Skip to main content

 ખૂબજ સુંદર લખાણ

 ખૂબજ સુંદર લખાણ




વીતી જશે આ સમય પણ. બસ ધીરજ રાખો સાહેબ, સુખ ના ટકી શક્યું તો, દુઃખની શુ ઔકાત છે?

ગમી જઈએ છીએ આપણે ઘણાને

એ પણ ગમતું નથી ઘણાને....


દીવાનું પોતાનું કોઈ ઘર નથી હોતું..

જયાં મૂકો ત્યાં અજવાળું કરે છે..!


જિંદગી ત્યારે સફળ ગણાય

જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે...!


ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી

એકબીજાના વિચારો મળે ત્યાં જ દોસ્તી થાય છે...


હીરા પારખું કરતાં...

પીડા પારખુંનું સ્થાન ઊંચું છે.


ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ, સૌથી આગળ ક્યાંક એકલું ના થઈ જવાય !!


હક વગરનું લેવાનું મન થાય છે, ત્યારે મહાભારતનું સર્જન થાય છે......

પરંતુ હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણનું સર્જન થાય છે !!!


નાટકમાં સૌથી અઘરું પાત્ર મૂર્ખનું હોય છે.... અને તે ભજવનાર બહુ જ હોંશિયાર હોય છે !!


શબ્દો તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે. તેમને છંછેડવા, છેતરવા, છાવરવા, છુપાવવા કે છલકાવવા એ નક્કી આપણે કરવાનું !



આપણે માફ તો વારંવાર કરી દઈએ છીએ,

પણ ભરોસો તો એક જ વાર કરીએ છીએ !!


કેમ કરીને રહી શકાય ફુટપટીમાં? ઇચ્છાઓ તો હંમેશા માપ બહારની હોય છે !!!!


દુનિયામાં જો કોઈ સમયસર આવતું હોય તો તે ખુદ સમય છે, પછી તે સારો હોય કે ખરાબ !!!!



'ખોવાઈ' ગયેલી વ્યકિત મળી શકે, પણ

'બદલાઈ' ગયેલી વ્યકિત ક્યારેય મળતી નથી.



'અભિમાન' અને 'પેટ' જ્યારે વધે છે ત્યારે 'વ્યકિત'ની ઇચ્છા હોવા છતાં પણ બીજાને ભેટી નથી શકતો !!!!



જબરી ચીજ બનાવી છે ધન, મોટા ભાગનાનું ભેગું કરવામાં જ નિધન થઈ જાય છે..



એકલા ચાલવું આમ તો અઘરું નથી, પણ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું એ ખૂબ જ અઘરું છે !!


🙏** રોજ દિવસમાં એક વાર વાંચો **🙏

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે