By 2020, one in four people in the world will be facing deafness૨૦૫૦ સુધીમાં વિશ્વના પ્રત્યેક ચાર વ્યક્તિએ એક બહેરાપણાનો સામનો કરી રહ્યો હશે
By 2020, one in four people in the world will be facing deafness ૨૦૫૦ સુધીમાં વિશ્વના પ્રત્યેક ચાર વ્યક્તિએ એક બહેરાપણાનો સામનો કરી રહ્યો હશે
થોડા સમય પહેલાં જારી થયેલા ગ્લોબલ રિપોર્ટમાં આ માહિતી બહાર આવી હતી . અહેવાલમાં જણાવ્યા મુજબ ૨૦૫૦ સુધીમાં વિશ્વમાં બહેરાપણાનો સામનો કરી રહેલા લોકોની સંખ્યા ૨૫૦ કરોડ થઈ શકે છે.વિશ્વ આરોગ્ય સંગઠને કાનની સમસ્યા વિશે પહેલી જ વાર અહેવાલ બહાર પાડ્યો છે . વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલમાં જણાવ્યા મુજબ સંક્રમણ , બીમારીઓ , જન્મજાત રોગ , ધ્વનિ પ્રદૂષણ અને જીવનશૈલીમાં થતી ગરબડોને રોકીને તે સ્થિતિથી બચી શકાય તેમ છે .
સ્થિતિનો સામનો કરવા સારવાર અને બચાવની નીતિ પર ધ્યાન આપવાની જરૂર છે . અહેવાલમાં જણાવ્યા મુજબ વર્તમાનમાં પ્રત્યેક પાંચ વ્યક્તિએ એક વ્યક્તિ સાંભળવાની સમસ્યા ધરાવે છે . ૧૯૧૯ માં વિશ્વભરમાં બહેરાપણાના ૧૬૦ કરોડ કેસ હતા વર્ષ ૨૦૫૦ સુધીમાં તો ૭૦ કરોડ ગંભીર સ્થિતિનો સામનો કરતા થઈ જશે અને તેમની સારવારની જરૂર . રહેશે . હુ દ્વારા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સમયસર સારવાર ના મળવાને કારણે પણ બહેરાશ વધે છે . નીચી આવક ધરાવતા દેશોમાં બહેરાશના ૮૦ ટકા કેસ નોંધાઈ શકે છે . સંયુક્ત રાષ્ટ્રનો અહેવાલ કહે છે કે સ્માર્ટફોનમાં મ્યુઝિક સાંભળવાથી અને સતત ઘોંઘાટનો સામનો કરવાથી વિશ્વભરમાં એક અબજથી વધુ લોકો પર બહેરાશનો ખતરો તોળાઈ રહ્યો છે .
૧૨ થી ૩૫ વર્ષની વયના લોકો રિસ્ક ઝોનમાં છે . વિશ્વ આરોગ્ય સંગઠન કહે છે કે સાંભળવાની સમસ્યાનો સામનો કરવા વિશ્વભરમાં ૭ પ કરોડ ડોલરનો ખર્ચ થવાનું અનુમાન છે . હુના અધિકારી શૈલી ચઢ્ઢાનું કહેવું છે કે વિશ્વમાં એક અબજથી વધુ યુવાનોને સ્માર્ટફોન પર મોટેથી ગીત સાંભળવાની મજા પડે છે . તે માટે તેઓ ઇયરફોન કે હેડફોનનો ઉપયોગ કરે છે . તેને કારણે તેઓ બહેરાપણાનો ભોગ બની શકે છે .
Comments