . એ લેમ્પમાં કાગળ સળગતો હતો અને તેનાથી પ્રકાશ ફેલાતો હતો . પહેલા લેમ્પમાં સમસ્યા એ હતી કે કાગળ તત્કાળ સળગી જતો હતો એટલે લેમ્પ લાંબો સમય સુધી પ્રકાશ આપી શકતો નહતો . પરંતુ એ સમસ્યાનું સમાધાન પણ થઈ જવાનુ હતું . ઈલેક્ટ્રીસિટી દ્વારા પ્રકાશ પેદા કરવાની મહત્ત્વની સફળતા મળી ચુકી હતી . એ પછી એકાદ હજાર પ્રયોગો કરી આખરે ૧૮૯૭ માં કાર્બનાઈઝ કરેલો દોરો તૈયાર કર્યો . એ દોરો લાંબો સમય સુધી પ્રજ્વલિત રહી શકતો હતો . પછી તો એવો લેમ્પ તૈયાર કરી શક્યા જે ૧૫૦૦ કલાક સુધી ચાલતો હતો ! પોતાની લેબોરેટરીમાં પ્રકાશ રેલાવ્યા પછી ૧૮૮૨ માં મેનહટ્ટનના કેટલાક વિસ્તારો સુધી વીજળી પહોંચાડવામાં પણ એડિસન સફળ થયા . લાઈટની શોધ એડિસને કરી હતી ,
લાઈટ બલ્બની નહીં ! એ શોધ તો સર હમ્ફી ડેવીએ ૧૮૦૦ ના આરંભે જ કરી નાખી હતી . લાઈટ - લેમ્પના કોમ્બિનેશનની શોધ કરવાનો પ્રયાસ એકાદ ડઝન સંશોધકો કરી ચુક્યા હતા . એ બધા જ સંશોધનોનો અભ્યાસ કરી ક્યાં શું ખુટે છે એ શોધી કાઢી એડિસને પ્રેક્ટિકલ લેમ્પ તૈયાર કર્યો હતો . લેમ્પની રચના સાદી હતી . કાચના શુન્યાવકાશ ધરાવતા ગોળામાં ફિલામેન્ટ વાયર ગોઠવાયેલા હતાં . વીજ પ્રવાહ એ વાયરના ગૂંચડામાંથી પસાર થતો હતો . ત્યારે ઊંચુ તાપમાન એ વાયરને પ્રજ્વલિત કરતો હતો . એ પ્રજ્વલિત પ્રકાશ એ જ વીજળી . હવે તો વિવિધ પ્રકારના લેમ્પ બજારમાં ઉપલબ્ધ છે . કેટલાક વધુ પ્રકાશ આપે છે , તો કેટલાક ઊર્જાની બચત કરી આપે છે . કેલિફોર્નિયાના લિવરમૂર ફાયર ડિપાર્ટમેન્ટમાં એક આવો જ લેમ્પ લટકે છે . એ લેમ્પ દિવસે પણ ચાલુ હાલતમાં જોવા મળે છે . પહેલી નજરે એવુ લાગશે કે તેની ચાંપ બંધ કરવાનું ભુલાઈ ગયુ છે . પણ હકીકત એ છે કે એ લેમ્પ વિક્રમ સર્જક છે . સતત એક સદી કરતા વધુ સમય સુધી ચાલુ રહેવાનો વિક્રમ ! છેક ૧૯૦૧ ના વર્ષથી એ લેમ્પ ચાલુ છે .
Comments