માલવેર એટેકની તપાસ માટે ગૂગલ ક્લાઉડની કૂચકદમ સતત વધી રહેલા ક્રિપ્ટો ( crypto ) સેક્ટર પર હવે હેકર્સ પોતાની વેબજાળ પાથરી રહ્યા છે ! હેકર્સ આ ક્ષેત્ર સાથે જોડાયેલા એવા લોકોથી પણ ચોરી શકે છે જેમની તેઓને સ્હેજેય જાણ પણ નથી ! આવી ઘટના ન બને તે માટે જ ગૂગલ ક્લાઉડે વર્ચ્યુઅલ મશીન થ્રેટ ડિટેક્શન ( VMTD ) નામનું એક નવું જ સોલ્યુશન ડેવલપ કર્યું છે . ઉપરાંત ક્રિપ્ટો માઇનર્સને સિક્યોરિટીભંગથી બચાવવા માટે જ તેને ડેવલપ કરવામાં આવ્યું છે . આ ટૂલ સંભવિત ક્રિપ્ટો માઇનિંગ માલવેર અટેકની તપાસ કરશે મુખ્યત્વે ક્રિપ્ટોજેકિંગ ( crypto jacking ) પણ કહેવામાં આવે છે !
ગૂગલ ક્લાઉડની સિક્યોરિટી ક્રમાન્ડ સેન્ટર ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ચ્યુઅલ મશીનોનો ઉપયોગ ક્રિપ્ટો માઇનર્સને વિશેષ સિક્યોરિટી આપવાનું છે . વર્ચ્યુઅલ મશીન બિઝનેસેજન એક ઓપરેટિંગ સિસ્ટમ ચલાવવાની અનુમતી આપે છે . જે પીસી પર એપ વિન્ડોના રૂપમાં અલગ કમ્પ્યૂટરની જેમ જ વ્યવહાર કરે છે . માલવેરની તપાસ કરવા માટે VMTD ટૂલ મેમરી સ્કેનિંગ કરશે . જે પોતાના યૂઝર્સને રેન્સમવેર અને ડેટા એક્સફિલ્ટરેશનના એટેકથી પણ બચાવશે . ગૂગલ ક્લાઉડ યૂઝર્સના માટે આ ઇવેન્ટ થ્રેટ ડિટેક્શન અને કન્ટેનર ડિટેક્શન જેવા સોલ્યુશનની સાથે સિક્યોરિટીની ત્રીજી પરત તરીકે વિશેષ ભૂમિકા ભજવશે . ગૂગલે જણાવ્યું છે કે નજીકના મહિનામાં જ VMTD ગૂગલ ક્લાઉડને અન્ય વિભાગો સાથે ઇન્ટિગ્રેટ થઇ જશે .
Comments