હવે વોટ્સએપ ફેસબૂકની જેમ જ કવર ઇમેજ જોડવાની યોજના
બનાવી રહી છે . આ ફીચરને લઇને વોટ્સએપ ડેવલપમેન્ટ ટ્રેકર વાબેટાઇન્ફોએ જણાવ્યું છે કે , જ્યારે બીટા ટેસ્ટર્સના માટે આ ફીચર ઇનેબલ થશે , ત્યારે તમારી બિઝનેસ પ્રોફાઇલ સેટિંગ્સમાં કેટલાક બદલાવ થશે ! ઉપરાંત વૈબેટા ઇન્ફોએ શૅર કરેલા એક સ્ક્રીનશોટમાં દર્શાવ્યું હતું કે વોટ્સએપ યૂઝર્સના વ્યવસાયિક સેટિંગ્સમાં એક કેમેરા બટન પણ પ્રસ્તુત કરવાની યોજના બનાવી રહ્યું છે .
જેમાં યૂઝર્સ કોઇપણ ફોટાને સિલેક્ટ કરી શકે છે અથવા તો કવર ફોટોને નવા પ્રોફાઇલ પિક્ચર તરીકે પણ ઉપયોગ કરી શકે છે . જ્યારે કોન્ટેક્ટ લિસ્ટથી કોઇ અન્ય યૂઝર્સ તમારી વ્યાવસાયિક પ્રોફાઇલ પર જશે તો તે પ્રોફાઇલ ફોટો અને તેની સાથે નવી સેટ કરેલો કવર ફોટો પણ જોઇ શકશે . વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ માટે કવર ફોટો સેટ રોલઆઉટ કરવા જઇ રહ્યું છે ! તેમજ વોટ્સએપ ભવિષ્યના અપડેટમાં ‘ કમ્યુનિટી ’ ફીચર પ્રસ્તુત કરવાની દિશામાં પણ કાર્ય કરી રહ્યું છે . કમ્યુનિટી એક ખાનગી લૉકેશન છે જ્યાં ગ્રૂપ એડિમનનું વોટ્સએપ પરના સમૂહો પર નિયંત્રણ રહેશે . વોટ્સએપ કમ્યુનિટી એક ગ્રૂપ ચૂંટની જેમ છે અને ગ્રૂપ એડમિન કમ્યુનિટીમાં અન્ય ગ્રૂપની લિંક કરવામાં સક્ષમ છે .
Comments