ઘણા વર્ષો પછી મને
સ્કૂલના સમયના
શિક્ષક મળી ગયા;
ત્યારે અચાનક જ
મારા મોઢે થી
આ લાઈનો સરી પડી.
✨
👇
✨
*સાહેબ મને*
*ફરીથી મરઘો બનાવો ને,*
"જિંદગીએ મને
ખચ્ચર બનાવી દીધો છે".
✨
*સાહેબ મને*
*ફરીથી અંગુઠો પકડાવો ને,*
"જિંદગીએ મને
કાન પકડાવી દીધા છે".
✨
*સાહેબ મને*
*ફરીથી બેન્ચ પર ઉભો રાખો ને,*
"જિંદગીએ મને
ઓફિસમાં બેસાડી દીધો છે".
✨
*સાહેબ મને*
*ફરી થી લેશન આપો ને,*
"જિંદગીએ મને
બરાબર ના પાઠ ભણાવી દીધા છે".
✨
*સાહેબ મને*
*પાણી પીવા કલાસ ની*
*બહાર જવા દો ને,*
"જિંદગીએ મને
કામ માં વ્યસ્ત કરી દીધો છે".
✨
*સાહેબ મને*
*પીઠ પર એક*
*હેત ભર્યો ધબ્બો મારો ને*
"જિંદગીએ મને
પીઠ ઉપર બોજો નાખી દીધો છે !!!!"
✨
*દરેક શિક્ષક ને સમર્પિત*
✨
સાહેબે જવાબ આપ્યો
*સાહેબે વિધાથીઁને કહ્યુ,*
*બેટા મને ફરીથી ગુરુ બનાવને......*
*સમાજે મને મજૂર બનાવી દીધો છે...*.
✨
Comments