કોઈ કારણ થી આજે સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી...
ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ ગમતું , તેના બે કારણ હતા..એક તો સ્વેટર મફલર થી કવર કરેલ મારા શરીર થી ઠંડી દૂર રહેતી હતી અને બીજું કારણ પાકીટ ની ગરમી મારી સાથે હતી...
પાકીટ જો ભરેલ હોય જીવનની દરેક તકલીફો...નાની લાગે બાકી તો કીડી ડંખ મારે તો પણ કોબ્રા એ ડંશ માર્યો હોય તેવું લાગે..
બાજુ ની ચા ની કીટલી ઉપર ઉકળતી આદુ ઈલાયચી વાળી ચાની સુંગધે મને લલચાવ્યો. હું...ચા ની કિટલી તરફ ગયો....
કીટલી પાસે રાખેલ બાંકડા ઉપર બેસી એક ચા નો ઈશારો મેં કર્યો...એ દરમિયાન મારી બાજુમાં બે ગરીબ ઘર ના છોકરાઓ ખભે લટકાડેલ પ્લાસ્ટિક ના થેલા માં વેર વિખેર પડેલ પ્લાસ્ટિક ની બેગ અને બોટલ, એકઠા કરી થેલા માં ભરતા હતા...
મેં મારી જાત સામે જોયું ..બે સ્વેટર મફલર ટોપી...છતાં મને ઠડી લાગતી હતી..અને આ બાળકો ઠડી માં માત્ર શર્ટ અને ચડ્ડી પહેરી..પાપી પેટ માટે સવાર થી સઘર્ષ કરતા હતા... આવા સમયે ઈશ્વર નો આભાર માનવો કેમ ભુલાય....ઈશ્વરે જે પણ આપણને આપ્યું છે..તેનો આભાર માનવા ને બદલે...હજુ ઓછું પડે છે...કહી માંગણ ની જેમ મંદિર માં રોજ ભીખ માંગતા લોકો જીવન નો આનંદ લૂંટી શકતા નથી....
મેં એ બે બાળકો ને બાજુ માં બોલાવ્યા અને કીધું ચા પીશો...? તેઓ એ હા પણ ન પાડી અને ના પણ ન પાડી.. મારી સામે એ નિર્દોષ નજરે જોતા રહ્યા
મહેનત કરનાર વ્યક્તિ અને ભીખ માંગનાર વ્યક્તિ વચ્ચે આટલો તફાવત હોય છે....મહેનત કરનાર વ્યક્તિ પરિસ્થિતિ પ્રમાણે ઝુકે છે..પણ સ્વમાન ના ભોગે નહિ..
મેં ચા બનાવનાર સામે જોઈ ઈશારો કર્યો.... મેં બન્ને ને મારી બાજુ માં બેસાડી પૂછ્યું..
ભણો છો ?
કહે ના.
આખા દિવસ ના કેટલા રૂપિયા મળે છે...
સાહેબ 200 થી 250 રૂપિયા..
ચા અને બિસ્કિટ આવ્યા એ બન્ને બાળકો અંદર અંદર સામે જોઈ ચા સાથે બિસ્કિટ ખાવા લાગ્યા..મને લાગ્યું.. ભગવાન ને હવે છપ્પન ભોગ ની જરૂર નથી...વર્તમાન પરિસ્થિતિ જોતા તો એવું લાગે છે ઈશ્વર રુઠયો છે....
કારણ કે હવે લોકો એ ઈશ્વર ને પણ બેવકૂફ બનાવવા નું ચાલુ કર્યું...ઈશ્વર પણ હસતા હસતા બોલતો હશે...મારા બનાવેલ ..મને બનાવતા થયા છે
મેં કીધું રોજ અહીં આવો છો..
એ કહે હા સાહેબ..
કાલે આ કીટલી વાળા ને ત્યાં તમારા બન્ને માટે સ્વેટર અને પગ ના બુટ મુક્યા હશે એ તમે લઈ લેજો..
બન્ને ના ચહેરા ઉપર ખુશી આવી
હું ઉભો થઇ કીટલી ના માલિક ને રૂપિયા ચૂકવવા ગયો...
ત્યારે કીટલી નો માલિક બોલ્યો તમારા 20 રૂપિયા આપો એ બાળકો ના રૂપિયા તો ચૂકવાઈ ગયા...
મેં કીધું કોણે ચૂકવ્યા..?
કીટલી વાળા ભાઈ હસવા લાગ્યા.. પોતાનો ગલ્લો ખોલી ચોપડી બહાર કાઢી..મને બતાવી
ચોપડી ઉપર લખ્યું હતું...
હર હર મહાદેવ, જય માતાજી..જય રણછોડ...
મેં કીધું હું કંઈ સમજ્યો નહિ..
એ હસતા હસતા બોલ્યો સાહેબ
આ નાની બચત યોજના ની પાસબુક જેવી બુક છે...દરેક વ્યક્તિ કરોડો કે લાખો નું દાન ધર્માદો નથી કરી શકતા...
એટલે આવી પાસબુક માં જેમને દાન ધર્માદો કરવો હોય તેના રૂપિયા હું જમા કરી દઉં છું..એ રૂપિયા માંથી હું ગરીબ, લાચાર, સાધુ સંત, ફકીર અપંગ વગેરે લોકો ને વિનામૂલ્યે મુલ્યે ચા નાસ્તો દિવસ દરિમયાન કરાવું છું
જોવો સામેથી આવે છે તે દાદા નું નામ વલ્લભરામ અમને દર પંદર દિવસે 5000 રૂપિયા આપી જાય છે...
તમારું નામ..
મેં કીધું સમીર...
સમીર ભાઈ હું મારી જાત ને ધન્યતા અનુભવું છે કારણ કે આ પુણ્ય મારા હાથે થાય છે.. મેં પણ પરમાર્થ કરવા ડૂબકી લગાવી છે દિવસ ની પચીસ ચા વિના મૂલ્યે હું પણ ગરીબ વ્યક્તિઓ ની પીવડાવવા માંડ્યો છું.
જેટલી વિનામૂલ્યે ચા પીવરાવી હોય તેનો હિસાબ હું અલગ થી રાખું છું...દાન આપનાર વ્યક્તિ ના રૂપિયે રૂપિયા નો નૈતિક પણે હું હિસાબ રાખું છું.. આપણે કોઈ ને મદદ ન કરી શકીએ તો કંઈ નહિ પણ કોઈ મદદ કરતું હોય તેમાંથી પણ રૂપિયા મારી લેવા એ નીચ પ્રવૃત્તિ કહેવાય...
મેં કીધું વાહ..તમારું નામ
વશરામભાઈ ...
દાદા નજીક આવ્યા એટલે વશરામ ભાઈ બોલ્યા દાદા તમને જ યાદ કરતો હતો અને તમે આવી ગયા...
દેખાવ માં તો એક દમ સીધા સાદા લાગતા દાદા ની પ્રવૃત્તિ જાણવા પ્રયત્ન કર્યો ત્યારે હું તેમના થી પ્રભાવિત થયો
તેઓ એક નિવૃત કેન્દ્રીય સરકારી કર્મચારી હતા..તેમને 35,000 થી વધારે પેંશેન અને 50,000 હજાર થી વધારે માસિક વ્યાજ મળતું હતું
દાદા સાથે વિગતે ચર્ચા કરતા તેમણે કહું..બાળકો ઈશ્વર કૃપા થી વિદેશ માં સેટ થઈ ગયા છે...
બાળકોએ અમને કીધું.. પપ્પા અમે અહીં ડોલર ખૂબ કમાઈયે છીયે..અમારી જિંદગી બનાવવા પાછળ ઘણી ઈચ્છાઓ તમારી અધૂરી રહી ગઈ છે જે હવે પુરી કરવાનો યોગ્ય સમય આવ્યો છે...રૂપીયા અમારા માટે બચાવવા ની જરૂર નથી...તમારા આત્મા ના કલ્યાણ માટે..તમને જે પ્રવૃત્તિ માંથી આનંદ મળતો હોય એ પ્રવૃત્તિ પાછળ સમય અને રૂપિયા ખર્ચો..તમને કે અમને અફસોસ ન થવો જોઈએ..રૂપિયા ખૂટે તો અમને જાણ કરજો...અમારા તરફથી પણ યોગ્ય જગ્યાએ દાન ધર્માદો કરતા રહેજો અને અમને જણાવજો...અમારા અને તમારા કોઈ સારા કર્મના પરિણામે આજે આપણે આનંદ કરિયે છીયે...
બસ બેટા અમેં ઘરડા માણસ, અમારી જરૂરિયાત કેટલી..
દર મહિને વ્યાજ આવે છે..તે વિવિધ સંસ્થાઓ... અને અલગ અલગ જગ્યા એ વહેચી દઉં છું...હું કોઈ પણ સંસ્થા ની મુલાકાત કર્યા વગર રૂપિયા ડોનેટ કરતો નથી બેટા મને મારી પ્રવૃત્તિથી ખૂબ જ આનંદ મળે છે....
વાલિયો લૂંટારો પણ સમજી ગયો હતો..મારા પાપ માં કોઈ ભાગીદાર નથી..તો એવા કર્મ જ શું કામ કરવા..જેનું પરિણામ માત્ર આપણે ભોગવુ પડે.
એક વાત કહું બેટા.. બુલેટ ટ્રેન થી પણ વધારે સ્પીડથી જીવન આપણું પસાર થઈ રહ્યું છે...દરેક સ્ટેશન નજર સામેથી ઝડપથી પસાર થઈ રહ્યા છે....કરોડો રૂપિયા ખર્ચવા છતાં...એ સ્ટેશન ફરીથી પાછું આવવા નું નથી..
એટલે જેટલો આનંદ કરવો હોય ,જેટલું.પુણ્ય કમાવવું હોય ત્યાંરે પુણ્ય કમાઈ લ્યો..આ શ્વાસ નો ક્યાં કોઈ ને ભરોસો છે...
ઈશ્વર ના દરબાર માં લાંચ રૂશ્વત ચાલતી નથી..ત્યાં તો જેવી કર્મ ની ખેતી તેવું તેનું પરિણામ..
સંક્ષિપ્ત માં કહું તો પોતાની સંપત્તિ ના માલીક બનો ચોકીદાર નહિ. ભલે લોકો કહે કર્મ જેવું કંઈ નથી પણ વાસ્તવ માં કર્મ જેવું છે..
બેટા ધાર્મિક સંસ્થાઓ ના ગોલખ ઉભરાઈ ગયા છે...
કથાઓ સાંભળી કે ધાર્મિક જગ્યા એ જવાથી કોઈ સુધરતું હોય તો પહેલી કથા સંસદ અને વિધાનસભા માં કરવી જોઈએ..અને એ પરીસર માં સર્વધર્મ ના મંદિર મસ્જિદ ચર્ચ બનાવવા જોઈએ..
એરણ ની ચોરી સોઈ નું દાન કરનાર લોકો ની વિકૃત ફોજ ઉભી થઇ છે..એક કેળું આપી ગરીબ વ્યક્તિ ની મજાક ઉડાવનાર નીચ વ્યક્તિઓ આપણી વચ્ચે કોલર ઉંચી કરી ફોટા પડાવે છે..
હું હસી પડ્યો...
જે વ્યક્તિઓ ઉપર જનતા વિશ્વાસ મૂકે એ જ લોકો જનતા ની થાળી નું ઝૂંટવી પોતાના ઘર ભરે છે...
જે સંતો કહે શુ લઈ ને આવ્યા શુ લઈ ને જવાના એજ બનાવટી સાધુ સંતો સંસારી ના રૂપિયે મોજ કરે છે....
કોઈ દિવસ ગિરનારી સાધુ સંત બાવા ને સંસાર ની વચ્ચે રખડતા જોયા? સંસાર છોડ્યો જ છે તો સંસાર થી અલિપ્ત રહો. .શા માટે સંસારી નો સ્વાદ લેવા આવો છો...જે આશ્રમ કે મંદિર માં જેમના નામ ની તકતી મારો છો એ લોકો તો સમાજ નું શોષણ કરી અહીં સુધી પોહચ્યો છે
હું મારી નજર સામે થી સ્ટાફ બસ ને પસાર થતી જોઈ રહ્યો પણ મેં તેને ઉભી રાખવા પ્રયત્ન ન કર્યો..કારણ કે જે જ્ઞાન કે સત્સંગ આશ્રમ માં નહિ પણ ચા ની કીટલી ઉપર આજે પીરસાતો હતો..એ છોડી જવાની ઈચ્છા મારી ન હતી
મેં વશરામભાઈ ને નજીક બોલાવી કીધું..લ્યો આ 3000 રૂપિયા મારા તરફ થી ..મારી પણ તમારી કર્મ રૂપી નાની બચત યોજના માં ખાતું ખોલો...મારા પગાર ના 5% હું મંદિરે મુકતો તેના બદલે તમારી કીટલી એ હવે થી મુકીશ....આવા કપરા સમય માં પણ મારી નોકરી સચવાય છે એ કોઈ ઈશ્વરી સંકેત જ સમજવાનો.
વશરામ ભાઈ ઈશ્વર ક્યાં સીધો આશીર્વાદ આપવા આવે છે..તમારી કીટલી એ કોઈ દિવસ "અલખ નો ઘણી" આવી ચા પી જશે ત્યારે મારા તમારા અને દાદા જેવા લોકો ના ભવ ભવ ના પાપો થી મુક્તિ મળી જશે...
વશરામભાઈ ની આખો ભીની થઇ ગઇ....એ બોલ્યા બાપલા એવા મારા નસીબ ક્યાંથી..
દાદા ભજન ગાવા લાગ્યા
રામનું સ્વાગત કરતાં ઋષિઓ જાપ જપંતા રહી ગયા
એઠા બોરને અમર કરીને ..રામ શબરીના થઈ ગયા
નહીં મળે ચાંદી-સોનાના...અઢળક સિક્કામાં
નહીં મળે એ કાશીમાં કે...નહીં મળે મક્કામાં
પણ નસીબ હોય તો મળી જાય..એ તુલસીના પત્તામાં
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં...
દાદા શ્રદ્ધા રાખો એક દિવસ ઈશ્વર ભૂલો પડશે..અને તમારી કીટલી એ આવશે..જ
વશરામભાઈ ની આંખો ભીની હતી...
મેં કીધું વશરામભાઈ હમણાં જે બાળકો ને તમેં હમણાં ચા આપી તેમના માટે બે સ્વેટર અને બુટ તમને આપી જઈશ એ કાલે આવે તો તેમને આપી દેજો..દાદા મારી સામે જોઈ બોલ્યા... અરે બેટા.. મારા પણ દસ ધાબળા લેતો આવજે
લે આ 5000 રૂપિયા.. વશરામભાઈ બોલ્યા મારા તરફ થી બે ધાબળા..
જય હો અલખ ધણી ની કહી એ ફરી ધઘેં લાગ્યા.
મારા માટે આજ ની સવાર અલગ પ્રકાર ની હતી..
હું દાદા ને પગે લાગ્યો..અને કીધું સાચા સાધુ સંત તમે છો...સંસાર ની વચ્ચે રહી પણ પરમાર્થ વગર પ્રચારે કરો છો...જીવન જીવવું હોય તો તમારા પ્રમાણે જીવાય...
મિત્રો
दया धर्म का मूल है, पाप मूल अभिमान।
तुलसी दया न छोड़िये जा घट तन में प्राण॥
સાચું છે એ સચરાચર છે..સાચુ છે એ અજરામર છે
સાચું છે એ પરમેશ્વર છે
પણ ચોધારે વરસે મેહૂલિયો તો...મળે એક ટીપામાં
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં...
જય શ્રી ક્રિષ્ન 🙏🏻
Comments