Pixbay.com |
" નવ રાતોનો સમૂહ એટલે નવરાત્રી "
એવી નવ રાતો જેમાં શક્તિની સાધના થાય, શક્તિની ઉપાસના થાય...
આ નવ દિવસનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે.
જે નવ રાતો માં સાક્ષાત જોગમાયા આપણા આંગણાના ચોકમાં ગરબે ઘુમી રહી હોય...જે આપણી દિકરી ના રૂપમાં સાક્ષાત માં શક્તિ ગરબે ઘુમી રહી હોય જેની ચૂડલી અને પાયલ નો રણકાર,
તાલીઓના તાલ થી આપણા આખા ગામનું વાતાવરણ શુદ્ધ થતું હોય એવા " નવરાત્રી " ના પવિત્ર દિવસોને આજ કાલના જુવાનિયાઓ " લવ રાત્રી " કહે છે ત્યારે ઘણું દુઃખ થાય છે.
મારા દેશના તમામ ભાઈઓ બહેનોને વિનંતી કે આ પવિત્ર આ પવિત્ર દિવસોમાં આ દુષણ ન ફેલાય તેવી વ્યવસ્થા કરે.
મોટા ભાગના કાંડ આ પવિત્ર દિવસોમાં જ થાય છે. જેની સજા સમસ્ત માનવ જાતિ સહિત ગાય માતા પણ ભોગવી રહી છે.
મારા ભારત દેશની દિકરી જિન્સ પહેરે એની સામે મારો કોઇ વિરોધ નથી. પણ મારા દેશની દિકરી તેના માથે જે "ઓઢણું" ઓઢે છે તેની તાકાત હું જાણું છું.
માટે વિનંતી કરું છું કે કાયમ ન ઓઢો તો કંઈ નહિ પણ આ નવરાત્રી માં જ્યારે ગરબે ઘૂમો છો ત્યારે એક ઓઢણું માથે ઓઢી ને ગરબે ઘૂમો કારણ કે આ પવિત્ર ભૂમિ પર જન્મ લેનારી દિકરીના માથે જે " ઓઢણું " હોય છે એ ઓઢણાં માં શક્તિના સ્રોત સમાં "સૂરજ દેવ" ને પણ ઢાંકી દેવાની શક્તિ છે.
મારો કહેવાનો ભાવાર્થ સમજાવવો પડે એટલા તમે બધા અણસમજુ નથી..
આપણી દિકરીઓ આ નવરાત્રી માં ક્યાં રૂપ માં હોવી જોઇએ. અને આ નવરાત્રી માં આપણા દીકરાઓ ના વિચારો કેવા હોવા જોઇએ. એની સમજણ આપણે જ આપવી પડ્સે આપણા થી જ કંઇક ભૂલ થઈ છે સોશ્યલ મીડિયા માં વ્યસ્ત રહીને આપણે આપણા સંતાનોને આપણી સંસ્કૃતિ થી દૂર કરી રહ્યા છીએ.
એક વખત તમારી દિકરી ને જિન્સ પહેરવાની ના ન કહો..પણ ખાલી ઓઢણી નું મહત્વ સમજાવો.
એસ. આર. નાગલા
🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🙏
Comments