માતા - પિતા
જાહેરમાં જે પ્રેમ કરે તે મા ,
અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા , આંખથી રડે તે મા અને આંતરથી રડે તે પિતા ,
લાગણીઓથી નવડાવનાર મા તો માંગણીઓ પુરી કરનાર પિતા ... !!
ઘરનું ગૌરવ વધારે તે માતા અને અસ્તિત્વ વધારે તે પિતા .
નાના - નાના સંકટોમાં માતા યાદ આવે છે ,
અને મોટા સંકટો આવે ત્યારે યાદ આવે તે પિતા .
સંઘર્ષ પિતા પાસે શીખો , સંસ્કાર મા પાસે શીખો ,
બાકી બધું દુનિયા તમને શીખવાડી દેશે . ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે છે ,
જયારે માતા - પિતા તો સુખ અને સુખ જ આપે છે .
મરવા માટે ઘણાં રસ્તા હોય છે . પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો તે માં .
Comments