મારા ભારત દેશની બેન દિકરી એ તેના અંગ પર ઓઢેલી ઓઢણી નું મહત્વ...
મારા ભારત દેશની બેન દિકરી એ તેના અંગ પર ઓઢેલી ઓઢણી નું મહત્વ...
આછી આછી ઓઢણી ઓઢી ને ઘૂમતી...
નમણી નમણી નાનેરી બાળ, ઘૂમે છે ગરબે
ગુજરની નાર..ઘૂમે છે ગરબે ગુજરની નાર...
આંખડીએ દિવડો અમી નો ઓપતો ને..
મનડે દિપે છે મમતા નો હાર, ઘૂમે છે ગરબે
ગુજરની નાર..ઘૂમે છે ગરબે ગુજરની નાર...
મારા પિયર એવા જામનગર શહેર માં "નવરાત્રી" ના પાવન પવિત્ર દિવસો માં ગવાતો આ સુંદર ગરબો કે જેમાં ગુજરાત ની નારી અને ગુજરાતની નારી એ તેના અંગ પર ઓઢેલી ઓઢણી નું મહત્વ બતાવવામાં આવ્યું છે.
ગુજરાતની નારીએ તેના અંગ પર ઓઢેલી ઓઢણી નું મહત્વ કેટલું છે તે દર્શાવતો એક નાનો એવો પ્રસંગ...
આ વાત એ સમયની છે જ્યારે લૂંટારાઓ નો ભારે ત્રાસ હતો અને ગામની બેન દિકરી એ પાણી ભરવા માટે બહુ દૂર આવેલી નદીએ જવું પડતું.
આવા સમયમાં મારા ગુજરાતની ૧૨ કે ૧૩ વરસની દિકરી બા ના કહેવાથી નદી કાંઠે પાણી ભરવા જાય છે ત્યાં નદી કાંઠે દોડતો દોડતો એક બિહામણો માણસ આવે છે અને આ દિકરીને આજીજી કરતા કહે છે દિકરી મારી પાછળ રાજના માણસો પડ્યા છે મારે ક્યાંક સંતાવું છે મારી મદદ કર.
ત્યારે મારા ગુજરાતની આ ૧૨ કે ૧૩ વરસ ની દિકરી કોઇ પણ જાતનો વિચાર કર્યા વગર તેના અંગ પર ઓઢેલા ઓઢણાં ને ઉતારે છે ...પણ જેવું જ એ દિકરી ના અંગ પર નું ઓઢણું ઉતરે છે કે તરત જ અચાનક જ ભર બપોરે સૂરજ સંતાઈ જાય છે અને ચારે બાજુ અંધકાર છવાઈ જાય છે ઓઢણી ની પાછળ પેલો બિહામણો માણસ સંતાઈ જાય છે અને આ દિકરી નદીમાં સ્નાન કરવા જતી રહે છે.
પ્રકૃતિ માં થયેલા આ અચાનક જ બદલાવ ને અને દિકરીને સ્નાન કરતી જોઇને રાજના માણસો પાછા વળી જાય છે.
દૂર મંદિર માં બેઠેલા એક સંત ને ગામના લોકો પૂછે છે કે આજે ભર બપોરે સૂરજ કેમ સંતાઈ ગયો. ત્યારે એ સંત જવાબ આપે છે કે આજ તો મારા ભારતની પવિત્ર ભૂમિ પર જન્મ લેનારી મારા દેશની દિકરી એ કોઇને આશ્રય આપવા માટે તેના અંગ પર ઓઢેલું ઓઢણું ઉતાર્યું છે...એ સતી દિકરી ના સત્ થી આજે સૂરજ દેવ આથમી ગયા છે.
ધીમે ધીમે પવનની લહેરખી આવતી ગઈ અને પેલી દિકરીનું ઓઢણું એ બિહામણા પુરુષના અંગને જેમ જેમ સ્પર્શ કરતું રહ્યું તેમ તેમ તે પુરુષ ના વિચારો બદલાતા રહ્યા અને એ દીકરી ની ઓઢણી ના સ્પર્શથી એ લૂંટારો લૂંટારો મટી ને સત્યના માર્ગે વળી ગયો... સંત બનીને પુજવા યોગ્ય બની ગયો.
આ તાકાત છે મારા ભારત દેશની પવિત્ર ભૂમિ પર જન્મ લેનારી દિકરીએ તેના અંગ પર ઓઢેલી ઓઢણીની..
એસ. આર. નાગલા
🙏🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🙏
Comments