કોરોનાના બે વર્ષના ગ્રહણ બાદ ઓડિશાનાં જગન્નાથપુરીમાં અષાઢી બીજનાં પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ , બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર તેમનાં ભક્તોને મળવા નગરચર્યાએ નીકળે છે . છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ભક્તો વિના શહેરમાં રથયાત્રા કાઢવામાં આવી હતી બે વર્ષના અંતરાલ પછી ભગવાનનાં દર્શન કરવા માટે પુરીમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું . ભગવાનના રથ માર્ગમાં રાત્રિ રોકાણ કરીને નવ દિવસ પછી નિજ
વિશ્વમાં સરિસૃપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે . સાપની
અનેક પ્રજાતિઓ છે પણ તાજેતરમાં દક્ષિણ આફ્રિકાનાં વેદવે વિસ્તારમાં મળી આવેલા બે મોઢાવાળા સાપે લોકોમાં કુતૂહલ અને આકર્ષણ જગાવ્યું છે . બે મોઢાવાળા સાપની પ્રજાતિ ભાગ્યે જ જોવા મળે છે . જે વિસ્તારમાંથી સાપ મળી આવ્યો તેનાં માલિકે બરણીમાં પૂરેલો બે મોઢાવાળો સાપ સાપની સુરક્ષાનું કામ કરતા નિક ઈવાન્સને સોંપ્યો છે . બે મોઢાવાળો આ સાપ સધર્ન બ્રાઉન એગ ઈટર પ્રજાતિનો છે .
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ( DRDO ) એ કર્ણાટકના ચિત્રદુર્ગા એરોનોટિક ટેસ્ટ રેન્જ ખાતે ભારતના સોપ્રથમ માનવરહિત લડાયક વિમાનના સૌપ્રથમ ઉડ્યનનું સફળ પરીક્ષણ કર્યું છે . પાઇલટ વિના ઊડતું આ લડાયક વિમાન ફલાઇંગ વિન્ગ નામની ટૅક્નોલોજીના આધારે પોતાની મેળે જ ઊડે છે અને પોતાના દુશ્મનને શોધીને તેની સામે શસ્ત્રો વાપરી શકે છે . અધિકારીએ કહ્યું કે વિમાન સંપૂર્ણપણે સ્વચાલિત મોડમાં ઊડ્યું અને સફળ રહ્યું .
Comments