Skip to main content

નાટક......

 નાટક......


"જનેતાની ઊંચાઈ" 


લેખક : દશરથ પંચાલ          નાટ્ય રૂપાંતર--જગદીશ રથવી 



 પડદો ખુલે છે,


(બેંકની બહાર આવીને એક વૃદ્ધ દંપતિ બેંકના પગથિયે બેઠાં હોય છે.)


 વૃદ્ધ માજી (ઉભા થઈને  વૃદ્ધ પતિને કહે છે.)--- તમે,અહીં બેસો હું કેશીયરને મળીને આવું છું. 


વૃદ્ધ- આ બેંકની પાસબુક તો લઈ જા, ઠાલે હાથે તને એ પૈસા કેવી રીતે આપશે? 


વૃદ્ધા- (કરચલીઓવાળા ગાલમાં હસીને પાસ બુક લે છે.)   હા,તમારી વાત સાચી છે,હું તો ભૂલી ગઈ હતી.


વૃદ્ધ--પૈસા આપે એ પૂરા ગણીને લાવજે.અને હવે પૈસા લીધા વિના પાછી આવતી નહીં. થાકી ગયા છીએ, ધક્કા ખાઈ ખાઈને.


વૃદ્ધા -- એ સારું,તમે સાચવીને બેસજો.


વૃદ્ધ --- એ હા,પણ તું જલ્દી આવજે, જોજે પાછી ,બૈરાંની લાઈનમાં ઉભી રહેજે,ઝટ,વારો આવે.

(વૃદ્ધા બેંકમાં જાય છે એ જોતાં જોતાં બોલે છે,)

      જ્યાં જુઓ,ત્યાં લાઈન.આપણા પૈસા લેવાના એમાં પણ લાઈન..આ સરકાર કે દિવસે લાઈન પર આવશે,ખબર નથી પડતી,આ તે ભીખ છે કે ....


પડદો ખુલે છે,

(બેંકમાં કેશીયરની જોડે વૃદ્ધા ઉભાં છે.)

વૃદ્ધા.(.કાઉન્ટર પર જઈને પૂછે ) --'મારા ખાતામાં દીકરાએ પૈસા મોકલ્યા છે?' 


કાઉન્ટર--માજી તમે આંતરે દિવસે બેંકમાં આવો છો,તમને દર વખતે મારે એજ જવાબ આપવો પડે છે કે નથી આવ્યા. 


વૃદ્ધા-- સારું ભાઈ,કોઈ વાંધો નહીં, ફરી આવીશ.


        (એ પાછું ફરવા જતાં એમને ચક્કર આવી જાય છે,તે પડી જાય છે,કેશિયર ઉભા કરે છે,પાણી આપે છે,સારૂ લાગતાં)


કેશિયર-- 'માજી આટલી ઉંમરે બેંકમાં તમે શું કામ આવો છો? દીકરાને મોકલતાં હોય તો!' 


 વૃદ્ધા---- 'એક જ દીકરો છે, તે બેંગ્લોર નોકરી કરે છે, દર મહિને પૈસા મોકલે છે, પણ હમણાંથી ખાતામાં પૈસા નથી આવતા.' 


કેશિયર ----'તમારા દીકરાને ફોન કરીને પૂછી જુઓ, તે કેમ નથી પૈસા મોકલતો?' 


વૃદ્ધા-----  'એક વખત સરપંચે ફોન કરેલો, પણ દીકરાની તબિયત સારી નહોતી.' 


કેશિયર----, 'મને તમારા દીકરાનો નંબર આપો.' 


(માજીએ મેલીઘેલી પાસબુક આપી. તેના ઉપર નંબર લખેલો હતો.કેશિયરે પાસબુક લઈ પોતાના મોબાઈલમાં  પાસબુકમાં લખેલો નંબર જોડે છે.)


મોબાઈલ--- 'આ નંબર અસ્તિત્વમાં નથી'


કેશિયર--માજી,નંબર તો નથી લાગતો,પણ હું ફરી પ્રયત્ન કરી જોઈશ,તમે થોડીવાર બહાર બેસો.હું ફોન કરું છું,હવે,તમારે ધક્કા ખાવા નહીં પડે.


વૃદ્ધા---(આશીવાઁદ આપતાં હોય એમ બે હાથ લાંબા કરે છે.)  

ભગવાન, તમારું ભલું કરશે.

(બહાર જાય છે. )


કેશિયર--આ માજી વારંવાર ધક્કા ખાય છે,લાવને હું જ એમના ખાતામાં થોડા પૈસા નાખી દઉં. 


(માજીને બોલાવે છે અને કહે છે.)


 કેશિયર-- માજી, અહીં આવો.


વૃદ્ધા...હા,બોલો ભાઈ,શું થયું?


કેશિયર---તમારા દીકરા સાથે મારે વાત થઈ, તેની નોકરી છૂટી ગઈ હોવાથી તે પૈસા મોકલતો નહોતો, હવે બીજી જગ્યાએ એને નોકરી મળી ગઈ છે એટલે આવતા મહિનાથી તમને પૈસા મોકલશે.' 


વૃદ્ધા  : 'બેટા, આ વાત તમે મારા પતિ બહાર બેઠા છે એને કહેશો?' 


કેશિયર--, 'તમે જ કહી દો ને! મારાથી ચાલું નોકરીએ બહાર ન જવાય. 


વૃદ્ધા--- 'હું દર બે દિવસે એમને કહું છું, આજે તેઓ મારી સાથે આવ્યા છે ને બેંકની બહાર બેઠા છે. હું કહીશ તો એમને મારી વાત પર વિશ્વાસ નહીં આવે....


કેશિયર----એમાં વિશ્વાસ કરવાની વાત જ ક્યાં આવી? પૈસા ન મોકલે તો પૈસા ન જ મળે.


 વૃધ્ધા----તમારી એ વાત સાચી છે,પણ ખરેખર તો મારા દીકરાને કોરોના ભરખી ગયો છે, તે વાત હું જાણું છું પણ મારા પતિ એ સમાચાર સહી નહીં શકે, માટે મેં એમને કહ્યું નથી! 


કેશિયર-(અવાક બની ગયો! એ વૃદ્ધાની ઊંચાઈ પામવા શક્તિમાન ન હતો!) -

--- માજી,હું તો ખોટું બોલીને તમને આશ્વાસન  આપવા માગતો હતો.


વૃદ્ધા--- હા,હું પણ જાણતી હતી કે મારા દિકરાનો નંબર કે મારો દીકરો અસ્તિત્વમાં નથી,પણ શું કરું?? એમના અસ્તિત્વને માટે હું અહીં આવવાનું નાટક કરું છું. 


કેશિયર --- માજી,આ ઉપરવાળાની લીલા પાસે આપણે પામર છીએ..હું દાદાને મળીને વાત સમજાવી જોઉં. 


વૃદ્ધ ---(બેંકની બહાર રાહ જોઈ રહેલા વૃધ્ધ અંદર આવતાં આ વાત સાંભળીને બોલે છે.) 

---  તમારી વાત મેં સાંભળી છે,મને તો ખબર જ છે,કે મારો દિકરો કોરોનામાં અવસાન પામ્યો છે, પણ એની મા એ આઘાત સહન ન કરી શકે તે માટે મેં એને કહ્યું નહોતું.હું જ એને બેંકમાં મોકલતો હતો...જેવાં અમારાં ભાગ્ય,ભગવાનને ગમ્યું તે ખરું!


કેશિયર--વાહ,જનેતાની ઉંચાઈ અને વાહ,બાપની ઉંડાઈ...


(પડદો પડે છે.)


    સમાપ્ત...

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે