૧૯૪૫ માં આજ ના દિવસે નાગાસાકી ઉપર એટમ બોમ્બ ફેંકાયો હતો અમેરિકાએ ૧૯૪૫ માં છ ઓગસ્ટે હિરોશિમા પર પરમાણુ બોમ્બ ફેંક્યા બાદ નવ ઓગસ્ટે નાગાસાકી શહેરને નિશાન બનાવ્યું હતું . ૧૯૪૫ માં જાપાન અમેરિકા પર હાવી થઈ રહ્યું હતું . જનરલ ગ્રોવ્ઝ અને એડમિરલ પરનેલ બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન સેનાની કમાન સંભાળી રહ્યા હતાં . અમેરિકાના વૈજ્ઞાનિકો પણ જાણતા હતાં કે એટમ બોમ્બથી કેટલું ભયાનક નુકસાન થઈ શકે છે . હિરોશિમામાં લિટલ બોય નામનો એટમ બોમ્બ ફેંકાયો . તેમા યુરેનિયમ ૨૩૫ નો ઉપયોગ કરાયો હતો . જ્યારે નાગાસાકી પર ફેટ મેન નામનો બોમ્બ ફેંકાયો તેમા પ્લૂટોનિયમ ટેસ્ટ કરવામાં આવ્યો હતો .
વાસ્તવમાં આ બોમ્બ નાગાસાકી પર ફેંકવાનો ન હતો , બોકસ્કાર કોકુરા પર ફેંકવાનો હતો પરંતુ તે દિવસ કોકુરા પર ભારે વાદળો છવાયેલા હતાં અમેરિકન વિમાન આકાશમાં આંટા મારી રહ્યું હતું . પાઇલટએ બે વાર કોકુરાના આકાશમાં ચક્કર મારીને બોમ્બ ફેંકવાનો પ્રયાસ કર્યો પણ હવામાને સાથ આપ્યો નહીં અને તેને કારણે નાગાસાકી પર હુમલો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો . આમ કોકુરા માટે બનાવેલો બોમ્બ નાગાસાકીને ઉજ્જડ કરી ગયો હતો . વિનાશનો ખેલ ખેલાયો , શહેરના ૭૦,૦૦૦ થી વધારે લોકો માર્યા ગયાં હતાં .
Comments