US માં ૧૨૫ સર્પ વચ્ચેથી મૃત વ્યક્તિને બહાર કાઢતા પોલીસ પણ ફફડી ગઈ
અમેરિકાના મેરિલેન્ડમાં ૪૯ વર્ષનો એક વ્યક્તિ તેના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો . જો કે ઘરમાં તે એકલો ન હતો , તેની સાથે ઝેરીલા કોબ્રા અને બ્લેક મામ્બાસ સહિત ૧૨૫ સર્પ તેની આસપાસ છુટ્ટા ફરી રહ્યા હતાં . વાસ્તવમાં પોલીસને પડોશીઓએ માહિતી આપી હતી કે તે વક્તિ ઘરની અંદર બેહોશ પડેલો છે . તે પછી જ્યારે પોલીસ તે વ્યક્તિના ઘરમાં ગઈ તો ત્યાંનું દશ્ય જોઈને પોલીસ પણ ફફડી ગઈ હતી . આ વ્યક્તિની આસપાસ અસંખ્ય ઝેરીલા સાપ ફરી રહ્યા હતાં . પોલીસે તપાસ કરી ત્યારે જાણ થઈ હતી કે વ્યક્તિ બેભાન નહીં પણ મૃત્યુ પામ્યો હતો . પોલીસે તરત એનિમલ કન્ટ્રોલ ટીમને બોલાવી હતી . ટીમે આ ઘરમાંથી કુલ ૧૨૫ સાપને પકડ્યા હતાં .
Comments