Sharing a Lovely meaningful post...
ગઈકાલે મારી ઓપીડીમાં,
મેં એક અદભૂત દ્રશ્ય જોયું.
અને મને લાગ્યું કે મારે એ તમારી સાથે શેર કરવું જોઈએ.
૮૫ વર્ષના એક વડીલ દર્દીના પ્રોસ્ટેટ એક્ઝામીનેશન પછી,
મેં તેમને કહ્યું
‘તપાસ થઈ ગઈ છે. તમે કપડા પહેરી શકો છો.’
એમને કપડા પહેરવામાં મદદ કરવા માટે ત્યાં એક નર્સિંગ સ્ટાફ હાજર હોવા છતાં પણ તેમણે પોતાના દીકરાને સાદ પાડ્યો.
દીકરાનું નામ લઈને તેમણે કહ્યું,
‘એક મિનીટ આવજે તો.’
‘હા, પપ્પા’
કહીને તાત્કાલિક તેમનો Early 60sમાં રહેલો દીકરો ઉભો થયો.
પપ્પાનું પેન્ટ પકડીને તેમના દીકરાએ વિનમ્રતાથી નર્સિંગ સ્ટાફને કહ્યું,
‘તમે રહેવા દો.
હું જ પહેરાવી દઈશ.’
એક પ્રોફેશનલ ચેર પર બેઠા હોવા છતાં પણ,
એ પછીનું દ્રશ્ય મારી આંખો પલાળતું ગયું.
બહુ જ શાંતિથી વ્યવસ્થિત રીતે તેમણે પપ્પાને કપડા પહેરાવી આપ્યા.
શર્ટ ઈન કરી દીધું,
વાંકા વળીને પેન્ટનું બટન બંધ કર્યું,
ઝીપ બંધ કરી આપી અને બેલ્ટ બાંધી દીધો.
એક જમાનામાં જે રીતે એમના પપ્પાએ એમને નિશાળે જતી વખતે યુનિફોર્મ પહેરાવ્યો હશે,
એટલા જ ઉત્સાહ અને સ્વેચ્છાએ તેમણે પપ્પાને કપડા પહેરાવ્યા.
‘આની પાસે આ બધું કરાવવું,
મને નથી ગમતું.
પણ શું કરું ?
હું એના પર ડીપેન્ડન્ટ થઈ ગ્યો છું.’
વડીલે થોડા અણગમા અને લાચારી સાથે કહ્યું.
દીકરાએ તરત જવાબ આપ્યો,
‘હું પણ તમારા પર ડીપેન્ડન્ટ જ છું ને,
ઈમોશનલી !’
વાહ, ક્યા બાત !
આવી એક સૂક્ષ્મ ઘટનાએ મારો દિવસ સુધારી દીધો.
કેટલાય વડીલોને એવું લાગતું હશે કે તેઓ પોતાના સંતાનો પર ડીપેન્ડન્ટ છે.
નાના નાના કામ માટે,
સૂક્ષ્મ જરૂરીયાતો માટે,
કેટલીક દૈનિક પ્રવૃત્તિઓ માટે તેમણે ‘અન્ય’ લોકો પર નિર્ભર રહેવું પડે છે,
એવો વસવસો કેટલાય વડીલોને થતો હશે.
મારા જ સસરાને ક્યારેક એવું લાગે છે કે તેઓ એમની દીકરી પર ડીપેન્ડન્ટ છે.
હકીકત એ છે કે
*We all are inter-dependent.*
જીવનના દરેક તબક્કે
કાં તો ઈમોશનલી ને
કાં તો ફિઝીકલી
આપણે કોઈ અન્ય વ્યક્તિ પર નિર્ભર હોઈએ છીએ.
*એ વ્યક્તિને આપણે સ્વજન કહીએ છીએ.*
આપણા પર ફિઝીકલી ડીપેન્ડન્ટ રહેલા લોકો
ફક્ત એ જ કારણથી આપણી સાથે રહેતા હોય છે કારણકે
આપણે તેમના પર ઈમોશનલી ડીપેન્ડન્ટ હોઈએ છીએ.
યુનિફોર્મના બટન બંધ કરતા નહોતું આવડતું ત્યારે બાળક તરીકે આપણને ક્યારેય એવું નથી લાગ્યું કે આપણે મમ્મી-પપ્પા પર ડીપેન્ડન્ટ છીએ.
તો જ્યારે સમયનું ચક્ર
*‘રિવર્સલ ઓફ રોલ્સ’*
ની માંગણી કરે છે,
ત્યારે વડીલોને એવું શું કામ લાગવું જોઈએ કે તેઓ સંતાનો પર બર્ડન છે.
સંતાનો પાસેથી શારીરિક,
*આર્થિક કે ભાવનાત્મક મદદ મેળવી રહેલા તમામ વડીલોએ કોઈપણ જાતની ગીલ્ટ રાખ્યા વગર એ યાદ રાખવું રહ્યું કે આ*
*લણણીની સીઝન છે.*
આતો એ જ ઉગી રહ્યું છે,
જે તમે વાવેલું.
તો એમાં ગીલ્ટ શેનું ?
અફસોસ શેનો ?
એક જવાબદાર વાલી તરીકે કોઈ એક જમનામાં તમે બાળકમાં કરેલા ઈમોશનલ ઇન્વેસ્ટમેન્ટનું,
જો આટલા વર્ષો પછી જીવનના છેલ્લા તબક્કામાં તમને રીટર્ન્સ મળી રહ્યું હોય,
તો એમાં શરમ શેની ?
એ તો ગર્વની બાબત હોવી જોઈએ કે મારો દીકરો મને કપડા પહેરાવે છે.
સ્વાવલંબી જીવતા શીખી ગયેલું આ શરીર જ્યારે જીર્ણ થાય છે ત્યારે એને હ્યુમન કનેક્શન અને કુટુંબનું મહત્વ સમજાય છે.
કોઈપણ જાતની અકળામણ,
ગુસ્સો કે નારાજગી વગર પૂરી સ્વેચ્છા અને વિલિંગનેસથી વડીલોની સેવા કરી રહેલા સંતાનો,
એમણે બાળપણમાં મેળવેલી કેળવણી, પ્રેમ અને હૂંફના બ્રાંડ-એમ્બેસેડર છે.
પથારીવશ થઈ ગયેલા પપ્પાના ડાયપર બદલવા પડે,
એ પરવશતા કે લાચારી નથી.
એ રિવર્સલ ઓફ રોલ છે.
આપણા લાખ ન ઈચ્છવા છતાં પણ,
*ધીમે ધીમે વૃદ્ધ થઈ રહેલા આપણે દરેક ક્ષણે ડીપેન્ડન્સી તરફ આગળ વધી રહ્યા છીએ.*
કોઈના પર ડીપેન્ડન્ટ ન રહેવું,
એ આપણા હાથમાં જ નથી.
ખાસ કરીને જીવનના છેલ્લા ચરણ
કે માંદગી દરમિયાન.
*એના કરતા આ interdependence ને જ સ્વીકારી અને ઉજવી લઈએ તો ?*
આફ્ટર ઓલ,
કુટુંબ વ્યવસ્થાની રચના કદાચ એટલે જ કરવામાં આવી હશે.
એ જીવનની શરૂઆત હોય કે અંત,
*જો આપણે કોઈના પર ડીપેન્ડન્ટ રહી શકીએ અને કોઈપણ ભાર વગર આપણી એ નિર્ભરતા સ્વીકારી લેવામાં આવે,*
*તો સમજવું કે વી આર અ ફેમિલી.*
*-ડૉ. નિમિત્ત ઓઝા*
Comments